ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi એ પૂરગ્રસ્ત હિમાચલ પ્રદેશનું કર્યું હવાઈ નિરીક્ષણ, ₹1500 કરોડની સહાયની કરી જાહેરાત

PM Modi એ મંગળવારે હિમાચલ પ્રદેશના મંડી અને કુલ્લુ જિલ્લાઓમાં પૂર, ભૂસ્ખલન અને ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ હતું
05:12 PM Sep 09, 2025 IST | Mustak Malek
PM Modi એ મંગળવારે હિમાચલ પ્રદેશના મંડી અને કુલ્લુ જિલ્લાઓમાં પૂર, ભૂસ્ખલન અને ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ હતું
PM Modi...........................

PM નરેન્દ્ર મોદીએ મંગળવારે હિમાચલ પ્રદેશના મંડી અને કુલ્લુ જિલ્લાઓમાં પૂર, ભૂસ્ખલન અને ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ હતું. આ દરમિયાન, તેમણે આપત્તિગ્રસ્ત રાજ્ય માટે ₹1,500 કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.

PM Modi એ પૂરગ્રસ્ત હિમાચલ પ્રદેશનું કર્યું હવાઈ નિરીક્ષણ

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરીને જણાવ્યું હિમાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા હવાઈ સર્વે કર્યો છે. અમે આ મુશ્કેલ સમયમાં રાજ્યના લોકોની સાથે મજબૂતીથી ઉભા છીએ અને અસરગ્રસ્ત લોકોને સતત સહાય મળે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો આગામી હપ્તો અગાઉથી જારી કરશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશને પાટા પર લાવવા બહુપક્ષીય અભિગમ અપનાવવાની પહેલ કરી છે.

 

 

 

PM Modi એ રાહત પેકેજ જાહેર કર્યો 

નોંધનીય છે કે આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં નુકસાન પામેલા ઘરોનું પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પુનર્નિર્માણ કરવામાં આવશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું સમારકામ, શાળાઓનું પુનર્નિર્માણ અને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ હેઠળ અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડવામાં આવશે. પશુધન માટે મીની કીટનું વિતરણ પણ કરવામાં આવશે. ખાસ કરીને, જે ખેડૂતો પાસે હાલ વીજળી કનેક્શન નથી, તેમને વધારાની સહાય આપવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ક્ષતિગ્રસ્ત ઘરોનું જીઓટેગિંગ કરવામાં આવશે, જેથી નુકસાનનું સચોટ મૂલ્યાંકન થઈ શકે અને અસરગ્રસ્ત લોકોને ઝડપથી સહાય પહોંચાડી શકાય.

ઉલ્લેખનીય છે કે બાળકોનું શિક્ષણ અવિરત રહે તે માટે, શાળાઓ નુકસાનની જાણ કરી શકશે અને જીઓટેગિંગ દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ સમયસર સહાય મેળવી શકશે. કેન્દ્ર સરકારે નુકસાનનું મૂલ્યાંકન કરવા વિવિધ મંત્રાલયોની ટીમ હિમાચલ પ્રદેશ મોકલી છે. આ ટીમના વિગતવાર અહેવાલના આધારે, કેન્દ્ર સરકાર રાજ્ય માટે વધુ સહાયની જાહેરાત પર વિચારણા કરશે.

આ પણ વાંચો:   Amit Shah Bihar Visit : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પુનૌરા ધામ ખાતે માતા સીતાનાં ભવ્ય મંદિરનું ભૂમિપૂજન કર્યું

Tags :
Disaster reliefGujarat FirstHimachalHimachal Pradesh floodslandslidesMandi KulluNarendra ModiSDRF
Next Article