Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

PM Modi: યુરોપ પ્રવાસમાં વેરાવળનું ગૌરવ, જાણીતા સીફૂડ ઉદ્યોગપતિ જગદીશભાઈ ફોફંડી ભારતીય ડેલિગેશનનો ભાગ બન્યા

PM મોદીના મહત્વના યુરોપ પ્રવાસમાં આ વખતે સૌરાષ્ટ્રનું ગૌરવ વૈશ્વિક ફલક પર જોવા મળશે. ભારતના વેપાર વિકાસ પ્રતિનિધિમંડળમાં વેરાવળના સીફૂડ એક્સપોર્ટર જગદીશભાઈ ફોફંડીનો સમાવેશ કરાતા વેપારી આલમમાં ભારે ઉત્સાહ છે. ખારવા સમાજના ઈતિહાસમાં પ્રથમવાર બનેલી આ ગૌરવપૂર્ણ ઘટનાને કારણે વિવિધ વેપારી એસોસિએશનો દ્વારા તેમને અભિનંદનની વર્ષા થઈ રહી છે.
pm modi  યુરોપ પ્રવાસમાં વેરાવળનું ગૌરવ  જાણીતા સીફૂડ ઉદ્યોગપતિ જગદીશભાઈ ફોફંડી ભારતીય ડેલિગેશનનો ભાગ બન્યા
Advertisement
  • PM Modi ના યુરોપ પ્રવાસમાં સામેલ થયા વેરાવળના ઉદ્યોગપતિ
  • વેપાર વિકાસ કોન્ફરન્સમાં ભારતીય પ્રતિનિધિમંડળનો ભાગ બન્યા
  • જાણીતા સીફૂડ ઉદ્યોગપતિ જગદીશ વેલજીભાઈ ફોફંડી થયા સામેલ
  • પ્રથમ વખત ખારવા સમાજના ઉદ્યોગપતિને ડેલિગેશનમાં સ્થાન મળ્યું
  • વિવિધ વેપારી એસો.ના અગ્રણીઓએ જગદીશભાઈને પાઠવ્યા અભિનંદન
  • વેરાવળ, સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ખારવા સમાજ માટે ગર્વની ક્ષણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના આગામી મહત્વપૂર્ણ યુરોપ પ્રવાસને લઈને ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વ્યાપાર જગત માટે એક અત્યંત હરખાવનારા અને ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીના આ પ્રવાસ અંતર્ગત યોજાનારી ઉચ્ચ સ્તરીય વેપાર વિકાસ કોન્ફરન્સ (Business Development Conference) માં ભાગ લેવા માટે મોકલવામાં આવનારા સત્તાવાર ભારતીય પ્રતિનિધિમંડળ (Indian Business Delegation) માં વેરાવળના જાણીતા ઉદ્યોગપતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. વેરાવળના અગ્રણી સીફૂડ ઉદ્યોગપતિ (Seafood Businessman) જગદીશ વેલજીભાઈ ફોફંડી આ વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

Indian Business Delegation_GUJARAT_FIRST

Advertisement

PM Modi: ખારવા સમાજ અને સૌરાષ્ટ્ર માટે સુવર્ણ ક્ષણ

સીફૂડ એક્સપોર્ટ અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રે મોટું નામ ધરાવતા જગદીશભાઈ ફોફંડીની આ પસંદગી અનેક રીતે ઐતિહાસિક છે. ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના સ્થાનીય ખારવા સમાજ (Kharva Community) ના કોઈ પ્રગતિશીલ ઉદ્યોગપતિને વડાપ્રધાનના સત્તાવાર બિઝનેસ ડેલિગેશનમાં સ્થાન મળ્યું હોય. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના વેપારી સંબંધોને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી યોજાનારી આ કોન્ફરન્સમાં તેમની હાજરી સમગ્ર સૌરાષ્ટ્ર અને ખારવા સમાજ માટે અનન્ય ગર્વની ક્ષણ સમાન છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

ચારેય તરફથી મળી રહ્યા છે અભિનંદન

જગદીશભાઈ ફોફંડીના આંતરરાષ્ટ્રીય કક્ષાના આ પ્રતિનિધિમંડળમાં પસંદગીના સમાચાર વાયુવેગે પ્રસરતા જ વેરાવળ સહિત સમગ્ર ગુજરાતના વ્યાપારી આલમમાં ખુશીનો માહોલ છવાયો છે. વિવિધ વેપારી એસોસિએશનો, સામાજિક સંગઠનો અને મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓએ જગદીશભાઈને રૂબરૂ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉષ્માભર્યા અભિનંદન પાઠવ્યા છે. આ પ્રવાસથી આગામી સમયમાં ભારતીય સીફૂડ ઉદ્યોગને યુરોપિયન દેશોમાં નવી તકો અને મોટું બજાર (International Trade Market) મળશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: India vs Afghanistan: અફઘાનિસ્તાન સામે લડવા ભારતની નવી સેના તૈયાર, જુઓ આખી લિસ્ટ

Tags :
Advertisement

.

×