છત્તીસગઢના રાયપુર પાસે Godawari Plant માં મોટી દુર્ઘટના,નિર્માણધીન સ્લેબ તૂટતા 6 લોકોના મોત, 6ની હાલત ગંભીર
- છત્તીસગઢના રાયપુર પાસે Godawari Plant માં મોટી દુર્ઘટના સર્જાઇ
- આ મોટી દુર્ઘટનામાં 6 લોકોના મોત નિપજ્યા છે,6ની હાલત ગંભીર
- નિર્ણાણધીન સ્લેબ તૂટતા અકસ્માત સર્જાયો હતો.
છત્તીસગઢની રાજધાની રાયપુર નજીક આવેલા સિલતરા ચોકી વિસ્તારમાં ગોદાવરી પ્લાન્ટ (Godawari Plant) માં મોટી દુર્ઘટના સર્જાતા 6 કર્મચારીઓના મોત થયા છે,6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પ્લાન્ટમાં મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ તેની તપાસ કરવા પહોંચેલા કર્મચારીઓના પર અચાનક સ્લેબ તૂટી પડતાં 6 લોકોના મોત નિપજ્યા છે.
Godawari Plant માં મોટી દુર્ઘટના સર્જાઇ
આ પ્લાન્ટમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 6 લોકોના મોત થયા અને 6 લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ ગોદાવરી પ્લાન્ટમાં અકસ્માત સર્જાતા અફરાતફી સર્જાઇ હતી. પ્લાન્ટમાં હાજર અન્ય કર્મચારીઓ અને સુરક્ષા ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. કેટલાક ઘાયલોની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
Godawari Plant અકસ્માતમાં પોલીસે બચાવ કાર્ય હાથ ધર્યું
પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની રાહત અને બચાવ ટીમો હાલમાં પણ ઘટનાસ્થળે કાર્યરત છે. એવી આશંકા છે કે તૂટી પડેલા મલબા નીચે વધુ કેટલાક લોકો દટાયેલા હોઈ શકે છે. દટાયેલા લોકોને શોધવા અને બહાર કાઢવા માટેની કામગીરી જોરશોરથી ચાલી રહી છે.સિલતરા પોલીસ ચોકીના અધિકારીઓએ આ ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે. પ્લાન્ટના સંચાલન અને મેન્ટેનન્સની પ્રક્રિયામાં ક્યાં ખામી હતી, તેની તપાસ કરવામાં આવી રહી છે, જેથી અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાય અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય.
આ પણ વાંચો: PM મોદીએ બિહારની મહિલાઓને આપી મોટી ભેટ,આ મહિલાઓના બેંક ખાતામાં 10 હજાર કર્યા ટ્રાન્સફર!