PM મોદીએ બિહારની મહિલાઓને આપી મોટી ભેટ,આ મહિલાઓના બેંક ખાતામાં 10 હજાર કર્યા ટ્રાન્સફર!
- PM મોદીએ બિહારની મહિલાઓના ખાતામાં 10 હજાર ટ્રાન્સફર કર્યા
- બિહારની 75 લાખ મહિલાઓને મળ્યો આ લાભ
- બિહારમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ અપાયો લાભ
બિહારમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ચૂંટણી પંચ ટૂંક સમયમાં બિહારની ચૂંટણી જાહેર કરે તે પહેલાજ બિહારની મહિલાઓને મોટી ભેટ મળી છે. મહિલાઓને સ્વરોજગાર અને સશક્તિકરણ માટે પ્રોત્સાહિત કરવા માટે, બિહાર સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી "મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના" હેઠળ 10 હજારની રકમ બેંક ખાતામાં ક્રેડિટ કરી છે . આજે ₹10,000 ની નાણાકીય સહાય ઓનલાઈન (DBT) માધ્યમથી રાજ્યની 75 લાખ મહિલાઓના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવી છે. જેનાથી તેમને સ્વરોજગાર શરૂ કરવામાં મદદ મળશે.
Bihar Election: PM મોદીએ બિહારની મહિલાઓને આપી મોટી ભેટ
આ યોજના ખાસ કરીને એવી મહિલાઓ માટે બનાવવામાં આવી છે. જેમના પરિવારમાં કોઈ સરકારી કર્મચારી નથી અથવા જેમની પાસે આવકનો કોઈ અન્ય સ્થિર સ્ત્રોત નથી. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સાર્વત્રિક મોડેલ અપનાવીને ગ્રામીણ અને શહેરી, તમામ ક્ષેત્રો અને સમુદાયોની મહિલાઓને આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવાનો છે.યોજના હેઠળ, પ્રત્યેક પરિવારની માત્ર એક મહિલાને આ સહાય મળે છે, જેથી તેમના પારિવારિક જીવનમાં આર્થિક સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. અત્યાર સુધીમાં, 11.1 મિલિયનથી વધુ મહિલાઓએ આ યોજના માટે અરજી કરી છે, જે તેને દેશની સૌથી મોટી મહિલા રોજગાર યોજનાઓમાંની એક બનાવે છે. અરજીઓ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે સ્વીકારવામાં આવી હતી.
Bihar Election:PM મોદીએ ભષ્ટ્રાચાર પર કર્યા પ્રહાર
આ પ્રસંગે પીએમ મોદીએ જીવિકા દીદીઓને સંબોધતા જન ધન યોજનાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, "જો દેશે જન ધન યોજના હેઠળ 30 કરોડથી વધુ માતાઓ અને બહેનો માટે ખાતા ન ખોલ્યા હોત, તો શું આપણે આજે આટલા બધા પૈસા સીધા તમારા ખાતામાં મોકલી શક્યા હોત?પીએમ મોદીએ દાવો કર્યો કે હવે યોજનાના પૈસા સીધા લાભાર્થીના ખાતામાં જઈ રહ્યા હોવાથી ભ્રષ્ટાચારને નાબૂદ કરી શકાયો છે. તેમણે કહ્યું, "પહેલા, યોજનાના પૈસા તમારા સુધી પહોંચે તે પહેલાં લૂંટાઈ જતા હતા. હવે, મોકલવામાં આવતી બધી રકમ તમારા ખાતામાં જમા થશે. કોઈ એક પૈસો પણ ચોરી શકશે નહીં." આ યોજના દ્વારા સરકારે મહિલાઓના હાથમાં સીધી મૂડી આપીને તેમને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મજબૂત પગલું ભર્યું છે.
આ પણ વાંચો: Gau Rakshak : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની Bihar Election માં એન્ટ્રી!