Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Gujarat Visit: 71ના યુદ્ધના વીરાંગનાઓએ મને આશીર્વાદ અને સિંદૂરના્ વૃક્ષનો રોપ આપ્યો : PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વિકાસ પ્રવાસે છે. આજે ભુજથી પીએમએ ગુજરાતને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી હતી.
pm gujarat visit  71ના યુદ્ધના વીરાંગનાઓએ મને આશીર્વાદ અને સિંદૂરના્ વૃક્ષનો રોપ આપ્યો   pm
Advertisement
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વિકાસ પ્રવાસે
  • ભુજથી PM મોદીએ ગુજરાતને આપી વિકાસ ભેટ
  • ગુજરાતને કરોડોના વિકાસકાર્યોની PMએ આપી ભેટ
  • આપણો તિરંગો ઝૂકવો ન જોઈએઃ PM
  • કચ્છી બોલીમાં PM મોદીએ કર્યું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વિકાસ પ્રવાસે છે. ભુજથી પીએમ મોદીએ ગુજરાતને વિકાસ ભેટ આપી છે. ગુજરાતને કરોડોના વિકાસ કાર્યોની પીએમએ ભેટ આપી હતી. આપણો તિરંગો ઝૂકવો ન જોઈએ. કચ્છી બોલીમાં પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. કચ્છની પાવન ધરા પર આશાપુરા માતાના આશીર્વાદ લીધા હતા. રાજનીતિમાં ન હોતો ત્યારથી મારો કચ્છ સાથે નાતો છે. કચ્છની ધરતીથી મારા જીવનને હંમેશા દિશા મળી છે. નર્મદાનું પાણી કચ્છમાં આવ્યું ત્યારે દિવાળી જેવો માહોલ હતો. માં નર્મદાએ કચ્છની ધરતીને પાવન કરી દીધી હતી. મારૂ સૌભાગ્ય છે કે કચ્છમાં નર્મદાનું પાણી પહોંચાડ્યું છે.

Advertisement

1971ના યુદ્ધના વીરાંગનાઓએ સિંદૂરના વૃક્ષનો રોપ આપ્યો: પીએમ

પીએમ નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે તેઓ કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી. ભૂજ ખાતે વડાપ્રધાન મોદી દ્વારા સભાને સંબોધન કર્યું હતું. સંબોધન પહેલા સભા સ્થળ પર ભૂજના લોકો દ્વારા વડાપ્રધાનને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. 1971 દરમ્યાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. 1971 ના યુદ્ધના વીરાંગનાઓએ વડાપ્રધાનને વૃક્ષનો રોપો આપ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, 1971 ના યુદ્ધના વીરાંગનાઓએ મને આશીર્વાદ અને સિંદૂરના વૃક્ષનો રોપ આપ્યો છે. વધુમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન બોખલાઈ ગયું તે પણ અમે જોયું છે. 9 તારીખે રાત્રે આપણી કચ્છની સીમા પર પણ ડ્રોન આવ્યા હતા. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, 71 ના યુદ્ધને યાદ કરો અહીં જે વીરાંગના આવી હતી. તેમણે રનવે બનાવ્યો હતો. આજે મારૂ સૌભાગ્ય છે કે, 71 ના યુદ્ધના વીરાંગનાઓએ મને આશીર્વાદ તેમજ સિંદૂરના વૃક્ષનો રોપ આપ્યો છે. જે પીએમ હાઉસમાં લગાવવામાં આવશે. આ સિંદૂરનો રોપ છે. જે વટવૃક્ષ બનીને રહેશે.

Advertisement

કચ્છ ભૂકંપની સ્થિતિમાંથી પણ બહાર આવ્યુંઃPM

કચ્છ ભૂકંપની સ્થિતિમાંથી પણ બહાર આવ્યું છે. ભૂકંપથી દુનિયાને લાગ્યું કે કચ્છ હવે ખતમ થઈ જશે. અનેક વિપદાઓ આવી પરંતું કચ્છ અડીખમ રહ્યું હતું. હાલ કચ્છ વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. ગ્રીન હાઈડ્રોજન કારખાનાનો શિલાન્યાસ થયો છે. ગ્રીન હાઈડ્રોજન એક નવા પ્રકારનું ઈંધણ છે. કચ્છ પ્વરાસન માટેનું મોટું સેન્ટર છે. ભવિષ્યમાં ગ્રીન હાઈડ્રોજનથી વાહનો ચાલશે. દુનિયાનો સૌથી મોટો સોલાર પ્રોજેક્ટ કચ્છમાં છે. કચ્છનું રણ આખા દેશને ઉર્જાવાન બનાવશે. કચ્છ હંમેશા આપણી વિરાસતનું સન્માન કર્યું છે. ટેક્સટાઈલ, ફ્રૂડ પ્રોસેસિંગ, સોલ્ટ ઉદ્યોગને વેગ મળ્યો છે.

આ પણ વાંચોઃ Gandhinagar : કાલે વડાપ્રધાન મહાત્મા મંદિર ખાતે 5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

કચ્છની ધરતીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુંકાર કર્યો

ભારતની આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ છે. ઓપરેશન સિંદૂરે દુશ્મનોને જવાબ આપી દીધો હતો. ભારત પર આંખ ઉઠાવનાર કોઈને પણ કિંમતે નહી બક્ષવામાં આવશે નહી. અમને હતું કે, પાકિસ્તાન આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી કરશે. પરંતું પાકિસ્તાને આતંકવાદને સમર્થન આપ્યું હતું. એટલે મે સેનાને આતંકવાદ વિરૂદ્ધ છૂટ આપી છે. સેનાએ પાકિસ્તાનમાં આતંકીઓનો સફાયો કર્યો, 9 તારીખે પણ પાકિસ્તાને કચ્છમાં ડ્રોન મોકલ્યા, સેનાએ તોડી પાડ્યા હતા. પાકિસ્તાન ભૂલી ગયું, 1971માં પણ વિરાંગનાઓએ ધૂળ ચટાડી હતી. પાકિસ્તાને નિર્દોષ નાગરિકો પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચોઃ PM visit Gujarat : દાહોદમાં 24,000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને સમર્પિત કર્યા

ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યોઃPM

ભારતીય સેનાની કાર્યવાહીથી પાકિસ્તાન ધ્રૂજવા લાગ્યું હતું. સેનાની કાર્યવાહીમાં પાકિસ્તાન શરણાગતિ માટે મજબૂર થયું હતું. સેનાના પરાક્રમ આગળ પાકિસ્તાન પરાસ્ત થયું હતું. પાકિસ્તાનના તમામ એરબેઝ ICUમાં પડ્યા છે. ભારતની લડાઈ માત્ર આતંકવાદ સામે છે. જે આતંકવાદને સમર્થન આપશે તે પણ અમારો દુશ્મન છે. હું પાકિસ્તાનીઓને પણ કહેવા માગુ છું કે તમે શું મેળવ્યું?. ભારત હાલ વિશ્વની ચોથી ઈકોનોમી બની ગઈ છે. પાકિસ્તાનીઓ કાન ખોલીને સાંભળી લે. આપની સેના આતંકવાદ સાથે મળી ગઈ છે. આતંકવાદને લીધે પાકિસ્તાનની જનતા બર્બાદ થઈ ગઈ છે. પાક. યુવાનોના ભવિષ્યને અંધકારમાં નાખી રહ્યા છે. રોટલી ખાઈને શાંતિથી રહો, નહીં તો મારી ગોળી તો છે જ.

આ પણ વાંચોઃ VADODARA : સાંસદ મંડળની જાપાન મુલાકાત સફળ, આતંકવાદ મુદ્દે ભારતની વાતનું સમર્થન

Tags :
Advertisement

.

×