ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi Greece Visit : ગ્રીસમાં PM મોદી નું ઢોલ-નગારા સાથે સ્વાગત, જાણો શું છે સંપૂર્ણ કાર્યક્રમ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીસની એક દિવસીય મુલાકાત માટે એથેન્સ પહોંચ્યા છે. અહીંયા મોટી સંખ્યામાં એનઆરઆઈ રસ્તાઓ પર તેમનું સ્વાગત કરવા આવ્યા હતા. ભારતીય સમુદાયે પીએમ મોદીનું ઢોલ-નગારા સાથે સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ લોકોને પણ મળ્યા હતા. 40 વર્ષ બાદ...
11:35 AM Aug 25, 2023 IST | Dhruv Parmar
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીસની એક દિવસીય મુલાકાત માટે એથેન્સ પહોંચ્યા છે. અહીંયા મોટી સંખ્યામાં એનઆરઆઈ રસ્તાઓ પર તેમનું સ્વાગત કરવા આવ્યા હતા. ભારતીય સમુદાયે પીએમ મોદીનું ઢોલ-નગારા સાથે સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ લોકોને પણ મળ્યા હતા. 40 વર્ષ બાદ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીસની એક દિવસીય મુલાકાત માટે એથેન્સ પહોંચ્યા છે. અહીંયા મોટી સંખ્યામાં એનઆરઆઈ રસ્તાઓ પર તેમનું સ્વાગત કરવા આવ્યા હતા. ભારતીય સમુદાયે પીએમ મોદીનું ઢોલ-નગારા સાથે સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ લોકોને પણ મળ્યા હતા. 40 વર્ષ બાદ કોઈ ભારતીય પીએમ ગ્રીસ પહોંચ્યા છે. આ પહેલા 1983માં ઈન્દિરા ગાંધીએ વડાપ્રધાન તરીકે ગ્રીસની મુલાકાત લીધી હતી. PM મોદી દક્ષિણ આફ્રિકામાં BRICS સમિટમાં ભાગ લીધા બાદ ગ્રીસ પહોંચ્યા હતા. આ મુલાકાત ગ્રીસના વડા પ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણ પર છે.

કેવો રહેશે પીએમ મોદીનો કાર્યક્રમ?
એનઆરઆઈએ પીએમ મોદીનું સ્વાગત કર્યું

PM મોદીની આ મુલાકાત કેમ મહત્વની છે?

એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી આ પ્રવાસમાં ઘણા મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરી શકે છે. એટલું જ નહીં બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ, શિપિંગ, સ્થળાંતર અને સંરક્ષણ સહયોગ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ગ્રીસ તેના એરપોર્ટ અને દરિયાઈ બંદરનું ખાનગીકરણ કરવા માટે ભારતની મદદ લઈ શકે છે, જેથી ગ્રીસ ભારત માટે યુરોપનું પ્રવેશદ્વાર બની શકે.

પીએમ મોદી પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે 2021માં મુલાકાત લીધી હતી. ત્યારબાદ ગ્રીસે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન માટે ફ્રેમવર્ક એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા અને મિસાઈલ ટેક્નોલોજી કંટ્રોલ રેજીમ એગ્રીમેન્ટ પર પણ ભારતને ટેકો આપ્યો હતો. આ બધા પહેલા ગ્રીકના પૂર્વ વડાપ્રધાન એન્ડ્રીસ પાપાન્ડ્રેઉ ત્રણ વખત ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમણે નવેમ્બર 1984માં ઈન્દિરા ગાંધીના અંતિમ સંસ્કાર માટે, જાન્યુઆરી 1985માં પરમાણુ નિઃશસ્ત્રીકરણ પર સમિટ માટે અને જાન્યુઆરી 1986માં ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે ભારતની મુલાકાત લીધી હતી.

શું છે પ્રવાસનો એજન્ડા?

વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત અને ગ્રીસ વચ્ચે સાંસ્કૃતિક સંબંધો છે, જે તાજેતરના વર્ષોમાં દરિયાઈ પરિવહન, સંરક્ષણ, વેપાર અને રોકાણ અને લોકો-થી-લોકોના સંબંધો જેવા ક્ષેત્રોમાં સહકાર દ્વારા મજબૂત બન્યા છે. બીજી તરફ, ભારતમાં ગ્રીકના રાજદૂત દિમિત્રિઓસ આયોનોઉએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રીસ મુલાકાત દરમિયાન બંને દેશો તેમની લાંબી મિત્રતાને આગળ વધારશે. તેમણે કહ્યું, અમે તેમનું સ્વાગત કરીને ખૂબ જ ખુશ છીએ. 40 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત હશે. આ મુલાકાત દરમિયાન અમે અમારી લાંબી મિત્રતાને આગળ લઈ જઈશું.

તેમણે કહ્યું, "અમે (ભારત અને ગ્રીસ) સુરક્ષા, સંસ્કૃતિ, વેપાર, અર્થતંત્ર અને ટેક્નોલોજી સહિત તમામ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં અમારા સહયોગને આગળ વધારી રહ્યા છીએ." આ એક મહત્વપૂર્ણ વ્યાપક ભાગીદારી છે. અમે ભારત માટે યુરોપનું પ્રવેશદ્વાર બનવા માંગીએ છીએ. અમારા બંદરો ભારતીય ઉત્પાદનો માટે યુરોપિયન બજારોમાં પ્રવેશ માટે પ્રવેશદ્વાર બની શકે છે.

આ પણ વાંચો : BRICS : PM મોદીએ શી જિનપિંગ સાથે વાતચીતમાં ઉઠાવ્યો LACનો ​​મુદ્દો, જાણો બંને નેતાઓ વચ્ચે શું થયું

Tags :
GreeceIndiaindian pm in GreeceNationalpm modiPM Modi arrives in GreecePM Modi in Greeceworld
Next Article