Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Modi Gujarat Visit : આ રહ્યો 'વિકાસ પુરુષ'ની ગુજરાત મુલાકાતનો મિનિટ્સ ટુ મિનિટ્સ કાર્યક્રમ!

PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવાર ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. પીએમ મોદી 15 તારીખે ગુજરાત આવશે અને 17 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાતથી ભુવનેશ્વર (Bhubaneswar) જવાં રવાના થશે. 2 દિવસની મુલાકાત દરમિયાન પીએમ મોદી અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે....
pm modi gujarat visit   આ રહ્યો  વિકાસ પુરુષ ની ગુજરાત મુલાકાતનો મિનિટ્સ ટુ મિનિટ્સ કાર્યક્રમ

PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવાર ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. પીએમ મોદી 15 તારીખે ગુજરાત આવશે અને 17 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાતથી ભુવનેશ્વર (Bhubaneswar) જવાં રવાના થશે. 2 દિવસની મુલાકાત દરમિયાન પીએમ મોદી અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. અહીં, જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં (PM Narendra Modi) મિનિટ્સ ટુ મિનિટ્સ કાર્યક્રમની માહિતી.

Advertisement

આ પણ વાંચો - Kheda : ઉત્કંઠેશ્વરથી બાયડ સુધી કાળમુખી બની આઇસર! અંબાજી જતાં પદયાત્રી, બાઇકસવારને ઉડાવ્યાં

Advertisement

17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો જન્મ દિવસ

જણાવી દઈએ કે, 17 સપ્ટેમ્બરનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ (PM Modi Birthday) છે. ત્યારે આ વખતે જન્મ દિવસ નિમિત્તે પીએમ મોદી ગુજરાત આવવાનાં છે. પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ (PM Modi Gujarat Visit) દરમિયાન અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. 15 સપ્ટેમ્બરનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને 17 સપ્ટેમ્બરનાં રોજ સવારે 9 કલાકે ભુવનેશ્વર જવા રવાના થશે. અહીં વાંચો, પીએમ મોદીનાં ગુજરાત પ્રવાસનો મિનિટ્સ ટુ મિનિટ્સ કાર્યક્રમની માહિતી...

Advertisement

આ પણ વાંચો - VADODARA : રાવપુરામાં જાહેર માર્ગ પર આવેલી મેડિકલ શોપ ભડકે બળી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં (Prime Minister Narendra Modi) ગુજરાત પ્રવાસનો મિનિટ્સ ટુ મિનિટ્સ કાર્યક્રમ :

> પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 તારીખે બપોર બાદ ગુજરાત પધારશે
> અમદાવાદ એરપોર્ટથી 4.30 કલાકે સીધા વડસર એરફોર્સ સ્ટેશન જશે
> વડસર સ્ટેશન (Vadsar Air Force Station) ખાતે તૈયાર થયેલ નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે
> પીએમ મોદી સાંજે 6 વાગે રાજ ભવન આવશે
> વડાપ્રધાનનો રાત્રિ રોકાણ રાજ ભવન (Raj Bhawan) ખાતે રહેશે
> રાત્રે રાજ ભવન ખાતે અલગ-અલગ બેઠકોનું આયોજન થઈ શકે છે.
> 16 સપ્ટેમ્બરે સવારે મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે કાર્યક્રમમાં હાજર રહેશે.
> સવારે 10:00 વાગ્યે ચોથી ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનો પ્રારંભ કરાવશે.
> 12:00 કલાકે રાજ ભવન પરત આવશે.
> 1.30 કલાકે ગાંધીનગરનાં (Gandhinagar) સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે અને ગિફ્ટ સિટી સુધી ટ્રાવેલ પણ કરશે.
> 3.30 કલાકે જીએમડીસી ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે.
> સાંજે 6 વાગે રાજભવન પરત આવશે અને રાત્રિ રોકાણ રાજભવન ખાતે રહેશે.
> 17 સપ્ટેમ્બરે સવારે 9 કલાકે ભુવનેશ્વર (Bhubaneswar) જવા રવાના થશે.

આ પણ વાંચો - Surat : માનસિક અસ્થિર સગીરાને હવસનો શિકાર બનાવનારા 2 ને આકરો જેલવાસ

Tags :
Advertisement

.