PM Modi એ પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર, 'આ નવું ભારત છે પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને મારે છે'
- ધારમાં PM Modi એ પાકિસ્તાનને આપી ચેતવણી
- પાકિસ્તાને આપી કડક ચેતવણી
- આ નવું ભારત છે પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને મારે છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના 75મા જન્મદિવસ નિમિત્તે મધ્યપ્રદેશમાં અનેક પ્રોજેકટના ઉદ્વાટન કર્યા. પ્રોજેકટના ઉદ્વાટન બાદ PM મોદીએ ધારના લોકોને સંબોધન કર્યું. ધારમાં વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા અને આતંકવાદ ફેલાવવા પર પાકિસ્તાને કડક ચેતવણી પણ આપી હતી.
નોંધનીય છે કે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા PM મોદી એ કહ્યું, "પાકિસ્તાનના આતંકવાદીઓએ આપણી બહેનો અને દીકરીઓના સિંદૂર ઉજડ્યા. અમે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓના ઠેકાણાઓનો નેસ્તનાબૂદ કર્યા. આપણા બહાદુર સૈનિકોએ આંખના પલકારામાં પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું.
PM Modi એ પાકિસ્તાનને આપી કડક ચેતવણી
પાકિસ્તાન પર આકરા પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે હાલમાં જ દેશ અને વિશ્વે જોઈ લીધું છે, કે કેવી રીતે એક પાકિસ્તાની આતંકીએ રડી-રડીને પોતાનું હાલ વર્ણવ્યું છે. આ છે નવું ભારત, જે કોઈની ધમકીઓથી ડરતું નથી. આ નવું ભારત છે પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને મારે છે. પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું કે "આ ધારની ભૂમિ હંમેશા બહાદુરી અને પ્રેરણાની ભૂમિ રહી છે." મહારાજા ભોજની બહાદુરી આપણને રાષ્ટ્રીય ગૌરવનું રક્ષણ કરવા માટે અડગ રહેવાનું શીખવે છે.
PM Modi એ હૈદરાબાદ મુક્તિ દિવસનો પણ કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યું, "આજે, 17 સપ્ટેમ્બરના રોજ, દેશે સરદાર પટેલના દૃઢ સંકલ્પનું ઉદાહરણ જોયું. ભારતીય સેનાએ હૈદરાબાદને અસંખ્ય અત્યાચારોથી મુક્ત કરાવ્યું અને તેના અધિકારોનું રક્ષણ કરીને ભારતનું ગૌરવ પુનઃસ્થાપિત કર્યું. અમે આ દિવસને હૈદરાબાદ મુક્તિ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું છે.
આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને પરિવાર અભિયાન
PM મોદીએ કહ્યું કે વિકસિત ભારતના ચાર મજબૂત સ્તંભો છે: મહિલા શક્તિ, યુવા શક્તિ, ગરીબો અને ખેડૂતો. આ ચાર સ્તંભોને મજબૂત બનાવવા માટે કાર્ય કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ધારમાં યોજાઈ રહ્યો છે, પરંતુ તે સમગ્ર દેશ માટે છે. આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને પરિવાર અભિયાન અહીંથી શરૂ થઈ રહ્યું છે. આ હેતુ માટે વિવિધ સ્થળોએ શિબિરો લગાવવામાં આવશે. બધા પરીક્ષણો અને દવાઓ મફત હશે. આ શિબિરો 2 ઓક્ટોબરના રોજ વિજયાદશમીના અવસરે શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: Modi@75: રાહુલ ગાંધી સહિત જાણો કોણે પાઠવી PM Modi ને જન્મદિવસની શુભેચ્છાઓ