પાકિસ્તાની આતંકવાદના નવા ચહેરા સામે PM-HM ની સૌથી મોટી કાર્યવાહી
- પાકિસ્તાનના આતંકના નવા ચહેરા સામે મોટી રણનીતિ
- PM મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહનો દૂરંદેશી નિર્ણય
- ગેરકાયદે ભારતમાં રહેતા પાકિસ્તાનીઓનો કર્યો દેશનિકાલ
- 48 કલાકમાં પાકિસ્તાનીઓને દેખાડ્યો બહારનો રસ્તો
NEW FACE OF TERROR : પહલગામ હુમલા (PAHALGAM TERROR ATTACK) પછી ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ જોરદાર કાર્યવાહી કરી છે. એક પછી એક નિર્ણયોને પગલે પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. ત્યારે આ વચ્ચે પાકિસ્તાની આતંકવદનો નવો ચહેરો સામે આવ્યો છે. જેમાં મહિલાના નિકાહ પાકિસ્તાનમાં થયા હોય, અને તે ભારતમાં વસવાટ કરતા હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ભારત સરકારે તેનો પણ યોગ્ય ઉકેલ કાઢ્યો છે. આ મામલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA MODI) અને ગૃહમંત્રી અમિતભાઇ શાહે (HM AMITBHAI SHAH) દુરંદેશી નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહે તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાત કરીને પાકિસ્તાનીઓને હાંકી કાઠવા અપીલ કરી હતી. જેનું ચોક્કસપણે અનુસરણ થયું છે.
ચોક્કસ રણનિતી અનુસાર કામ કરવામાં આવી રહ્યું છે
પાકિસ્તાનના આતંકવાદનો ભારત વર્ષોથી ભોગ બની રહ્યું છે. આ વચ્ચે પહલગામ આતંકી હુમલો સામે આવ્યો છે. જેમાં 26 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાન સામે તમામ મોરચે યુદ્ધ છેડ્યું છે. ભારતીય સેનાને જડબાતોડ કાર્યવાહી કરવાની છુટ આપવામાં આવી છે. બીજી તરફ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદના નવા ચહેરાને ઉઘાડો પાડવા માટે પણ ચોક્કસ રણનિતી અનુસાર કામ કરવામાં આવી રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહના દુરંદેશી નિર્ણયથી ભારતભરમાં ગેરકાયદેસર વસતા પાકિસ્તાનીઓનો દેશનિકાલ થયો છે.
48 કલાકમાં જ તેમના દેશ મોકલી આપવામાં આવ્યા
દેશહિતમાં ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા મોટું બીડું ઝડપવામાં આવ્યું હતું. જેમાં તેમણે તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે ટેલિફોનીક વાત કરીને તેમને ત્યાં વસવાટ કરતા પાકિસ્તાનીઓને તાત્કાલિક દુર કરવા માટે અપીલ કરી હતી. તે પૈકી મોટા ભાગના કિસ્સાઓમાં નિકાહ પાકિસ્તાનમાં થયા હોય અને ભારતમાં વસવાટ કરતા હોવાના કિસ્સા હતા. આ તમામને 48 કલાકમાં જ તેમના દેશ મોકલી આપવામાં આવ્યા છે. પાકિસ્તાનીઓની હકાલપટ્ટી ભારતની સૌથી મોટી રણનિતીનો ભાગ હોવાનું આ પરથી જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો --- NEW FACE OF TERROR : પાકિસ્તાની આતંકવાદનો નવો પહેરો ઉઘાડો પાડતા BJP MP, કહ્યું, '5 લાખથી વધુ...'


