ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોચી પ્રવાસ પહેલા PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી, કેરળમાં હાઈએલર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 એપ્રિલે કેરળની મુલાકાતે જવાના છે. જ્યાં તેઓ યુવા સંમેલનમાં ભાગ લેશે. આ દરમિયાન કેરળમાં વંદે ભારત એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરવામાં આવશે.ત્યાર બાદ મોદી કેરળમાં રોડ શો કરશે. આ રોડ શોમાં 50 હજારથી વધુ ભાજપના કાર્યકરો...
03:20 PM Apr 22, 2023 IST | Hardik Shah
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 એપ્રિલે કેરળની મુલાકાતે જવાના છે. જ્યાં તેઓ યુવા સંમેલનમાં ભાગ લેશે. આ દરમિયાન કેરળમાં વંદે ભારત એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરવામાં આવશે.ત્યાર બાદ મોદી કેરળમાં રોડ શો કરશે. આ રોડ શોમાં 50 હજારથી વધુ ભાજપના કાર્યકરો...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 એપ્રિલે કેરળની મુલાકાતે જવાના છે. જ્યાં તેઓ યુવા સંમેલનમાં ભાગ લેશે. આ દરમિયાન કેરળમાં વંદે ભારત એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરવામાં આવશે.ત્યાર બાદ મોદી કેરળમાં રોડ શો કરશે. આ રોડ શોમાં 50 હજારથી વધુ ભાજપના કાર્યકરો ભાગ લેશે. ત્યારે પીએને આ મુલાકાત પહેલા એક ધમકીભર્યો પત્ર મળ્યો છે.

આ પત્રમાં મોકલનારનું નામ અને સરનામું લખવામાં આવ્યું છે. આ પછી તરત જ પોલીસ તે જગ્યાએ પહોંચી ગઈ જેનું નામ પત્રમાં લખેલું હતું. જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી તો તે ડરી ગયો અને તેણે તમામ આરોપોને નકારી કાઢ્યા. તેણે કહ્યું કે મને ફસાવવા માટે કોઈએ પત્ર પર મારું નામ લખ્યું છે. જ્યારે મને એ પણ ખબર નથી કે આ મામલો શું છે?

કેરળમાં હાઈ એલર્ટ જારી

પીએમને ધમકીભર્યા પત્ર બાદ કેરળમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં દરેક પગલા પર નજર રાખવામાં આવી રહી છે. કેરળમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અને પોલીસે કેરળમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. અહી આવતા વાહનોની પોલીસ દ્વારા તપાસ કરવામા આવી રહી છે. તેમજ બસ સ્ટોપ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ ચેકિંગ વધારી દેવામા આવ્યું છે. કેન્દ્રીય એજન્સીઓ પણ એલર્ટ મોડ પર જોવા મળી રહી છએ.

Tags :
BJPIndiaKeralaNationalpm modi
Next Article