PM Modi Seychelles Visit : સેશેલ્સ પહોંચતા જ PM મોદીનું ભવ્ય સ્વાગત, ભારતીય સમુદાયમાં જોવા મળ્યો અદભૂત ઉત્સાહ
PM Modi Seychelles Visit : સેશેલ્સ પહોંચતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં ભારતીય મૂળના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. એરપોર્ટથી લઈને રાજધાની વિક્ટોરિયા સુધી લોકો PM મોદીની એક ઝલક મેળવવા ઉમટી પડ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમો, કચ્છના પરંપરાગત નૃત્ય અને ભારતીય સમુદાયના ઉમળકાભર્યા સ્વાગતે ભારત-સેશેલ્સના ગાઢ સંબંધોની સુંદર ઝલક રજૂ કરી.
Advertisement
PM Modi Seychelles Visit : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સેશેલ્સ (Seychelles) પહોંચતા જ તેમનું ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી લઈને રાજધાની વિક્ટોરિયા (Victoria) સુધીના માર્ગ પર સ્થાનિક લોકો તેમજ ભારતીય મૂળના લોકો (Indian Diaspora)માં વડાપ્રધાનને રૂબરૂ મળવાનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઘણા લોકો ખાસ રજા લઈને માત્ર PM મોદીની એક ઝલક જોવા માટે પહોંચ્યા હતા.

