PM મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું, 'Bangladesh માં જે બન્યું તેનાથી ભારત ચિંતિત...
- લઘુમતી સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ - PM મોદી
- પડોશી દેશોએ શાંતિ અને ખુશીથી રહેવું જોઈએ - PM મોદી
- આપણે સમૃદ્ધ ભારત બનાવી શકીએ છીએ - PM મોદી
PM નરેન્દ્ર મોદીએ પણ લાલ કિલ્લા પરથી સંબોધનમાં બાંગ્લાદેશ (Bangladesh)ની સ્થિતિનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તાજેતરના સમયમાં બાંગ્લાદેશ (Bangladesh)માં જે કંઈ પણ થયું તેનાથી ભારતની ચિંતા વધી છે. PM મોદીએ કહ્યું- આશા છે કે પરિસ્થિતિ જલ્દી સામાન્ય થઈ જશે. ભારત હંમેશા ઇચ્છે છે કે આપણા પાડોશી દેશો શાંતિથી રહે.
લઘુમતી સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ...
સ્વતંત્રતા દિવસના અવસરે પોતાના સંબોધનમાં તેમણે એમ પણ કહ્યું કે બાંગ્લાદેશ (Bangladesh)ની વિકાસ યાત્રા માટે શુભકામનાઓ રહેશે. મોદીએ કહ્યું હતું કે, “પાડોશી દેશ તરીકે બાંગ્લાદેશમાં જે બન્યું છે તેના વિશે અમારા માટે ચિંતા થવી સ્વાભાવિક છે. મને આશા છે કે ત્યાંની સ્થિતિ જલ્દી જ સામાન્ય થઈ જશે. 140 કરોડ દેશવાસીઓની ચિંતા એ છે કે ત્યાં હિંદુ અને લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.
પડોશી દેશોએ શાંતિ અને ખુશીથી રહેવું જોઈએ...
તેમણે કહ્યું, “ભારત હંમેશા ઈચ્છે છે કે આપણા પાડોશી દેશો સુખ અને શાંતિના માર્ગે ચાલે. શાંતિ પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા છે, આપણા મૂલ્યો છે. આવનારા દિવસોમાં બાંગ્લાદેશની વિકાસયાત્રા માટે અમારી હંમેશા શુભકામનાઓ રહેશે, કારણ કે અમે માનવજાતના કલ્યાણ વિશે વિચારનારા લોકો છીએ.
આ પણ વાંચો : 78th Independence Day : 'આગામી 5 વર્ષમાં મેડિકલમાં 75 હજાર સીટો વધશે', PM મોદીએ કરી મોટી જાહેરાત
શેખ હસીનાના રાજીનામા બાદ લઘુમતીઓ પર હુમલા...
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં બાંગ્લાદેશ (Bangladesh)માં PM શેખ હસીનાના રાજીનામા પછી, હિન્દુ સમુદાયના લોકોના ઘણા હિન્દુ મંદિરો, ઘરો અને વ્યવસાયિક સંસ્થાઓમાં તોડફોડના અહેવાલો છે. નોકરીઓમાં વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમને લઈને શેખ હસીના સરકાર સામે હિંસક વિરોધને પગલે દેશ અરાજકતામાં ડૂબી ગયો હતો.
આ પણ વાંચો : PM મોદી આવતા મહિને જઈ શકે છે New York, આ કોન્ફરન્સમાં આપી શકે છે ઉપસ્થિતિ...
આપણે સમૃદ્ધ ભારત બનાવી શકીએ છીએ - PM મોદી
આ પહેલા પોતાના સંબોધનમાં PM મોદીએ સ્વતંત્રતા પ્રેમીઓને સલામ કરી અને વિકસિત ભારત 2047 નો મંત્ર આપ્યો. તેમણે કહ્યું કે દરેક પડકારનો સામનો કરીને આપણે સમૃદ્ધ ભારતનું નિર્માણ કરી શકીએ છીએ. PM મોદીએ કહ્યું કે દેશે જોયું છે કે આઝાદી પછી પણ દાયકાઓ સુધી યથાસ્થિતિનું વાતાવરણ રહ્યું. અમે જમીન પર મોટા સુધારા લાગુ કર્યા. અમે લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે સુધારાનો માર્ગ પસંદ કર્યો. અમે આ માનસિકતાને તોડી નાખી છે.
આ પણ વાંચો : "ડર પેદા થવો જરુરી..." જાણો કેમ બોલ્યા PM MODI