PM Modi Seychelles visit : સેશેલ્સના સ્વતંત્રતા દિવસની ઉજવણી સમયે PM મોદીએ ભારતીય સેનાને આપ્યું અનોખી રીતે સન્માન, Video વાયરલ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલ પૂર્વી આફ્રિકાના દેશ સેશેલ્સની મુલાકાતે છે. રવિવારે વડાપ્રધાન મોદી સેશેલ્સના 50 માં સ્વતંત્રતા સમારોહ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય નૌકાદળ અને સેનાની સંયુક્ત માર્ચિંગ ટુકડીએ પરેડમાં ભાગ લીધો હતો. દરમિયાન, પીએમ મોદીએ ઊભા થઈ ભારતીય સેનાને સન્માન આપ્યું હતું, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થઈ રહ્યો છે.
Advertisement
PM Modi Seychelles visit : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલ પૂર્વી આફ્રિકાના દેશ સેશેલ્સની મુલાકાતે છે. રવિવારે વડાપ્રધાન મોદી સેશેલ્સના 50 માં સ્વતંત્રતા સમારોહ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય નૌકાદળ અને સેનાની સંયુક્ત માર્ચિંગ ટુકડીએ પરેડમાં ભાગ લીધો હતો. દરમિયાન, પીએમ મોદીએ ઊભા થઈ ભારતીય સેનાને સન્માન આપ્યું હતું, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થઈ રહ્યો છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાનને સેશેલ્સના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.

