Hindu Growth Rate: PM મોદીએ 'હિન્દુ સભ્યતા' ને બદનામ કરનારાઓને આપ્યો કરારો જવાબ! જાણો શું કહ્યું...!
- PM મોદીએ 'હિન્દુ વિકાસ દર' શબ્દના ઉપયોગ પર નારાજગી વ્યક્ત કરી (Hindu Growth Rate)
- ધીમા વિકાસ માટે હિન્દુ સભ્યતાને દોષ આપવા સામે સવાલ ઉઠાવ્યો
- ભારત વિશ્વમાં વિશ્વાસના આધારસ્તંભ તરીકે ઉભરી રહ્યું છે: PM મોદી
Hindu Growth Rate: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ( PM Modi) આજે શનિવારે લીડરશીપ સમિટમાં સંબોધન કર્યું હતું. આ સમિટમાં તેમણે કહ્યું હતું કે ભારત આજે આત્મવિશ્વાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે અને તે વિશ્વ માટે વિશ્વાસનો આધારસ્તંભ બની રહ્યું છે. PM એ વધુમાં કહ્યું કે જ્યારે સમગ્ર વિશ્વ મંદીનો સામનો કરી રહ્યું હતું, ત્યારે પણ ભારતે પોતાનો વિકાસ જાળવી રાખ્યો અને આજે જ્યારે દુનિયા અનિશ્ચિતતાઓથી ભરેલી છે, ત્યારે ભારત એક અલગ સ્તરે ઉભરી રહ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જ્યારે દુનિયા મંદીની વાત કરે છે, ત્યારે ભારત વિકાસની વાર્તા લખે છે, અને જ્યારે દુનિયા વિભાજન તરફ આગળ વધી રહી છે, ત્યારે ભારત પુલ બનાવનાર બની રહ્યું છે.
PM મોદીએ હિન્દુ વિકાસ દરના શબ્દના ઉપયોગ મામલે કર્યો પ્રહાર
પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં ભારતના ધીમા વિકાસ દરના ભૂતકાળના કારણો વિશે થયેલી ટીકાઓ પર ગુસ્સો વ્યક્ત કર્યો. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે ભારતનો વિકાસ દર માત્ર 2-3% હતો, ત્યારે તેને 'હિન્દુ વિકાસ દર' કહીને ઓળખવામાં આવતો હતો. તેમણે કહ્યું કે, તે સમયે કેટલાક લોકોએ હિન્દુ સભ્યતા અને સંસ્કૃતિ ને જ દેશની ધીમી પ્રગતિ માટેનું કારણ ગણાવવાનો પ્રયાસ કર્યો હતો. પીએમ મોદીએ સવાલ કર્યો કે, જો ધર્મને આધાર બનાવીને ટીકા થતી હોય, તો તેના માટે સાંપ્રદાયિકતા ને જવાબદાર કેમ નહોતી ગણવામાં આવતી? તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આનાથી સમગ્ર સમાજને ગરીબ અને કામ ન કરનારો ગણવામાં આવ્યો હતો, જે ખોટું હતું.
પહેલાની સરકાર પર PM મોદીએ નિશાન સાધ્યું
પ્રધાનમંત્રીએ આ સાથે જ અગાઉની સરકારો પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે પહેલાની સિસ્ટમો પોતાના નાગરિકો પર વિશ્વાસ કરતી નહોતી અને દસ્તાવેજોની ચકાસણી માટે સરકારી અધિકારીઓની જરૂર પડતી હતી. તેમણે ગર્વ સાથે કહ્યું કે, તેમની સરકારે તે સિસ્ટમ તોડી નાખી છે અને હવે નાગરિકનો સ્વ-પ્રમાણિત દસ્તાવેજ તેની અધિકૃતતા સાબિત કરવા માટે પૂરતો છે. તેમણે કહ્યું કે લાંબા ગાળાની ગુલામીએ ભારતના આત્મવિશ્વાસને હચમચાવી નાખ્યો હતો અને આ ગુલામીની માનસિકતા વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં એક મોટો અવરોધ છે, જેનાથી મુક્ત થવા માટે સરકાર કામ કરી રહી છે. પીએમ મોદીએ અંતે કહ્યું કે, આજે દેશના દરેક ક્ષેત્રમાં સુધારો થઈ રહ્યો છે, આપણી ગતિ સ્થિર છે, દિશા સુસંગત છે, અને ઉદ્દેશ્ય રાષ્ટ્ર પ્રથમ છે.
આ પણ વાંચો: Airfare Cap India: ઇન્ડિગો સંકટ વચ્ચે એરલાઇન્સની મોંઘી ટિકિટો પર MoCAએ લગાવ્યો અંકુશ