Somnath મંદિર પુનઃનિર્માણના 75 વર્ષ, PM Modi એ સંઘર્ષ અને આસ્થાના પર્વને કર્યો યાદ
- Somnath મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ
- Somnath મુલાકાત પહેલા PM Modi એ કરી પોસ્ટ
- PM મોદીએ સોમનાથ મંદિરને લઇ લખ્યો પત્ર
- 11 મેના રોજ સોમનાથ જવાનું સૌભાગ્ય મળશેઃ PM
- આ યાત્રા મંદિર નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે છેઃ PM
Somnath : ભારતના બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા સોમનાથ મંદિર (Somnath temple) ના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 11 મે ના રોજ સોમનાથની મુલાકાત લેવાના છે. પોતાની આ યાત્રા પૂર્વે વડાપ્રધાને સોશિયલ મીડિયા પર એક વિશેષ પોસ્ટ કરી છે અને સોમનાથ મંદિરને લઈને એક પત્ર પણ લખ્યો છે.
સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ
સોમનાથ મુલાકાત પહેલા PM મોદીએ કરી પોસ્ટ
PM મોદીએ સોમનાથ મંદિરને લઇ લખ્યો પત્ર
11 મેના રોજ સોમનાથ જવાનું સૌભાગ્ય મળશેઃ PM
આ યાત્રા મંદિર નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે છેઃ PM
મંદિરની રક્ષા અને પુનઃનિર્માણ માટે સંઘર્ષ કરવો પડ્યો… pic.twitter.com/ZZ4NAbKcOt— Gujarat First (@GujaratFirst) May 8, 2026
Somnath મુલાકાત પહેલા PM મોદીનો ખાસ પત્ર
વડાપ્રધાને તેમના પત્રમાં સોમનાથ મંદિરના ગૌરવશાળી ઇતિહાસ અને તેના પુનઃનિર્માણ માટે થયેલા સંઘર્ષને યાદ કર્યો છે.
સૌભાગ્યશાળી પળ: PM મોદીએ જણાવ્યું કે 11 મેના રોજ સોમનાથ મહાદેવના દર્શન કરવાનું તેમને સૌભાગ્ય પ્રાપ્ત થશે.
75 વર્ષની ઉજવણી:આ યાત્રા મંદિર નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના ખાસ અવસરે યોજાઈ રહી છે.
સંઘર્ષની સ્મૃતિ: વડાપ્રધાને ઉલ્લેખ કર્યો કે મંદિરની રક્ષા અને તેના પુનઃનિર્માણ માટે પૂર્વજોએ મોટો સંઘર્ષ કરવો પડ્યો હતો.
પ્રેરણાનું પ્રતીક: સોમનાથ મંદિર ભારતની અસ્મિતા અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે, જે આપણને સતત તે સંઘર્ષની યાદ અપાવે છે.
આમ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે વડાપ્રધાનની આ મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.
पुनर्निर्मित सोमनाथ मंदिर के लोकार्पण की 75वीं वर्षगांठ के उपलक्ष्य में 11 मई को मुझे एक बार फिर वहां जाने का सौभाग्य मिलने वाला है। यह अवसर हमें स्मरण कराता है कि इस पावनस्थल की रक्षा और इसके पुनर्निर्माण के लिए किस प्रकार देश की कई पीढ़ियों ने निरंतर संघर्ष किया। देशवासियों के…
— Narendra Modi (@narendramodi) May 8, 2026
11 મેના રોજ PM મોદી લેશે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 11 મેના રોજ સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં વિશેષ હાજરી આપશે. સોમનાથના આ ઐતિહાસિક કાર્યક્રમમાં સહભાગી થયા બાદ વડાપ્રધાન વડોદરાની પણ મુલાકાત લેશે, જ્યાં તેમના હસ્તે સરદારધામનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે.


