ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM મોદી 28મી મેએ નવા સંસદ ભવનનું કરશે ઉદ્ધાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરશે. નવી સંસદ ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. તેમજ તેમને આ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવા વિનંતી કરી હતી.3 લોકસભા...
11:25 PM May 18, 2023 IST | Viral Joshi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરશે. નવી સંસદ ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. તેમજ તેમને આ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવા વિનંતી કરી હતી.3 લોકસભા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરશે. નવી સંસદ ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. તેમજ તેમને આ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવા વિનંતી કરી હતી.3

લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોએ 5મી ઓગસ્ટ 2019ના રોજ સરકારને સંસદના નવા ભવનના નિર્માણ માટે આગ્રહ કર્યો હતો. તે બાદ 10મી ડિસેમ્બર 2020 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના નવા ભવનનો શિલાન્યાસ કર્યો હતો. સંસદના નવનિર્મિત ભવનને ગુણવત્તા સાથે રેકોર્ડ સમયમાં તૈયાર કરવામાં આવ્યું છે.

ચારમાળના સંસદ ભવનમાં 1224 સાંસદોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. નવા સંસદ ભવન માટે માર્શલનો પણ નવો યુનિફોર્મ હશે. અહીં સુરક્ષાની ચુસ્ત અને નવેસરથી વ્યવસ્થા કરવામાં આવી છે. નવી સંસદ ભવનનું બાંધકામ હવે પૂર્ણ થયું છે અને નવી ઇમારત આત્મનિર્ભર ભારતની ભાવનાનું પ્રતિક છે.

સંસદના વર્તમાન ભવનમાં લોકસભામાં 550 જ્યારે રાજ્યસભામાં 250 સભ્યોને બેસવાની વ્યવસ્થા છે. ભવિષ્યની જરૂરિયાતોને જોતા સંસદના નવનિર્મિત ભવનમાં લોકસભામાં 888 અને રાજ્યસભામાં 384 સભ્યોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બંને ગૃહોનું સંયુક્ત સત્ર લોકસભા ચેમ્બરમાં જ થશે. સાંસદો માટે એક લોઉંજ, એક પુસ્તકાલય, ઘણાં સમિતિ કક્ષ, કેન્ટિન અને પુરતી પાર્કિંગ વ્યવસ્થા હશે.

નવી સંસદ બનાવવાનું ટેન્ડર ટાટા પ્રોજેક્ટને સપ્ટેમ્બર 2020માં આપવામાં આવ્યું હતું. જે રૂ. 861 કરોડમાં બનશે તેવો અંદાજ આંકવામાં આવ્યો હતો પરંતુ બાદમાં કેટલાક વધારાના કામોના લીધે આ કિંમત રૂ. 1200 કરોડ સુધી પહોંચી હતી.

આ પણ વાંચો : PM મોદીએ ઓડિશાને પ્રથમ VANDE BHARAT ટ્રેનની આપી ભેટ, જાણો રુટ-સમય સહિતની તમામ વિગતો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિ અમારી સાથે જોડાઓ.

Tags :
InaugurateLokSabhaNarendra ModiNew Parliament Buildingpm modiRajyasabha
Next Article