ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગાઝા શાંતિ કરારની સફળતા પર PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા, ફોન પર કરી હતી વાતચીત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાઝા સંઘર્ષના સમાધાન માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી શાંતિ પહેલની સફળતા બદલ તેમને અભિનંદન પાઠવ્યા છે
09:47 PM Oct 09, 2025 IST | Mustak Malek
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાઝા સંઘર્ષના સમાધાન માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી શાંતિ પહેલની સફળતા બદલ તેમને અભિનંદન પાઠવ્યા છે
Gaza Peace Deal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( PM Narendra Modi) એ ગાઝા સંઘર્ષના (Gaza Peace Deal)  સમાધાન માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી શાંતિ પહેલની સફળતા બદલ તેમને અભિનંદન પાઠવ્યા છે. ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન સંગઠન હમાસ વચ્ચે ગુરુવારે થયેલા આ કરારને પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા માટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું માનવામાં આવે છે. મહિનાઓ સુધી તણાવપૂર્ણ સંબંધો રહ્યા બાદ, ભારત અને અમેરિકા ફરી એકવાર ટ્રેક પર આવી રહી છે. આ સંદર્ભમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. ફોન પર વાત કરતા પીએમ મોદીએ ગાઝામાં શાંતિ પ્રસ્તાવની સફળતા બદલ ટ્રમ્પને અભિનંદન આપ્યા હતા. તેમણે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદા અંગે ચાલી રહેલી વાટાઘાટો વિશે પણ મહત્વપૂર્ણ માહિતી આપી હતી.

Gaza Peace Deal:   PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે તેમણે તેમના મિત્ર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરી અને ઐતિહાસિક ગાઝા શાંતિ યોજના'ની સફળતા પર તેમને અભિનંદન આપ્યા. વાતચીત દરમિયાન, બંને નેતાઓએ ટ્રેડ ડીલમાં થઈ રહેલી પ્રગતિની પણ સમીક્ષા કરી હતી અને આવનારા અઠવાડિયામાં નજીકના સંપર્કમાં રહેવા માટે સંમતિ દર્શાવી હતી. પીએમ મોદીના આ નિવેદનથી ભારત-અમેરિકાના સંબંધોની મજબૂતી અને વેપાર ક્ષેત્રે ચાલી રહેલી પ્રગતિ સ્પષ્ટ થાય છે.

Gaza Peace Deal: હમાસ અને ઇઝરાયેલે સ્વીકાર કર્યો શાંતિ પ્રસ્તાવ

આ કરાર હેઠળ, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામ (Ceasefire) લાગુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, કરારમાં ફિલિસ્તીની કેદીઓના બદલામાં ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવાની જોગવાઈ પણ સામેલ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની વ્યાપક શાંતિ યોજનાનો આ એક ભાગ છે, જે યુદ્ધને સમાપ્ત કરીને ક્ષેત્રમાં લાંબા ગાળાની અને સ્થાયી શાંતિ લાવવા પર કેન્દ્રિત છે. ભારતે શરૂઆતથી જ ટ્રમ્પની આ પહેલને મજબૂત સમર્થન આપ્યું છે.

આ પણ વાંચો :   અઝરબૈજાન વિમાન દુર્ઘટનામાં રશિયાએ માંગી માફી, પુતિને સ્વીકાર્યું મિસાઇલના કારણે દુર્ઘટના સર્જાઇ

Tags :
ceasefireDonald TrumpGazaGujarat FirstHamasIsraelNarendra Modipeace dealTrade Dealworld news
Next Article