PM Modi આજે સવારે પંજાબના આદમપુર એરબેઝ પર સૈનિકોને હોંશભેર મળ્યા
- પંજાબના Adampur Airbase પર વડાપ્રધાન મોદી પહોંચ્યા
- બહાદુર સૈનિકો સાથે PM Modi એ કરી ઉષ્માસભર મુલાકાત
- વડાપ્રધાન સાથે મુલાકાત બાદ સૈનિકો ખુશ જણાયા હતા
- દિલ્હીમાં પણ વડાપ્રધાન નિવાસસ્થાને થઈ રહી છે મહત્વની બેઠક
PM Modi : આજે સવારે પંજાબના આદમપુર એરબેઝ (Adampur Airbase) પર વડાપ્રધાન મોદી પહોંચ્યા હતા. ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પર રાષ્ટ્રને સંબોધન કર્યા બાદ વડાપ્રધાન મોદી (PM Modi) ની આ પ્રથમ અધિકૃત મુલાકાત છે. વડાપ્રધાન આજે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. અહીં તેઓ વાયુસેનાના જવાનોને જોશભેર મળ્યા અને તેમનું મનોબળ વધાર્યુ હતું.
ઉષ્માસભર મુલાકાત
PM Modi એ કોઈ પણ પ્રકારનું બેરિયર રાખ્યા સિવાય જવાનો સાથે ઉષ્માસભર મુલાકાત કરી હતી. આજે વહેલી સવારે પંજાબના Adampur Airbase પર આ મુલાકાત થઈ હતી. એરબેઝના જવાનો વડાપ્રધાન મોદીને મળીને ખૂબ ખુશ થયા હતા. વડાપ્રધાને જવાનોના સમૂહમાં રુબરુ જઈને તેમના ખબર અંતર પુછ્યા અને તેમની પાસેથી વર્તમાન સ્થિતિ પર માહિતી લીધી હતી. વડાપ્રધાન પણ બહાદુર સૈનિકોને મળ્યા બાદ ખુશ જણાતા હતા.
પ્રથમ અધિકૃત મુલાકાત
Operation Sindoor પર રાષ્ટ્રને સંબોધન કર્યા બાદ વડાપ્રધાન મોદીની આ પ્રથમ અધિકૃત મુલાકાત છે. ગત રાત્રે 22 મિનિટ સુધી વડાપ્રધાને દેશવાસીઓને ઓપરેશન સિંદૂર સહિત ભારત-પાકિસ્તાન યુદ્ધ (India-Pakistan War) વિષયક સંબોધન કર્યુ હતું. આ સંબોધન બાદ આજે વહેલી સવારે તેઓ પંજાબના આદમપુર એરબેઝ પર પહોંચ્યા હતા. એરબેઝ પર તેમણે બહાદૂર સૈનિકો સાથે ઉષ્માસભર મુલાકાત કરી હતી. તેમણે સૈનિકોના સમૂહમાં જઈને રુબરુ વાતચીત કરી હતી. તેમણે કોઈપણ પ્રકારનું બેરિયર રાખ્યા વિના સૈનિકો સાથે ખભેથી ખભો મીલાવીને વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન સૈનિકો અને વડાપ્રધાન બંને ખુશ જણાતા હતા.
PM Modi visits Adampur Airbase, interacts with Air warriors, salutes their courage
Read @ANI Story | https://t.co/bjSlKlLdhZ#PMModi #AdampurAirbase #IAF pic.twitter.com/SSAfeTGRFo
— ANI Digital (@ani_digital) May 13, 2025
દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠકોનો દોર યથાવત
ગત રાત્રે 22 મિનિટ સુધી વડાપ્રધાને દેશવાસીઓને ઓપરેશન સિંદૂર સહિત ભારત-પાકિસ્તાન યુદ્ધ (India-Pakistan War) વિષયક સંબોધન કર્યુ હતું. આ સંબોધન બાદ આજે વહેલી સવારે તેઓ પંજાબના આદમપુર એરબેઝ પર સૈનિકો સાથે ઉષ્માસભર મુલાકાત કરી હતી. જો કે દિલ્હીમાં પણ ઉચ્ચસ્તરીય બેઠકોનો દોર યથાવત છે. પંજાબના આદમપુર એરબેઝ પર સૈનિકો સાથે ઉષ્માસભર મુલાકાત કર્યા બાદ વડાપ્રધાન પોતાના નિવાસસ્થાને હજૂ પણ એક મહત્વની બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં ઓપરેશન સિંદૂર બાદની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન સાથે આ બેઠકમાં NSA અજીત ડોભાલ પણ જોડાયા છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) , કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) અને NSA અજીત ડોભાલ (Ajit Doval) વગેરે સાથે વડાપ્રધાન મોદીની બેઠકોનો દોર યથાવત છે.
PM Modi visits Adampur Airbase, interacts with Air warriors, salutes their courage
Read @ANI Story | https://t.co/bjSlKlLdhZ#PMModi #AdampurAirbase #IAF pic.twitter.com/SSAfeTGRFo
— ANI Digital (@ani_digital) May 13, 2025
આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરમાં લાગ્યા આતંકવાદીઓના પોસ્ટરો, માહિતી આપનારને મળશે 20 લાખનું ઈનામ