ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM મોદીએ નિષાદ પરિવારને પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાનગરી પહોંચી ગયા છે. થોડા સમય પહેલા તેમનું પ્લેન અહીં લેન્ડ થયું હતું. અહીં પહોંચતા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. તેમનો કાફલો થોડીવારમાં આગળ વધશે અને તેમના સ્વાગત માટે મોટી...
11:38 AM Dec 30, 2023 IST | Hardik Shah
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાનગરી પહોંચી ગયા છે. થોડા સમય પહેલા તેમનું પ્લેન અહીં લેન્ડ થયું હતું. અહીં પહોંચતા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. તેમનો કાફલો થોડીવારમાં આગળ વધશે અને તેમના સ્વાગત માટે મોટી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાનગરી પહોંચી ગયા છે. થોડા સમય પહેલા તેમનું પ્લેન અહીં લેન્ડ થયું હતું. અહીં પહોંચતા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. તેમનો કાફલો થોડીવારમાં આગળ વધશે અને તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉભા છે.

PM મોદી અયોધ્યાને 15,700 કરોડની ભેટ આપશે

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર બની રહેલા ભવ્ય રામ મંદિરમાં આવતા મહિને 22 જાન્યુઆરીના રોજ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવશે. જેને લઇને સૌ રામ ભક્તોમાં ખુશીની લહેર છે. ત્યારે આજનો દિવસ પણ અયોધ્યાનગરી માટે ખાસ છે. આજે 30 ડિસેમ્બર 2023 અયોધ્યાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં અંકિત થવાનો છે. આજે વડાપ્રધાન મોદી અયોધ્યા આવી રહ્યા છે, જ્યા તેઓ અયોધ્યાના 15,700 કરોડ રૂપિયાની ભેટ આપશે.

---------------------------------------------------------------------------------------------------

PM મોદીએ નિષાદ પરિવારને પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું

દરમિયાન રસ્તામાં તેઓ આવાસ યોજનાના લાભાર્થી મીરા માંઝીના ઘરે પહોંચ્યા. PM નિષાદ પરિવાર સાથે જોડાયેલા રવીન્દ્ર માંઝીના ઘરે પહોંચ્યા અને તેમને 22 જાન્યુઆરીએ કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું. PM અહીં નિષાદ પરિવાર સાથે જોડાયેલા રવિન્દ્ર માંઝીના ઘરે પહોંચ્યા અને તેમને 22 જાન્યુઆરીએ કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું. PM મોદીએ પોતે આમંત્રણ લખીને પરિવારને આપ્યું હતું. ત્યાં એક છોકરીએ PM સાથે સેલ્ફી લીધી. આ દરમિયાન રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પણ હાજર હતા. રામ મંદિરના પરિસરમાં ભગવાન નિષાદ રાજનું મંદિર બનાવવાની પણ યોજના છે.

PM મોદી એરપોર્ટ જવા રવાના

રેલ્વે સ્ટેશન પર કાર્યક્રમ બાદ હવે PM મોદી એરપોર્ટ જવા રવાના થશે. ત્યાં એરપોર્ટના નવા ટર્મિનલનું નિરીક્ષણ કરશે. તે પછી, એરપોર્ટ નજીકના સભા સ્થળ પર પહોંચશે અને ઉદ્ઘાટન-શિલારોપણ કાર્યક્રમમાં ભાગ લેશે. PM બપોરે 2 વાગ્યા પછી જનસભાને સંબોધશે.

PM એ અયોધ્યાધામ રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું

PM મોદીએ અયોધ્યા રેલ્વે સ્ટેશનની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું. હવે PM ટ્રેનમાં પહોંચ્યા અને શાળાના બાળકો સાથે વાત કરી. PMએ અહીં અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી.

PM નો એક કલાકનો રોડ શો, હવે પહોંચ્યા રેલ્વે સ્ટેશન

અયોધ્યામાં PM મોદીનો એક કલાકનો રોડ શો પૂર્ણ થઈ ગયો છે. આ દરમિયાન PM સમગ્ર રૂટ પર લોકોનું અભિવાદન સ્વીકારતા જોવા મળ્યા હતા. લોકોમાં અદ્દભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. PM હવે અયોધ્યા રેલ્વે સ્ટેશન પહોંચી ગયા છે. તેઓ ટૂંક સમયમાં રેલ્વે સ્ટેશનની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરશે. PM મોદી અયોધ્યા રેલ્વે સ્ટેશન પહોંચી ગયા છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક પણ અહીં હાજર છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી વૈષ્ણવે PM મોદીને રેલ્વે સ્ટેશનનું મોડેલ બતાવ્યું અને ત્યાંની સુવિધાઓ વિશે માહિતી આપી.

અયોધ્યામાં PM મોદીનો રોડ શો શરૂ

PM મોદીનો રોડ શો શરૂ થઈ ગયો છે. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રસ્તાની બંને બાજુઓ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે અને લોકો 'જય રામ, શ્રી રામ'ના નારા લગાવતા PM મોદીનું ફૂલોથી સ્વાગત કરી રહ્યા છે. આ દરમિયાન લોકો PM મોદીના રોડ શોની તસવીરો લેતા જોવા મળ્યા હતા. આ દરમિયાન મહિલાઓ રસ્તા પર ડાન્સ કરતી જોવા મળી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ લલ્લાની નગરી અયોધ્યામાં આવી પહોંચ્યા છે જ્યા તેમનું સ્વાગત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે કર્યું હતું.

PM મોદી પહોંચ્યા રામનગરી

અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચી ગયા છે અને આજે તેઓ અયોધ્યાને મોટી ભેટ આપશે. PM મોદી મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને પુનઃવિકાસિત અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનની નવનિર્મિત ઈમારતનું પણ ઉદ્ઘાટન કરશે. PM મોદી અયોધ્યાથી 6 વંદે ભારત અને બે અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ પછી PM મોદી મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટથી 16 કિલોમીટરનો રોડ શો પણ કરશે, જે દરમિયાન વૈદિક મંત્રોના જાપની વચ્ચે વૈદિક બ્રાહ્મણો અને સંત સમાજ સાથે ફૂલોની વર્ષા કરશે.

તંત્રએ સુરક્ષાવ્યવસ્થા કડક કરી

તંત્રએ કડક સુરક્ષા માટે રસ્તાની બંને બાજુએ બેરિકેડ કરી દીધા છે. વડાપ્રધાનના આગમનને કારણે નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે અને અયોધ્યા ધામમાં ચાલવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અયોધ્યામાં આજે વડાપ્રધાન રૂ. 15,700 કરોડની કિંમતની 46 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને માત્ર અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારો માટે રૂ. 11,100 કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે.

PM મોદીના સ્વાગત માટે અયોધ્યાનગરીને શણગારવામાં આવ્યું

અયોધ્યા વડાપ્રધાનના સ્વાગત માટે તૈયાર છે. લોકો સ્થળ પર પહોંચવા લાગ્યા છે. માર્ગોને ફૂલોથી શણગારવામાં આવ્યા છે. અહીં શંખ ​​નાદ અને ડમરુ વગાડીને PM નું સ્વાગત કરવામાં આવશે. અયોધ્યામાં દરેક ખૂણા પર સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે. લોક નર્તકો લોક સંસ્કૃતિની ધૂન અને સંગીત પર નાચતા જોવા મળે છે.

આ પણ વાંચો - PM મોદી આજે રામનગરીને આપશે 15,700 કરોડ રૂપિયાની ભેટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AyodhyaAyodhya DhamGujarat FirstNarendra Modipm modiPM Modi in Ayodhyapm narendra modiPM Narendra Modi Ayodhya Visitram mandir
Next Article