અટલ જયંતિ પર PM મોદીની મોટી પહેલ, કેન બેતવા લિંક પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ, 65 લાખ લોકોને મળશે પીવાનુ પાણી
- અટલ જયંતિ પર PM મોદીની મોટી પહેલ
- ખજુરાહોમાં કેન બેતવા લિંક પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ
- બે રાજ્યોના કુલ 65 લાખ લોકોને મળશે પીવાનુ પાણી
- ખેડૂતોની સિંચાઈની સમસ્યા હલ થશે
- પ્રવાસનને મળશે પ્રોત્સાહન
- રોજગારીની નવી તકો ઊભી થશે
આ પ્રોજેક્ટ હેઠળ મધ્યપ્રદેશના 10 જિલ્લાના લગભગ 44 લાખ અને ઉત્તર પ્રદેશના 21 લાખ લોકોને પીવાનું પાણી મળી શકશે. મતલબ કે, આ પ્રોજેક્ટનો સીધો ફાયદો બે રાજ્યોના કુલ 65 લાખ લોકોને થશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 44,605 કરોડ રૂપિયા છે.
PM મોદીની મોટી પહેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે, 25મી ડિસેમ્બરે અટલ બિહારી જયંતિના અવસર પર મધ્યપ્રદેશના ખજુરાહોમાં કેન-બેતવા નદી લિંક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. રાષ્ટ્રીય નદીને જોડો (નેશનલ ઇન્ટરલિંકિંગ ઓફ રિવર્સ)પોલિસી હેઠળ આ પ્રકારનો આ પહેલો પ્રયાસ હશે. આ પ્રોજેક્ટ હેઠળ મધ્યપ્રદેશના 10 જિલ્લાના લગભગ 44 લાખ અને ઉત્તર પ્રદેશના 21 લાખ લોકોને પીવાનું પાણી મળી શકશે. મતલબ કે, આ પ્રોજેક્ટનો સીધો ફાયદો બે રાજ્યોના કુલ 65 લાખ લોકોને થશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 44,605 કરોડ રૂપિયા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે મંગળવારે આ જાણકારી આપી હતી.
અનેક ખેડૂતોને થશે ફાયદો
2 હજાર ગામોના લગભગ 7.18 લાખ ખેડૂત પરિવારોને આ યોજનાનો લાભ મળશે. આનાથી 103 મેગાવોટ વીજળી અને 27 મેગાવોટ સૌર ઉર્જા પણ ઉત્પન્ન થશે.
સીએમ મોહન યાદવે કહ્યું...
આ પ્રોજેક્ટ વિશે વાત કરતા મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે કહ્યું, વડાપ્રધાન મોદી 25 ડિસેમ્બરે છતરપુર જિલ્લાના ખજુરાહોમાં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા આવી રહ્યા છે, જે બુંદેલખંડ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશનું ભાગ્ય અને છબી બદલી નાખશે. આ દરમિયાન મોહન યાદવે કહ્યું કે, કેન-બેતવા લિંક પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકાર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ વચ્ચે સહકાર અને સંકલનનું અનોખું ઉદાહરણ છે.
ખેડૂતોની સિંચાઈની સમસ્યા હલ થશે
મોહન યાદવે કહ્યું કે, અટલ બિહારી વાજપેયીના નદી જોડવાના અભિયાનના સપનાને સાકાર કરવા માટે વડાપ્રધાન મોદીએ પહેલ કરી છે. આ પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે અને તે પીવા અને ઔદ્યોગિક ઉપયોગ માટે પણ પાણી પૂરું પાડશે.
રોજગારીની નવી તકો ઊભી થશે
આ યોજના હેઠળ આર્થિક અને સામાજિક વિકાસની સાથે પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે. દુષ્કાળગ્રસ્ત બુંદેલખંડ વિસ્તારમાં પાણીનું સ્તર પણ સુધરશે. યાદવે જણાવ્યું હતું કે, કેન-બેતવા પ્રોજેક્ટ દેશની સૌથી મોટી સિંચાઈ યોજના છે, જે ભૂગર્ભ દબાણયુક્ત પાઇપ સિંચાઈ પદ્ધતિ અપનાવે છે.