ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રક્ષાબંધનમાં PM મોદીને રાખડી બાંધવા આવશે તેમની આ પાકિસ્તાની બહેન, જાણો શું કહ્યું

કમર મોહસિન શેખ જે પાકિસ્તાન મૂળની છએ અને પોતાના લગ્ન બાદ ભારત આવી ગઈ. વડાપ્રધાન મોદીને રાખડી બાંધવા માટે દિલ્હી જશે. પોતાના લગ્ન બાદ પાકિસ્તાનથી ભારત આવેલી કમર મોહસિન શેખે કહ્યું કે, તે 30 વર્ષથી વધારે સમયથી વડાપ્રધાન મોદીને રાખડી...
11:48 AM Aug 22, 2023 IST | Viral Joshi
કમર મોહસિન શેખ જે પાકિસ્તાન મૂળની છએ અને પોતાના લગ્ન બાદ ભારત આવી ગઈ. વડાપ્રધાન મોદીને રાખડી બાંધવા માટે દિલ્હી જશે. પોતાના લગ્ન બાદ પાકિસ્તાનથી ભારત આવેલી કમર મોહસિન શેખે કહ્યું કે, તે 30 વર્ષથી વધારે સમયથી વડાપ્રધાન મોદીને રાખડી...

કમર મોહસિન શેખ જે પાકિસ્તાન મૂળની છએ અને પોતાના લગ્ન બાદ ભારત આવી ગઈ. વડાપ્રધાન મોદીને રાખડી બાંધવા માટે દિલ્હી જશે. પોતાના લગ્ન બાદ પાકિસ્તાનથી ભારત આવેલી કમર મોહસિન શેખે કહ્યું કે, તે 30 વર્ષથી વધારે સમયથી વડાપ્રધાન મોદીને રાખડી બાંધે છે. દર વખતે જ્યારે રાખડી બાંધવા તેમની પાસે જાય છે ત્યારે કંઈને કંઈ ભેટ તેમના માટે લઈને જાય છે. આ વખતે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલા સારા કામ પર લખવામાં આવેલી પુસ્તક ભેટ કરશે.

દેશ માટે સારું કામ કરે છે

મોહસિન શેખે કહ્યું કે, હું તેમને રક્ષાબંધનની શુભકામનાઓ આપું છું. હું તેમના સારા સ્વાસ્થ્ય અને દિર્ઘાયુષ્ય માટે દરરોજ પ્રાર્થના કરું છું. મારું માનવું છે કે, મારી બધી ઈચ્છા પૂર્ણ થાય છે. તેમણે જણાવ્યું કે, જ્યારે તેમને પહેલીવાર રાખડી બાંધી ત્યારે તેઓ RSS કાર્યકર્તા હતા ત્યારે તેમના માટે ખુબ દુઆ માંગી હતી કે તેઓ મુખ્યમંત્રી બને અને બાદમાં તેઓ બની પણ ગયા. હું તેમના વડાપ્રધાન બનવવાની ઈચ્છા વ્યક્ત કરતી હતી. તેમની પ્રતિક્રિયા હંમેશા પોઝિટિવ હોય છે અને તેઓ કહેતા હતા કે, ભગવાન તમારી બધી ઈચ્છા પુરી કરશે. તેઓ દેશ માટે સરાહનિય કામ કરી રહ્યાં છે.

પોતાના હાથે રાખડી બનાવી

કમર મોહસિન શેખે આ વખતે પોતે રાખડી બનાવી છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, આ વખતે મેં પોતે રાખડી બનાવી છે. મેં તેમને કૃષિ પર આધારિત એક પુસ્તક ભેટમાં આપીશ કારણ કે, તેમને ભણવાનો શોખ છે. 2 થી 3 વર્ષ કોરોના મહામારીના કારણે રાખડી બાંધવા જઈ શકી નહી પણ આ વખતે હું તેમને રૂબરૂ મળીને રાખડી બાંધીશ.

દર વર્ષે બાંધે છે રાખડી

કમર મોહસિન શેખ દર વર્ષે વડાપ્રધાન મોદી માટે પોતાના હાથે રાખડી બનાવે છે અને તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ તેમના કાંડે રાડી બાંધતા હતા તે સમયે તેમને કહેતી હતી કે તે ભારતના વડાપ્રધાન બને ત્યારે વડાપ્રધાન પોતે કહેતા કે ઈશ્વર તારી આ ઈચ્છા પણ પુરી કરી દેશે.

આ પણ વાંચો : જો 23 ઓગસ્ટે કોઇ સમસ્યા નડી તો 27 ઓગસ્ટે કરાવાશે ચંદ્રયાન-3નું લેન્ડીંગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Pakistani Sisterpm narendra modiQamar Mohsin SheikhRakshabandhan 2023
Next Article