ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM MODI : 'વેડ ઇન ઇન્ડિયાની મુહિમ શરુ થવી જોઇએ'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઉત્તરાખંડમાં બે દિવસીય વૈશ્વિક રોકાણકારો સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ કોન્ફરન્સમાં દેશ અને દુનિયામાંથી મોટી સંખ્યામાં રોકાણકારો અને પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં લગ્ન કરવા બાબતે એક અભિયાન ચલાવવા હાકલ કરી...
06:31 PM Dec 08, 2023 IST | Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઉત્તરાખંડમાં બે દિવસીય વૈશ્વિક રોકાણકારો સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ કોન્ફરન્સમાં દેશ અને દુનિયામાંથી મોટી સંખ્યામાં રોકાણકારો અને પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં લગ્ન કરવા બાબતે એક અભિયાન ચલાવવા હાકલ કરી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઉત્તરાખંડમાં બે દિવસીય વૈશ્વિક રોકાણકારો સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ કોન્ફરન્સમાં દેશ અને દુનિયામાંથી મોટી સંખ્યામાં રોકાણકારો અને પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં લગ્ન કરવા બાબતે એક અભિયાન ચલાવવા હાકલ કરી છે. તેમણે ઉત્તરાખંડમાં એક કાર્યક્રમને સંબોધતાં કહ્યું કે મેક ઇન ઇન્ડિયાની જેમ વેડ ઇન ઇન્ડિયા મૂવમેન્ટ ચાલવી જોઇએ. લગ્ન ભારતમાં જ કરો. તેમણે કહ્યું કે હું તો ઇચ્છીશ કે આવનારા પાંચ વર્ષમાં પોતાના પરિવારમાંથી એક લગ્ન ડેસ્ટિનેશન લગ્ન ઉત્તરાખંડમાં કરો. જો એક વર્ષમાં 5 હજાર લગ્નો પણ અહીં થશે તો એક નવું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુથઇ જશે અને વિશ્વભરના લગ્નો અહીં થવા લાગશે.

વેડિંગ ડેસ્ટિનેશન વિશે કહી મોટી વાત

ઉત્તરાખંડને પરફેક્ટ વેડિંગ ડેસ્ટિનેશન ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે, 'હું દેશના અમીર લોકોને કહેવા માંગુ છું કે આપણા દેશમાં એવું માનવામાં આવે છે કે દરેક લગ્નમાં ભગવાન કપલ બનાવે છે. હું સમજી શકતો નથી કે ભગવાન જો યુગલ બનાવે છે તો તે યુગલ પોતાના જીવનની યાત્રા આ જ ભગવાનના ચરણોમાં જવાના બદલે વિદેશમાં કેમ જાય છે. હું ઈચ્છું છું કે આપણા દેશના યુવાનો માટે જેમ મેક ઈન ઈન્ડિયા છે તેમ વેડિંગ ઈન ઈન્ડિયા નામની ચળવળ થવી જોઈએ.. ભારતમાં લગ્ન કરો.. અત્યારે ફેશન થઇ ગઇ છે કે અહીં પણ ઘણા લોકો બેઠા હશે..'

ઉત્તરાખંડના લોકોએ કરી બતાવ્યું - પીએમ

ગ્લોબલ ઇન્વેસ્ટર્સ કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાને કહ્યું હતું કે ક્ષમતાઓથી ભરેલી આ દેવભૂમિ ચોક્કસપણે તમારા માટે ઘણા દરવાજા ખોલવા જઈ રહી છે.આજે ઉત્તરાખંડ એ મંત્રનું ઉજ્જવળ ઉદાહરણ છે જેની સાથે ભારત આગળ વધી રહ્યું છે. વિકાસ અને વારસાનો મંત્ર છે. PMએ કહ્યું કે મહત્વાકાંક્ષી ભારત આજે અસ્થિરતા નથી ઈચ્છતો, તે આજે સ્થિર સરકાર ઈચ્છે છે. અમે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં આ જોયું છે અને ઉત્તરાખંડની જનતાએ તે બતાવી દીધું છે. લોકોને અપીલ કરતાં પીએમએ કહ્યું, 'હું ઈચ્છું છું કે તમે કંઈક રોકાણ કરી શકો કે ન કરી શકો, તેને છોડી દો... આવતા પાંચ વર્ષમાં ઉત્તરાખંડમાં તમારા પરિવારના ઓછામાં ઓછા એક લગ્નનું આયોજન કરો. જો અહીં એક વર્ષમાં પાંચ હજાર લગ્નો પણ થવા લાગે તો નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થશે અને તે વિશ્વ માટે લગ્નનું નવું સ્થળ બની જશે. ભારત પાસે એટલી તાકાત છે કે જો તે સાથે મળીને નિર્ણય કરશે તો તે થઈ જશે. પીએમ મોદીએ કહ્યું કે બદલાતા સમયની સાથે ભારતમાં પણ પરિવર્તનનો જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.

ઉત્તરાખંડ મજબૂત બ્રાન્ડ બનશે

ઉત્તરાખંડની સુંદરતાના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું, 'આજે ભારતને જોવા માટે ભારતીયો અને વિદેશીઓ બંનેમાં અભૂતપૂર્વ ઉત્સાહ છે. અમે દેશભરમાં થીમ આધારિત પ્રવાસન સર્કિટ તૈયાર કરી રહ્યા છીએ. ભારતની પ્રકૃતિ અને ધરોહર બંનેનો વિશ્વને પરિચય કરાવવાનો પ્રયાસ છે.આ અભિયાનમાં ઉત્તરાખંડ પર્યટનની એક મજબૂત બ્રાન્ડ તરીકે ઉભરવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો----કેશ ફૉર ક્વેરી: TMC સાંસદ મહુઆ મોઇત્રાની સંસદ સદસ્યતા રદ, એથિક્સ કમિટિનો રિપોર્ટ મંજૂર થતા નિર્ણય

Tags :
Make-in-IndiaMarriageUttarakhandWed in IndiaWedding
Next Article