વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેવમોગરા માતાજી સમક્ષ શીશ ઝૂકાવ્યું
- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતની મુલાકાતે
- પ્રથમ સુરત પહોંચ્યા, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરી
- ત્યાર બાદ દેવમોગરા માતાજી સમક્ષ શિશ ઝૂકાવ્યું
PM Narendra Modi In Gujarat : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi In Gujarat) આજે ગુજરાતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ વિકાસ કાર્યોની સમીક્ષા અને ભેેંટ આપનાર છે, સાથે જ અને આદિવાસી સમાજના આગેવાન અને ભગવાન બિરસા મુન્ડાની 150મી જયંતિ ઉજવણીમાં ભાગ લેશે. જે અંતર્ગત તેઓ આજે સવારે સુરત એરપોર્ટ (Surat - Airport) પર આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તે બાદ તેઓ ડેડિયાપાડા (PM Narendra Bhai Modi In Dediyapada) પહોંચ્યા છે. જ્યાં તેમણે આદિવાસીઓના માતાજી દેવમોગરા માતાજી (Devmogra Mataji) ના મંદિરે પહોંચ્યા છે. અને પારંપરિક વેશભૂષામાં સજ્જ થઇને માતાજી સમક્ષ શીશ ઝૂકાવ્યું છે. ત્યાર બાદ તેઓ રોડ શો મારફતે કાર્યક્રમ સ્થળે પહોચનાર છે. જ્યાં તેઓ જંગી મેદનીને સંબોધઘન કરશે.
બે કલાકમાં અમદાવાદથી મુંબઇ પહોંચાશે
આજે સવારે વડાપ્રધાન મોદી સુરત પહોંચ્યા છે. અને ત્યાં અંતરોળી ગામે આવેલા અંડર-કન્સ્ટ્રક્શન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઇને, મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર (MAHSR) પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેઓ ડાયમંડ-થીમ્ડ સુરત સ્ટેશનની તૈયારીઓનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હોવાનું જાણવા મલી રહ્યું છે. આ 508 કિલોમીટર લાંબા પ્રોજેક્ટમાંથી સુરત-બિલિમોરા વચ્ચેના 47 કિલોમીટરના વિસ્તારનું નિર્માણ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે, જે 2027 સુધીમાં ઓપરેશનલ થવાની યોજના છે. આ પ્રોજેક્ટથી મુંબઈ-સુરત વચ્ચેની મુસાફરી 100 મિનિટથી વધુ ઘટશે અને મુંબઈ-અમદાવાદ વચ્ચે માત્ર 2 કલાક 7 મિનિટ લાગશે.
કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેંટ મળશે
ત્યાર બાદ વડાપ્રધાન નર્મદા જિલ્લાના દેવમોગરા (મોગરા) માતાજી મંદિર પહોંચ્યા છે, જ્યાં તેઓએ પારંપરિક વેશભૂષામાં સજ્જ થઇને માતાજી સમક્ષ શીશ ઝૂકાવ્યું છે, અને પૂજા-આરતી અને દર્શન કરશે. આ પછી તેઓ ડેડિયાપાડા તાલુકામાં આયોજિત જનજાતિય ગૌરવ દિવસના કાર્યક્રમમાં રેલી સ્વરૂપે પહોંચ્યા છે, રેલીમાં તેમણે લોકોનું અભિવાદન સ્વિકાર્યું હતું. આ તકે વડાપ્રધાન નર્મદા જિલ્લામાંથી 9,700 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરશે, જેમાં આદિવાસી વિસ્તારોના વિકાસને પ્રાધાન્ય મળશે.
આ પણ વાંચો ---- LIVE: PM Modi Visit Gujarat : PM મોદી નર્મદા જિલ્લાની મુલાકાતે, દેવમોગરા મંદિરમાં કરી પ્રાર્થના