PM MODI IN CYPRUS : PM મોદીને સાયપ્રસનું સર્વોચ્ચ સન્માન 'ગ્રેન્ડ ક્રૉસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિયોસ' એનાયત
- ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદી પ્રથમ પાંચ દિવસના વિદેશ પ્રવાસે
- સાયપ્રસમાં ભારતને 23 મું સર્વોચ્ચન સન્માન અપાયું
- સુરક્ષાના વ્યુહાત્મક પગલાં તરીકે સાયપ્રસની મુલાકાતે આંકવામાં આવી રહી છે
PM MODI IN CYPRUS : પાકિસ્તાન વિરૂદ્ધ ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) બાદ ભારતના વડાપ્રધાન (PM NARENDRA MODI) પ્રથમ વખત વિદેશ પ્રવાસે છે. વડાપ્રધાન મોદીની પાંચ દિવસના વિદેશ પ્રવાસના પ્રથમ પડાવમાં સાયપ્રસ (CYPRUS VISIT) પહોંચ્યા છે. જ્યાં બંને દેશોના વડા વચ્ચે વેપાર અને રાજદ્વારિ સંબંધો મજબુત કરવાની દિશામાં વાટાઘાટો કરવામાં આવી છે. આ તકે સાયપ્રસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ સન્માન ગ્રેન્ડ ક્રૉસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિયોસ (GRAND CROSS OF THE ORDER OF MAKARIOS HONOR - CYPRUS) એનાયત કરવામાં આવ્યું છે. ભારત સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત કરનારો 23 મો દેશ બન્યો છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ 140 કરોડ ભારતીયોનું સન્માન છે.
વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા
સાયપ્રસમાં ભારતના હાઈ કમિશનર મનીષે જણાવ્યું હતું કે, "આ મુલાકાત ઘણા કારણોસર ઐતિહાસિક બનવાની છે. બે દાયકાથી વધુ સમય પછી આપણા દેશના વડાપ્રધાન અહીંયા આવી રહ્યા છે. આ પીએમ મોદીની આ દેશની પહેલી મુલાકાત હશે. મને લાગે છે કે, સૌથી મહત્વપૂર્ણ પરિણામો વેપાર, ટેકનોલોજી, પર્યટન અને રોકાણમાં જોવા મળશે. અમે સંરક્ષણ અને સુરક્ષા, વ્યવસાય અને લોકો વચ્ચેના સંપર્કો તેમજ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરીશું."
બે દાયકા બાદ પ્રથમ મુલાકાત
વિદેશ મંત્રાલય (MEA) એ માહિતી આપી છે કે, પ્રધાનમંત્રી 15 થી 19 જૂન દરમિયાન સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની સત્તાવાર મુલાકાત લેશે. સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સના આમંત્રણ પર પીએમ મોદી 15 થી 16 જૂન દરમિયાન સાયપ્રસની સત્તાવાર મુલાકાત લેશે. બે દાયકાથી વધુ સમયમાં ભારતીય વડા પ્રધાનની સાયપ્રસની આ પહેલી મુલાકાત હશે.
G7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડાની મુલાકાત લેશે
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા અને ભૂમધ્ય ક્ષેત્ર અને યુરોપિયન યુનિયન સાથે ભારતના સંપર્કોને મજબૂત બનાવવા માટે બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરશે. પીએમ મોદી 15 - 16 જૂન દરમિયાન સાયપ્રસની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 16 - 17 જૂનના રોજ કનાનાસ્કિસમાં G7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડાની મુલાકાત લેશે. મોદી 18 જૂને ક્રોએશિયાની સત્તાવાર મુલાકાત સાથે પાંચ દિવસની મુલાકાતનું સમાપન કરશે. તેમની મુલાકાતના બીજા તબક્કામાં, પ્રધાનમંત્રી મોદી G7 સમિટમાં હાજરી આપવા માટે કનાનાસ્કિસ જશે.
આ પણ વાંચો --- '6 દસકામાં પ્રથમ વખત ભારતમાં સતત ત્રીજી વખત એક જ સરકાર ચૂંટાઇને આવી' – PM મોદી