ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Greece થી ભારત આવી વડાપ્રધાન મોદી શનિવારે બેંગલુરુમાં ISRO ના વૈજ્ઞાનિકો સાથે કરશે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે 25 ઓગસ્ટના રોજ ગ્રીસના એથેંસથી ભારત માટે રવાના થઈ ગયા છે. દક્ષિણ આફ્રીકા અને ગ્રીસની પોતાની બે દેશોની યાત્રા પૂર્ણ કર્યાં બાદ વડાપ્રધાન મોદી પૂર્વ નિર્ધારિત યાત્રા પર સીધા બેંગલુરૂ, કર્ણાટક જઈ રહ્યાં છે. તેઓ શનિવારે...
12:01 AM Aug 26, 2023 IST | Viral Joshi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે 25 ઓગસ્ટના રોજ ગ્રીસના એથેંસથી ભારત માટે રવાના થઈ ગયા છે. દક્ષિણ આફ્રીકા અને ગ્રીસની પોતાની બે દેશોની યાત્રા પૂર્ણ કર્યાં બાદ વડાપ્રધાન મોદી પૂર્વ નિર્ધારિત યાત્રા પર સીધા બેંગલુરૂ, કર્ણાટક જઈ રહ્યાં છે. તેઓ શનિવારે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે 25 ઓગસ્ટના રોજ ગ્રીસના એથેંસથી ભારત માટે રવાના થઈ ગયા છે. દક્ષિણ આફ્રીકા અને ગ્રીસની પોતાની બે દેશોની યાત્રા પૂર્ણ કર્યાં બાદ વડાપ્રધાન મોદી પૂર્વ નિર્ધારિત યાત્રા પર સીધા બેંગલુરૂ, કર્ણાટક જઈ રહ્યાં છે. તેઓ શનિવારે 26 ઓગસ્ટના દિવસે ચંદ્રયાન મિશનમાં સામેલ થયેલા ઈસરોના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરશે. ચંદ્રયાન-3ની સફળતાના તરત બાદ 23 ઓગસ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોના પ્રમુખ એસ.સોમનાથને ફોન પર શુભકામના આપી હતી અને વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરવાની વાત કરી હતી.

શું છે કાર્યક્રમ

વડાપ્રધાન મોદી શનિવારે સવારે 5.30 કલાકે બેંગલુરુના HAL એરપોર્ટ પર પહોંચશે. સવારે 6.30 કલાકે એરપોર્ટ પરથી વડાપ્રધાન મોદી ઈસરો માટે રવાના થશે. સુત્રો અનુસાર વડાપ્રધાન મોદી સવારે આશરે એક કલાક સુધી ઈસરોમાં રહેશે જ્યાં તેઓ ચંદ્રયાન મિશનની ટીમને મળશે.

બે દેશોની યાત્રા

વડાપ્રધાન મોદી મંગળવારે દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની ચાર દિવસીય યાત્રા પર જ્હોનિસબર્ગ પહોંચ્યા હતા. તેમણે જ્હોનિસબર્ગમાં આફ્રિકાના રાષ્ટ્રપતિ માટામેલા સિરિલ રામફોસાના નિમંત્રણ પર 22 થી 24 ઓગસ્ટ સુધી આયોજીત થયેલા બ્રિક્સ નેતાઓના 15માં શિખર સમ્મેલનમાં ભાગ લીધો. અહીં વજાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે અનૌપચારિક વાતચીત પણ થઈ. તે પછી વડાપ્રધાન મોદી શુક્રવારે ગ્રીસ પહોંચ્યાં. અહીં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી ગ્રીસના શીર્ષ નેતૃત્વ સાથે દ્વિપક્ષિય બેઠક કરી. છેલ્લા 40 વર્ષોમાં કોઈ ભારતીય વડાપ્રધાનની ગ્રીસની આ પહેલી મુલાકાત હતી.

આ પણ વાંચો : GREECE માં CHANDRAYAAN-3 ની સફળતા પર PM MODI એ કહી આ મહત્વની વાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AthensBengaluruChandrayaan-3IndiaISROpm narendra modi
Next Article