Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM MODI IN CYPRUS : ભારતે પાકિસ્તાનના મિત્રનું ટેન્શન વધાર્યું, PM મોદીનો માસ્ટરસ્ટ્રોક

PM MODI IN CYPRUS : પીએમ મોદીની સાયપ્રસ મુલાકાતને તુર્કી અને પાકિસ્તાન વચ્ચેના મજબૂત સંબંધો વિરૂદ્ધ આંકવામાં આવી રહ્યા છે.
pm modi in cyprus   ભારતે પાકિસ્તાનના મિત્રનું ટેન્શન વધાર્યું  pm મોદીનો માસ્ટરસ્ટ્રોક
Advertisement
  • ભારતના વડાપ્રધાને બે દાયકા બાદ સાયપ્રસની મુલાકાત લીધી
  • વડાપ્રધાન મોદીની આ મુલાકાત માસ્ટર સ્ટ્રોક સાબિત થઇ શકે છે
  • ભારતના દુશ્મન દેશ પાકિસ્તાનના મિત્ર તુર્કિયેને ઉંધ હરામ થવાની તૈયારીઓ

PM MODI IN CYPRUS : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) સાયપ્રસ (CYPRUS) પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર અને UPI સહિતના ઘણા મુદ્દાઓ પર ચર્ચા શકે છે. મનાઇ રહ્યું છે કે, ભારતીય વડા પ્રધાનની આ મુલાકાત તુર્કીની (TURKIYE) ચિંતાઓ વધારી શકે છે. ખાસ વાત એ છે કે, ભારત દ્વારા આતંકવાદ વિરુદ્ધ શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) દરમિયાન તુર્કીએ ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો.

દ્વિપક્ષીય વેપાર 'સ્થિર' રહ્યો

બે દાયકાથી વધુ સમયમાં ભારતીય વડા પ્રધાનની આ પહેલી સાયપ્રસની મુલાકાત છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તાજેતરના વર્ષોમાં ભારત અને સાયપ્રસ વચ્ચે દ્વિપક્ષીય વેપાર 'સ્થિર' રહ્યો છે. જે એપ્રિલ 2023 થી માર્ચ 2024 દરમિયાન US$ 136.96 મિલિયન રહ્યો છે. પીએમ મોદીની સાયપ્રસ મુલાકાતને તુર્કી અને પાકિસ્તાન વચ્ચેના મજબૂત સંબંધોના વિરૂદ્ધ ના પગલા તરીકે પણ આંકવામાં આવી રહ્યા છે. જો કે, હજી સુધી સરકારે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.

Advertisement

સાયપ્રસ અને તુર્કીયે લાંબા સમયથી સંઘર્ષ જારી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1974 માં તુર્કીએ ટાપુ પર આક્રમણ અને વિભાજન કર્યા પછી સાયપ્રસ અને તુર્કીયે લાંબા સમયથી સંઘર્ષ જારી છે. સાયપ્રસ યુરોપિયન યુનિયનનું સભ્યપદ ધરાવે છે. જ્યારે તુર્કી ફક્ત TRNC એટલે કે ઉત્તરી સાયપ્રસના ટર્કિશ રિપબ્લિકને માન્યતા આપે છે. એવું મનાઇ રહ્યું છે કે, સાયપ્રસ જવું અને સંભવતઃ બફર ઝોનની મુલાકાત લેવી એ ભારતનો સંદેશ છે કે, ભારત તુર્કીના વિસ્તરણવાદ સામે સાયપ્રસની સાથે છે.

Advertisement

આ મુદ્દો યુરોપિયન યુનિયન સ્તરે ઉઠાવવામાં આવશે

આ નિર્ણય પાકિસ્તાનને રાજદ્વારી રીતે અલગ પાડવાની ભારતની વ્યૂહરચનાની રીતે પણ ચર્ચાઇ રહ્યો છે. સાયપ્રસે કાશ્મીર, આતંકવાદ અને UNSC સુધારાઓ પર પણ ભારતની માંગને ટેકો આપ્યો છે. સાયપ્રસે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. અને એમ પણ કહ્યું કે, આ મુદ્દો યુરોપિયન યુનિયન સ્તરે ઉઠાવવામાં આવશે.

ભારતીય કંપનીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે

પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં આવેલા સાયપ્રસનું ભૌગોલિક સ્થાન તેને ભારત માટે EU સભ્ય રાજ્ય તરીકે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બનાવે છે. તેની સમુદ્ર સીમા તુર્કીયે અને સીરિયાની નજીક છે. આ ઉપરાંત, સાયપ્રસની સૌથી મોટી બેંક યુરોબેંકે તાજેતરમાં મુંબઈમાં એક ઓફિસ ખોલવાની જાહેરાત કરી છે. આ વ્યવસાયિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. એક અહેવાલ મુજબ, સાયપ્રસનું અદ્યતન નાણાકીય સેવા ક્ષેત્ર, કર વ્યવસ્થા અને શિપિંગ ઉદ્યોગ યુરોપિયન બજારનો લાભ લેવા માંગતી ભારતીય કંપનીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. IMEC એટલે કે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ કોરિડોર દ્વારા કનેક્ટિવિટીની દ્રષ્ટિએ પણ સાયપ્રસ મહત્વપૂર્ણ રહેશે. કારણ કે, તે એનર્જી કોરિડોરનો એક ભાગ છે.

વેપાર અને સુરક્ષા સહિત અનેક મુદ્દાઓ પર સંબંધોનો ફાયદો

2026 માં સાયપ્રસ EU કાઉન્સિલનું પ્રમુખપદ સંભાળશે. આ સ્થિતિમાં, ભારતને સાયપ્રસ સાથે વેપાર અને સુરક્ષા સહિત અનેક મુદ્દાઓ પર સંબંધોનો ફાયદો થઈ શકે છે. આ સાથે જ FDI એટલે કે સીધા વિદેશી રોકાણની દ્રષ્ટિએ સાયપ્રસનો ભારતમાં મોટો હિસ્સો છે.

આ પણ વાંચો --- '6 દસકામાં પ્રથમ વખત ભારતમાં સતત ત્રીજી વખત એક જ સરકાર ચૂંટાઇને આવી' – PM મોદી

Tags :
Advertisement

.

×