PM Modi In Gujarat: PM મોદીના હસ્તે ગુજરાતને મળી વિકાસની ભેટ, સાણંદમાં ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ
સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં વિશ્વના નકશા પર ભારતને અગ્રીમ હરોળમાં લાવવા માટે ગુજરાત તૈયાર છે. સાણંદ ખાતે શરૂ થનારો નવો પ્લાન્ટ માત્ર એક પ્રોજેક્ટ નથી, પરંતુ લાખો યુવાનો માટે રોજગારીની તક અને દેશના ટેકનોલોજીકલ ભવિષ્યનો મજબૂત પાયો છે.
Advertisement
PM modi Reached Ahmedabad: ભારતના સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહેલા ગુજરાત માટે વધુ એક ગૌરવપૂર્ણ ક્ષણ આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન, સાણંદ ખાતે નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી. આ પ્રોજેક્ટ સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે ભારત માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.

