સો. મીડિયાના 'કિંગ' બન્યા PM Modi! YouTube પર સબસ્ક્રાઇબર્સના આંકડાએ રચ્યો ઇતિહાસ
- આ સિદ્ધિ હાંસલ કરનાર PM Narendra Modi બન્યા વિશ્વના પ્રથમ રાજકીય નેતા
- અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા YouTube પર 7 ગણા વધુ સબસ્ક્રાઇબર્સ
- તાજેતરમાં જ Instagram પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો કર્યો પાર
- ભારતમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ કરતા અનેકગણું મોટું ડિજિટલ ફેન ફોલોઇંગ
- રેન્કિંગમાં બ્રાઝિલ અને તુર્કીના નેતાઓને પછાડી PM નરેન્દ્રભાઈ મોદી સૌથી લોકપ્રિય નેતા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ (PM Narendra Modi) ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની લોકપ્રિયતાનો નવો પરચો આપ્યો છે. ઇન્સ્ટાગ્રામ (Instagram) પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કર્યાના થોડા જ સમયમાં તેમણે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. વડાપ્રધાન મોદીના સત્તાવાર YouTube ચેનલ પર હવે સબસ્ક્રાઇબર્સની સંખ્યા 30 મિલિયનને (30 Million Subscribers) પાર કરી ગઈ છે. આ સાથે તેઓ વિશ્વના એવા પ્રથમ રાજકીય નેતા બની ગયા છે જેમની YouTube ચેનલ પર આટલી મોટી સંખ્યામાં ફોલોઅર્સ હોય.
PM Modi અન્ય તમામ નેતાઓ કરતા ઘણા આગળ
વૈશ્વિક સ્તરે સરખામણી કરવામાં આવે તો PM નરેન્દ્રભાઈ મોદી અન્ય તમામ નેતાઓ કરતા ઘણા આગળ છે. રેન્કિંગ મુજબ, બીજા ક્રમે બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો (Jair Bolsonaro) છે, જેમના સબસ્ક્રાઇબર્સ PM મોદી કરતા ચોથા ભાગના જ છે. એટલું જ નહીં, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) કરતા વડાપ્રધાન મોદીના સબસ્ક્રાઇબર્સ સાત ગણાથી પણ વધુ છે. ભારતની વાત કરીએ તો, YouTube પર PM નરેન્દ્રભાઈ મોદી પાસે રાહુલ ગાંધી કરતા ત્રણ ગણા અને આમ આદમી પાર્ટી કે કોંગ્રેસની ચેનલ કરતા ચાર ગણા વધુ સબસ્ક્રાઇબર્સ છે.
ઇન્સ્ટાગ્રામ પર પણ પીએમ નરેન્દ્રભાઈ મોદીનો દબદબો
માત્ર YouTube જ નહીં, પરંતુ ઇન્સ્ટાગ્રામ પર પણ PM નરેન્દ્રભાઈ મોદીનો દબદબો જોવા મળે છે. તેઓ 100 મિલિયન ફોલોઅર્સ ધરાવતા વિશ્વના પ્રથમ નેતા છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના ફોલોઅર્સની સંખ્યા ડોનાલ્ડ ટ્રમ્પ કરતા બમણી છે. ભારતીય રાજકારણમાં તેમના પછી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) 16.1 મિલિયન અને રાહુલ ગાંધી (Rahul Gandhi) 12.6 મિલિયન ફોલોઅર્સ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. 2014 માં સોશિયલ મીડિયા સાથે જોડાયેલા PM નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના સૌથી પ્રભાવશાળી ડિજિટલ લીડર તરીકે ઉભરી આવ્યા છે.
આ પણ વાંચો : Sonia Gandhi on Khamenei: ખામેનીના મોત પર PM મોદીના મૌન પર સોનિયા ગાંધીએ કર્યા આકરા પ્રહાર


