Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંસ્કારી નગરીમાં આગમન

VADODARA : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જુના એરપોર્ટ થી લઇને એરફોર્સ સ્ટેશન સુધી આશરે 1 કિમી સુધી રોડ શો ચાલશે, ત્યાર બાદ તેઓ દાહોદ જશે
vadodara   વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંસ્કારી નગરીમાં આગમન
Advertisement
  • ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મહેમાન બન્યા
  • તેઓ બે દિવસ દરમિયાન અનેક કાર્યક્રમો, રોડ શોમાં હાજરી આપશે
  • તંત્ર દ્વારા અગાઉથી જ કમર કસી લેવામાં આવી છે

VADODARA : દુશ્મન દેશના દાત ખાટા કરનાર ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) બાદ પ્રથમ વધત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM NARENDRA MODI) આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે (GUJARAT VISIT) આવી રહ્યા છે. ત્યારે તેઓ દિલ્હીથી સૌપ્રથમ વડોદરા એરપોર્ટ (VADODARA AIRPORT) પર આવી પહોંચ્યા છે. અહિં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સહિત અન્ય મહાનુભાવો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત (GRAND WELCOME TO PM MODI) કરવામાં આવ્યું છે. તે બાદ તેઓએ ટુંકા રોડ શોમાં ભાગ લીધો છે. જુના એરપોર્ટ થી લઇને એરફોર્સ સ્ટેશન સુધી આશરે 1 કિમી સુધી રોડ શો ચાલ્યો જેમાં તેમણે કારમાંથી બહાર આવીને લોકોનું અભિવાદન ઝીલ્યું છે. ત્યાર બાદ તેઓ દાહોદમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે હવાઇ માર્ગે જનાર છે.

અનેક મહાનુભવો હાજર રહ્યા

આ તકે વડોદરા એરપોર્ટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર શ્રીમતી પિન્કીબેન સોની, મુખ્ય સચિવ પંકજ જોશી, રાજ્યની પોલીસના વડા વિકાસ સહાય, કલેક્ટર અનિલ ધામેલિયા તેમજ શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમાર પણ ઉપસ્થિત રહીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : વડાપ્રધાન મોદીને પોંખવા વડોદરા તૈયાર, રૂટ પર ઓપરેશન સિંદૂરની ઝાંખી છવાઇ

Advertisement

Tags :
Advertisement

.

×