'OPERATION SINDOOR' ના નામથી પાકિસ્તાનને શર્મજનક હાર યાદ આવશે - PM મોદી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા
- કટારામાં જાહેરસભામાં પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર
- હજારો કરોડના વિકાસકાર્યોની આજે ભેંટ મળી
PM MODI IN KATARA : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) એ આજે જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ પુલ (CHINAB BRIDGE) નું ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન તેમણે હવામાં ત્રિરંગો પણ લહેરાવ્યો છે. ચિનાબ બ્રિજના ઉદ્ઘાટન પછી પીએમ મોદી કટરા (KATARA) ખાતે એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા છે. જેમાં પીએમ મોદીએ ફરી એકવાર પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, પાકિસ્તાન માનવતા અને ગરીબોની રોજીરોટીનો વિરોધી છે. પાકિસ્તાને કાશ્મીરના આદિલને પણ મારી નાખ્યો છે.
પાકિસ્તાને કાશ્મીરને નષ્ટ કરવાનું કાવતરું ઘડ્યું હતું
પીએમ મોદીએ કહ્યું કે, પાકિસ્તાનનું કાવતરું કાશ્મીરને નષ્ટ કરવાનું હતું. પાકિસ્તાને કાશ્મીરની ઘણી પેઢીઓ બરબાદ કરી દીધી છે. કાશ્મીરે આતંકવાદને પોતાના ભાગ્ય તરીકે સ્વીકારી લીધો હતો. પરંતુ હવે અહીં પરિસ્થિતિઓ બદલાઈ રહી છે.
પર્યટનનો વિરોધી પાકિસ્તાન
પીએમ મોદીએ કહ્યું કે, પહલગામમાં માનવતા અને કાશ્મીરીયત પર હુમલો થયો હતો. પાકિસ્તાન પર્યટનનો વિરોધ કરે છે. આ સાથે પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે પણ પાકિસ્તાન ઓપરેશન સિંદૂરનું નામ લેશે. તેને તેની પીડાદાયક હાર યાદ રહેશે.
6 મેની રાત્રે, આતંકવાદીઓનો પર વિનાશ વર્ત્યો
ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, 6 મેની રાત્રે આતંકવાદીઓ પર વિનાશ વર્ત્યો હતો. ગભરાયેલા પાકિસ્તાને કાશ્મીરના સામાન્ય લોકો પર હુમલો કર્યો હતો. તેમણે ગુરુદ્વારા અને મસ્જિદ પર હુમલો કર્યો.
લાખો લોકોનું સ્વપ્ન સાકાર થયું
પીએમ મોદીએ કહ્યું કે, આ ભારતની એકતા અને ઇચ્છાશક્તિનો વિશાળ અનુભવ છે. આ ભારતની નવી તાકાતની ઘોષણા છે. ઉપરાંત, પીએમ મોદીએ કહ્યું કે, ચિનાબ બ્રિજના ઉદ્ઘાટન સાથે જમ્મુ અને કાશ્મીરના લાખો લોકોનું સ્વપ્ન પૂર્ણ થયું છે.
રેલ પ્રોજેક્ટ જમ્મુ અને કાશ્મીરની નવી તાકાત છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કટરાથી કહ્યું કે, 'ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લાઈન પ્રોજેક્ટ ફક્ત એક નામ નથી, તે જમ્મુ અને કાશ્મીરની નવી તાકાતની ઓળખ છે.' આ ભારતની નવી શક્તિની ઘોષણા છે. થોડા સમય પહેલા મને ચિનાબ અને અંજી પુલનું ઉદ્ઘાટન કરવાની તક મળી હતી. આજે જમ્મુ અને કાશ્મીરને બે નવી વંદે ભારત ટ્રેન મળી છે. રૂ. 46 હજાર કરોડના આ પ્રોજેક્ટ્સ જમ્મુ અને કાશ્મીરના વિકાસને વેગ આપશે.
કાશ્મીરથી કન્યાકુમારી સુધી રેલ નેટવર્ક
પીએમ મોદીએ ઉમેર્યું કે, આજે, માતા વૈષ્ણોદેવીના આશીર્વાદથી, કાશ્મીરની ખીણ ભારતના રેલ્વે નેટવર્ક સાથે જોડાયું છે. ભારત માતાનું વર્ણન કરતી વખતે, આપણે આદરપૂર્વક કહીએ છીએ. કાશ્મીરથી કન્યાકુમારી સુધી રેલ્વે નેટવર્ક છે. આ હવે રેલ્વે નેટવર્ક માટે પણ વાસ્તવિકતા બની ગઈ છે.
આ એક પડકારજનક પ્રોજેક્ટ હતો - પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું કે, 'આજે જમ્મુ અને કાશ્મીરના લાખો લોકોનું સ્વપ્ન પૂર્ણ થયું છે.' હવે મારે બધા સારા કામ પૂર્ણ કરવાના છે. અમારી સરકારનું સૌભાગ્ય છે કે, અમારા કાર્યકાળ દરમિયાન આ પ્રોજેક્ટને ગતિ મળી છે અને અમે તેને પૂર્ણ કર્યો છે. આ એક પડકારજનક પ્રોજેક્ટ હતો, પરંતુ અમારી સરકારે હંમેશા પડકારનો સામનો કરવાનો માર્ગ પસંદ કર્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં બની રહેલા પ્રોજેક્ટ્સ તમામ રૂતુને અનુકુળ રહેશે તે તેનું ઉદાહરણ છે.
આ પણ વાંચો --- PM મોદીએ કાશ્મીરને આપી સૌથી મોટી ભેટ, ચિનાબ રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું