PM Modi 3.0 : 'અમારી સરકારે અશક્ય લાગતા નિર્ણયો કર્યા' - જે.પી.નડ્ડા
- આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને 11 વર્ષ પૂર્ણ
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે સરકારની સિદ્ધીઓ ગણાવી
- અમારી સરકારે અશક્ય લાગતા નિર્ણયો લીધા છે - જે. પી. નડ્ડા
PM Modi 3.0 : આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA BHAI MODI) ની સરકારને 3.0 (MODI 3.0) એટલે કે 11 વર્ષ પૂર્ણ થયા છે. આ તકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ (BJP NATIONAL PRESIDENT) જેપી નડ્ડા (J. P,. NADDA) દ્વારા જણાવાયું કે, અમારી સરકારે મોટા આર્થિક નિર્ણયો લીધા છે. જેને પગલે દેશની માથાદિઠ આવકમાં વધારો થયો છે. 11 વર્ષ પહેલા સરકાર ભ્રષ્ટાચારમાં ડૂબેલી હતી. વિતેલા 11 વર્ષમાં દેશમાં મોટા બદલાવ આવ્યા છે.
વિતેલા વર્ષોમાં ભારતની રાજકીય સંસ્કૃતિ બદલાઇ છે
આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારના કાર્યકાળને 11 વર્ષ પૂર્ણ થયા છે. જેની ઉજવણી મોદી સરકાર 3.0 હેઠળ કરવામાં આવી રહી છે. આ તકે ભાજપના રાષ્ટીય અધ્યક્ષ જે. પી. નડ્ડા દ્વારા સરકારની સિદ્ધીઓને વર્ણવવામાં આવી છે. તેમનું કહેવું છે કે, આજે પીએમ નરેન્દ્રભાઇ મોદીના સુશાસનને 11 વર્ષ પૂર્ણ થયા છે. આ સરકાર મજબુત નિર્ણયો લેનારી સરકાર છે. વિતેલા વર્ષોમાં ભારતની રાજકીય સંસ્કૃતિ બદલાઇ છે. અમારી સરકારે અશક્ય લાગતા નિર્ણયો લીધા છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય સૌથી મોટો નિર્ણય લેવાયો છે.
દેશવાસીઓની માથાદીઠ આવકમાં વધારો થયો
વધુમાં તેમણે ઉમેર્યું કે, અમારી સરકાર દ્વારા ત્રિપલ તલાક હટાવવાનો બોલ્ડ નિર્ણય લેવામાં આવ્યો હતો. અમારી સરકારે મોટા આર્થિક નિર્ણયો પણ લીધા છે. જેને પગલે દેશવાસીઓની માથાદીઠ આવકમાં વધારો થયો છે. 11 વર્ષ પહેલા સરકાર ભ્રષ્ટાચારમાં ડૂબેલી હતી. અમારા શાસનમાં 11 વર્ષમાં દેશમાં મોટા બદલાવ આવ્યા છે.
આ પણ વાંચો --- PM Modi : મોદી સરકાર 3.0નું સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ, ભવ્ય કાર્યક્રમોનું આયોજન