PM નરેન્દ્ર મોદીનો બે દિવસીય વારાણસી પ્રવાસ, બાળકો સાથે કરી ચર્ચા, જાણો તેમના કાર્યક્રમ વિશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બે દિવસીય પ્રવાસ માટે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસી (Varanasi) પહોંચ્યા છે. પહેલા દિવસે પીએમ મોદી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સામેલ થશે. એક ભારત-શ્રેષ્ઠ ભારત હેઠળ નમો ઘાટ પર આયોજીત કાર્યક્રમ તમિલ સંગમમના બીજા તબક્કાનું શુભારંભ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે વારાણસીમાં ભવ્ય સ્વાગત તૈયારીઓ કરવામાં આવી હતી. એરપોર્ટથી લઈને શહેર સુધી માર્ગના કિનારે લોકોએ ગુલાબની પંખુડીઓથી પીએમ મોદીનું સ્વાગત કર્યું. માહિતી અનુસાર, પીએમ મોદીએ વારાણસી પહોંચ્યા બાદ કટિંગ મેમોરિયલ ઈન્ટર કોલેજ ખાતે વિકાસિત ભારત સંકલ્પ યાત્રા પ્રદર્શનીની મુલાકાત લીધી હતી. દરમિયાન પીએમએ નાના બાળકો સાથે પણ વાતચીત કરી હતી. જ્યારે પીએમએ બાળકોને પ્રશ્નો પૂછ્યા તો બાળકોએ ખૂબ જ આનંદ સાથે જવાબ આપ્યા હતા.
પીએમ મોદીના કાર્યક્રમ
આ મુલાકાત દરમિયાન પીએમ મોદી કન્યાકુમારી-વારાણસી તમિલ સંગમમ ટ્રેનને લીલી ઝંડી આપશે. પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી ઉમરહામાં વિહંગમ યોગ સંત સમાજની 100મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લેશે. સાથે જ સ્વર્વેદ મહામંદિર ધામના પ્રથમ તબક્કાનું ઉદઘાટન પણ કરશે. વિહંગમ યોગના પ્રણેતા સદાફલ દેવ મહારાજની 135 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ પણ કરશે. ત્યાર પછી પીએમ મોદી મોડલ બ્લોક સેવાપુરીના બરકીમાં જનસભાને સંબોધિત કરશે. અહીં તેઓ લગભગ 19 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
આ પણ વાંચો - Maharasthra : IAS પુત્રએ પોતાની ગર્લફ્રેન્ડને કારથી કચડી નાંખવાના મામલામાં SIT ની રચના કરાઈ…