ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PMનો વિકાસ પ્રવાસ, દમણને આપી અનેક વિકાસકામોની ભેટ

PM મોદીએ દમણને અનેક વિકાસ કામોની ભેટ આપી છે. વડાપ્રધાન દમણમાં દેવકા સીફ્રન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો છે. આશરે રૂ. 165 કરોડના ખર્ચે બનેલ 5.45 કિમીનો આ બીચ દેશનો એક પ્રકારનો બીચ રિસોર્ટ છે. આ સીફ્રન્ટ સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે અને...
05:16 PM Apr 25, 2023 IST | Hiren Dave
PM મોદીએ દમણને અનેક વિકાસ કામોની ભેટ આપી છે. વડાપ્રધાન દમણમાં દેવકા સીફ્રન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો છે. આશરે રૂ. 165 કરોડના ખર્ચે બનેલ 5.45 કિમીનો આ બીચ દેશનો એક પ્રકારનો બીચ રિસોર્ટ છે. આ સીફ્રન્ટ સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે અને...

PM મોદીએ દમણને અનેક વિકાસ કામોની ભેટ આપી છે. વડાપ્રધાન દમણમાં દેવકા સીફ્રન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો છે. આશરે રૂ. 165 કરોડના ખર્ચે બનેલ 5.45 કિમીનો આ બીચ દેશનો એક પ્રકારનો બીચ રિસોર્ટ છે. આ સીફ્રન્ટ સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે અને આ વિસ્તારમાં વધુ પ્રવાસીઓને આકર્ષશે તેવી અપેક્ષા છે, જે તેને લેઝર અને મનોરંજન પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવે છે.

આ સિવાય નમો મેડિકલ કોલેજની વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ સંઘપ્રદેશના લોકોને મેડિકલ કોલેજની મહત્વપૂર્ણ ભેટ આપી છે. જાન્યુઆરી 2019માં આ સંસ્થાનો શિલાન્યાસ પણ વડાપ્રધાન મોદીએ જ કર્યો હતો. આ મેડિકલ કોલેજ મળવાથી સંઘપ્રદેશ ઉપરાંત આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ ઘરઆંગણે જ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી ડોક્ટર બનવાનું સપનું પૂરું કરી શકશે. જેના કારણે દાદરા નગર હવેલીના ડોકટર બનવા માંગતા મેડિકલ ફેકલ્ટીના વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં 180 જેટલી કુલ મેડિકલ સીટ છે.

સેલવાસમાં પીએમ મોદીનું સંબોધન

Tags :
BJPDamanMedical Collagepm modi
Next Article