ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM મોદીએ Cheteshwar Pujara ને લખ્યો ભાવુક પત્ર : “તમે ટેસ્ટ ક્રિકેટની શોભા વધારી, ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક જીતના હીરો”

Cheteshwar Pujara ની નિવૃત્તિ પર PMનો ભાવુક પત્ર: ‘તમે ગુજરાતનું ગૌરવ વધાર્યું
06:46 PM Aug 31, 2025 IST | Mujahid Tunvar
Cheteshwar Pujara ની નિવૃત્તિ પર PMનો ભાવુક પત્ર: ‘તમે ગુજરાતનું ગૌરવ વધાર્યું

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટના ‘વોલ’ ચેતેશ્વર પૂજારાએ ( Cheteshwar Pujara )24 ઓગસ્ટ 2025ના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને એક ભાવુક પત્ર લખીને શાનદાર કરિયર માટે અભિનંદન આપ્યા છે. પૂજારાએ આ પત્ર X પર શેર કરતાં કહ્યું કે આ સન્માનથી તેઓ ગદગદ થયા છે.

Cheteshwar Pujara ની નિવૃત્તિ અને PMનો પત્ર

ચેતેશ્વર પૂજારાએ 24 ઓગસ્ટ 2025ના રોજ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. એક અઠવાડિયા બાદ 31 ઓગસ્ટે તેમણે PM નરેન્દ્ર મોદીનો પત્ર X પર શેર કર્યો. પૂજારાએ લખ્યું, “માનનીય વડાપ્રધાન પાસેથી મારી નિવૃત્તિ પર પ્રશંસા પત્ર મળ્યો જેનાથી હું ખૂબ સન્માનિત અનુભવું છું. તેમની ભાવનાઓ માટે ખૂબ આભારી છું. જીવનની બીજી ઇનિંગ શરૂ કરતાં મેદાનની દરેક ક્ષણ અને ચાહકોના પ્રેમને હંમેશાં યાદ રાખીશ.”

આ પણ વાંચો- ભારતનો GDP વૃદ્ધિદર 7.8 ટકા પહોંચ્યો, નક્કર અર્થવ્યવસ્થાના સંકેત

PM મોદીના પત્રનો સાર

PM મોદીએ પોતાના પત્રમાં પૂજારાની શાનદાર કરિયરની સરાહના કરી અને ટેસ્ટ ક્રિકેટમાં તેમની ભૂમિકાને ‘લાંબા ફોર્મેટની સુંદરતાનું પ્રતીક’ ગણાવી. પત્રમાં મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે.

ટેસ્ટ ક્રિકેટનું ગૌરવ : “જ્યારે ટૂંકા ફોર્મેટનો દબદબો છે, ત્યારે તમે ટેસ્ટ ક્રિકેટની શોભા વધારી. તમારો ધીરજ, એકાગ્રતા અને લાંબા સમય સુધી બેટિંગ કરવાની ક્ષમતાએ તમને ભારતીય બેટિંગનો આધારસ્તંભ બનાવ્યો.”

ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક જીત : PMએ 2018-19ની ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝનો ઉલ્લેખ કર્યો, જ્યાં પૂજારાએ 521 રન બનાવીને ભારતની પ્રથમ ટેસ્ટ સીરિઝ જીતનો પાયો નાખ્યો. “તમે સૌથી મજબૂત બોલિંગ આક્રમણ સામે ટક્કર લીધી અને ટીમની જવાબદારી સંભાળી.”

ઘરેલું ક્રિકેટમાં યોગદાન : PMએ સૌરાષ્ટ્ર અને રાજકોટને ક્રિકેટના નકશે ચમકાવવા માટે પૂજારાની સરાહના કરી. “રાજકોટને ક્રિકેટના નકશે લાવવામાં તમારો ફાળો યુવાનો માટે ગર્વની વાત છે.”

પરિવારનું બલિદાન : PMએ પૂજારાના પિતા અરવિંદ જેઓ તેમના માર્ગદર્શક અને પૂર્વ ક્રિકેટર હતા, તેમજ પત્ની પૂજા અને દીકરી અદિતિના બલિદાનની પ્રશંસા કરી. “મને ખાતરી છે કે તમારા પિતા તમારા પર ગર્વ અનુભવતા હશે. પૂજા અને અદિતિને હવે તમારી સાથે વધુ સમય મળશે.”

કોમેન્ટ્રીમાં નવી ઇનિંગ : PMએ પૂજારાની કોમેન્ટ્રી સ્કિલ્સની તારીફ કરી, ખાસ કરીને 2024-25ની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અને ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં તેમના વિશ્લેષણની. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પૂજારા ક્રિકેટ સાથે જોડાયેલા રહેશે અને નવી પેઢીને પ્રેરણા આપશે.

Cheteshwar Pujara ની શાનદાર ક્રિકેટ સફર

37 વર્ષના ચેતેશ્વર પૂજારાએ ભારત માટે 103 ટેસ્ટ મેચમાં 43.60ની એવરેજથી 7,195 રન બનાવ્યા, જેમાં 19 સદી અને 35 અડધી સદી સામેલ છે. તેમનો બેસ્ટ સ્કોર 206* હતો. પૂજારાનું સૌથી યાદગાર પર્ફોર્મન્સ 2018-19ની ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝમાં હતું, જ્યાં તેમણે 1,258 બોલનો સામનો કરીને 521 રન બનાવ્યા, જેમાં એડિલેડ, મેલબોર્ન અને સિડનીમાં સદીઓ સામેલ હતી.

2020-21ની સીરિઝમાં પણ તેમણે ગાબા ટેસ્ટમાં 11 વખત શરીર પર બોલ ખાઈને ભારતની ઐતિહાસિક જીતમાં ફાળો આપ્યો હતો. ઘરેલું ક્રિકેટમાં, પૂજારાએ 278 ફર્સ્ટ-ક્લાસ મેચમાં 21,301 રન બનાવ્યા અને 2019-20માં સૌરાષ્ટ્રને રણજી ટ્રોફી જિતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ચેતેશ્વર પૂજારાની ટીમ ઈન્ડિયામાંથી બહાર ગયા પછી ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજા નંબરનું સ્થાન હજું સુધી કોઈ ભરી શક્યું નથી. ટીમ ઈન્ડિયા ચેતેશ્વર પૂજારાનું સ્થાન ભરવા માટે ટીમ ઈન્ડિયાએ અનેક ખેલાડીઓને લઈને પ્રયોગો કર્યા છે પરંતુ હજું સુધી સફળતા મળી નથી.

આ પણ વાંચો- SCO Summit માં એક મંચ પર મોદી, જિનપિંગ, પુતિન અને શાહબાઝ : ગ્રુપ ફોટો સેશનમાં ગ્લોબલ લીડર્સનો જમાવડો

Tags :
AustraliaSeriesCHETESHWAR PUJARAcheteshwarpujaraCricketNewsPMModiRAJKOTretirementTestCricket
Next Article