ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

POCSO : દુષ્કર્મના આરોપીએ 20 વર્ષની સજા સાંભળતાં જ કોર્ટમાંથી નૌ દો 11

POCSO કોર્ટમાં નાટક : દુષ્કર્મના આરોપીએ 20 વર્ષની સજા સાંભળીને કોર્ટમાંથી નાસી ગયો
07:10 PM Aug 13, 2025 IST | Mujahid Tunvar
POCSO કોર્ટમાં નાટક : દુષ્કર્મના આરોપીએ 20 વર્ષની સજા સાંભળીને કોર્ટમાંથી નાસી ગયો

ગાંધીનગર: ગાંધીનગરની POCSO (Protection of Children from Sexual Offences) કોર્ટમાં આજે એક ફિલ્મી ઘટના બની જ્યાં દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા અને દંડ ફટકારતા જ આરોપી કોર્ટરૂમમાંથી ફરાર થઈ ગયો. આ ઘટનાએ કોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે, અને ગાંધીનગર પોલીસે આરોપીની શોધખોળ માટે તાત્કાલિક ઓપરેશન શરૂ કર્યું છે.

આ ઘટના ગાંધીનગરની વિશેષ POCSO કોર્ટમાં બની જ્યાં ન્યાયાધીશે 2021માં ઈન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાયેલા દુષ્કર્મના કેસમાં આરોપીને દોષી ઠેરવીને 20 વર્ષની કઠોર કેદ અને આર્થિક દંડની સજા ફટકારી હતી. સજાની ઘોષણા થતાં જ આરોપીએ કોર્ટરૂમમાં હાજર પોલીસ અને સુરક્ષા કર્મચારીઓની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાએ કોર્ટમાં હાજર તમામ લોકોને સ્તબ્ધ કરી દીધા હતા.

20 વર્ષની સજા પડતાં જ ભાંગી ગયો

મળતી માહિતી મુજબ આરોપી મૂળ ગાંધીનગર શહેરના ધોળાકૂવા ખાતે મજૂરી કરતો હતો. રામસિંહ નામનો આરોપી આ આરોપીએ કામના સ્થળે સગીર યુવતી સાથે અડપલાં કર્યા હતા. જેમાં ગાંધીનગર કોર્ટમાં સ્પેશ્યલ પોકસો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આજે 1.30 વાગ્યાના સમય દરમિયાન તેને જજ દ્વારા 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને સજા સાંભળીને જ તે કોર્ટનો કઠગરો કૂદીને ભાગી ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ આરોપીને પકડવા પોલીસ પણ પાછળ દોડી હતી પરંતુ તે કોર્ટ બહાર ભાગી છૂટયો હતો.

આ પણ વાંચો-217 નાયબ કાર્યપાલક ઈજનેરોની બદલી: નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનો મોટો નિર્ણય

જણાવી દઈએ કે, આરોપી જામીન ઉપર જેલમાંથી બહાર જ હતો. આમ પોલીસ જાપ્તા સાથે તે આવ્યો નહતો. તે તેના કેસની તારીખમાં હાજરી આપવા આવ્યો હતો, પરંતુ એકાએક તેને સજા પડતાં તેને અચાનક ભાગી છૂટવાનો નિર્ણય લઈ લીધો હતો. હાલમાં આરોપીની શોધખોળમાં પોલીસે પોતાના ચક્રો ગતિમાન કરી દીધા છે.

પોલીસના ચક્રો ગતિમાન

ગાંધીનગર પોલીસે આરોપીની શોધખોળ માટે તાત્કાલિક ટીમો ગોઠવી દીધી છે. ઈન્ફોસિટી પોલીસ મથકની ટીમે આરોપીના સંભવિત ઠેકાણાઓ, જેમ કે તેનું ઘર, સંબંધીઓના સ્થળો અને ગાંધીનગરની આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી છે. વધુમાં શહેરના તમામ નાકાબંધી પોઈન્ટ્સ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે અને CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. ગાંધીનગરના પોલીસ અધિક્ષકે જણાવ્યું, “આરોપીની ધરપકડ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને અમે ટૂંક સમયમાં તેને પકડી લઈશું.”

ઉલ્લેખનિય છે કે, ગત સપ્ટેમ્બર મહિનામાં એક આરોપી હથિયાર સાથે ગાંધીનગર કોર્ટ કેમ્પસમાં ઘૂસી આવ્યો હતો. તે પછી ગાંધીનગરમાં પોલીસ બંદોબસ્તમાં વધારો કરી દેવામાં આવ્યો હતો. હાલમાં ગાંધીનગર કોર્ટમાં બંને ગેટ ઉપર પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. એક પોલીસ સબ ઇન્સ્પેકટર સાથે અન્ય પોલીસ કર્મીઓ કોર્ટ સંકુલની સુરક્ષા કરે છે.

આ પણ વાંચો-Digital infrastructure :શિક્ષણ વિભાગ સંલગ્ન વિભાગોની કુલ ૯ જેટલી વેબસાઈટ રિ-લોન્ચ

Tags :
#Absconder#CourtSecurity#Crime2021#InfoCityGandhinagarGujaratPolicejusticePOCSOPOCSOActpocsocourtrapecase
Next Article