Surat : મોડલ અંજલિ વરમોરાની આત્મહત્યા મામલે ખુલાસો, મંગેતરના ત્રાસથી મેડલે કરી આત્મહત્યા
- સુરતની મોડલ અંજલિ વરમોરાની આત્મહત્યાનો ભેદ ઉકેલાયો
- પ્રેમીના ત્રાસથી મોડલ અંજલિએ આત્મહત્યા કરી હોવાનો ખુલાસો
- પ્રેમી ચિંતન અગ્રાવતે લગ્નના ખોટાવાયદા આપ્યાનો ખુલાસો
સુરતમાં થોડા દિવસ પહેલા અઠવા લાઈન્સ વિસ્તાકમાં મોડલ અંજલિ વરમોરાની આત્મહત્યાનો ભેદ ઉકેલાયો છે. પ્રેમી ચિંતન અગ્રાવત જાતિ વાચક શબ્દો બોલી અપમાનિત કરતો હતો. તેમજ લગ્નના ખોટા વાયદા આપતો હતો. ચિંતન અગ્રાવત લગ્નના ખોટા વાયદા આપ્યાનો ખુલાસો થવા પામ્યો છે. તેમજ અવાર નવાર જાતિ વાચક શબ્દો બોલી અપમાનિત કરતો હોવાનું સામે આવ્યું હતું. અઠવાલાઈન્સ પોલીસે મંગેતર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
8 જુલાઈના રોજ સુરતમાં મોડલે આત્મહત્યા કરી હતી
સુરતમાં (Surat) વધુ 8 જૂનનાં રોજ એક મોડલનાં આપઘાતની ચકચારી ઘટના બની છે. સુરતમાં 23 વર્ષીય અંજલી વરમોરા (Anjali Varmora) નામની મોડલે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હોવાની માહિતી સામે આવી છે. આ મામલે જાણ થતાં સ્થાનિક પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. માનસિક તણાવનાં કારણે મોડલે આ પગલું ભર્યું હોવાનાં પ્રાથમિક અનુમાન છે.
આ પણ વાંચોઃ Gujarat Heavy Rain: હવામાન નિષ્ણાંત Ambalal Patel એ કરી ભુક્કા બોલાવતી આગાહી
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી
સુરતમાં (Surat) એક બાદ એક આપઘાતનાં બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક મોડલ દ્વારા જીવન ટુંકાવ્યું હોવાનો બનાવ બન્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, સુરતનાં અઠવા વિસ્તારમાં 23 વર્ષીય અંજલી વરમોરા (Anjali Varmora) નામની મોડલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ મામલે, જાણ થતાં સ્થાનિક પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસ અનુસાર, ઘણા સમયથી માનસિક તણાવમાં હોવાથી કંટાળીને મોડલે આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, મૃતદેહ પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી છે કે નહીં તે હાલ જાણી શકાયું નથી. પોલીસે મોડલનાં પરિવરજનોને સંપર્ક કરવાનો અને મોડલનાં મોબાઇલ સહિતની તપાસનો દોર શરૂ કર્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે.
આ પણ વાંચોઃ Gujarat Monsoon: રાજ્યમાં અત્યાર સુધીમાં 36.54 ટકા સરેરાશ વરસાદ આવ્યો, જાણો સૌથી વધુ ક્યા ખાબક્યો મેઘ