Rajkot : સરધાર ગામમાં અસામાજિક તત્વોનો આતંક, ગ્રામજનોએ એક દિવસ બંધ પાળી નોંધાવ્યો વિરોધ
- રાજકોટના સરધાર ગામમાં અસામાજિક તત્વોનો મામલો
- આજીડેમ પોલીસે આરોપી પિતા પુત્રને ઝડપી પાડ્યા
- સરધાર ગામે ટાયર નાખવા બાબતે વેપારી સાથે કરાઈ હતી મારામારી
- મફતમાં ટાયર નાંખવા અસામાજિક તત્વોએ કરી હતી મારામારી
રાજકોટ-ભાવનગર હાઈવે પર સરધાર ગ્રામજનોનો વિરોધ મામલે આજીડેમ પોલીસ દ્વારા આરોપી પિતા-પુત્રને ઝડપી પાડવામાં આવ્યા હતા. સિકંદર સાંધ અને અરશદ સાંધને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ દ્વારા સરધાર ગામે ટાયર નાખવા બાબતે વેપારી સાથે મારામારી કરી ધમકીઓ આપી હતી.
કાર પર જ્વલંતશીલ પદાર્થ નાંખી સળગાવી દીધી હોવાની ફરિયાદ નોંધાવી
મફતમાં ટાયર નાખવા બાબતે બોલાચાલી થઈ હતી. સરધાર ગ્રામજનો દ્વારા એક દિવસ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો. સરધાર ગામ વેપારી સહિત 4 લોકો સામે વળતી ફરિયાદ નોંધાઈ હતી. બોલાચાલી બાદ દુકાનદાર દ્વારા કબ્રસ્તાન પાસે લઈ જઈ સળગાવી હતી. કાર ટાયર બદલાવવા બબાલ થતા લોકોના ટોળા એકત્ર થતા કાર મૂકી પિતા-પુત્ર ભાગી ગયા હતા. તેમજ વેપારી મયુર પટેલે પણ મારી નાંખવાની ધમકી આપી હતી. આજીડેમ પોલીસ મથકમાં મયુર પટે, પંકજ પટેલ અને બે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાઈ હતી. આરોપી પિતા-પુત્ર સામે કાર કબ્રસ્તાન પાસે લઈ જઈ જ્વલંતશીલ પદાર્થ છાંટી કાર સળગાવી દીધી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી
રાજકોટના સરધાર ગામમાં અસામાજિક તત્વોના આતંક મામલે સરધાર ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં પોલીસ કમિશ્નર કચેરીએ રજૂઆત માટે આવી પહોંચ્યા હતા. આરોપી પિતા-પુત્રને જામીન ન મળે અને બંનેને પાસા થાય તેવી ગ્રામજનોની માંગ છે. આજીડેમ પોલીસે આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી છે. સિકંદર સાંધ અને અર્ષદ સાંધનીની પોલીસે ધરપકડ કરી છે. બંને પિતા-પુત્રએ સરધાર ગામના વેપારી પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચોઃ VADODARA : કચરાનો જાહેરમાં નિકાલ કરનારની 'કુટેવ' પાલિકા ઉજાગર કરશે