Surat માં બાળકી સાથે દુષ્કર્મ આચરનારની પોલીસે કરી ધરપકડ, પાડોશમાં જ રહેતા નરાધમે આચર્યું દુષ્કર્મ
- સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં માસુમ સાથે દુષ્કર્મ
- પડોશમાં જ રહેતા યુવકે બાળકી સાથે કર્યું દુષ્કર્મ
- દુષ્કર્મ આચરનારા નરાધમની બિહારથી કરી ધરપકડ
- પોલીસે આરોપીનું ઘટનાસ્થળે કર્યું રિ-કન્સ્ટ્રક્શન
સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં માસુમ છ વર્ષની બાળકી જોડે દુષ્કર્મ આચરનારા નરાધમ ની બિહાર ખાતેથી પોલીસે ધરપકડ કરી છે. પાડોશમાં જ રહેતા નરાધમે ઘર નજીક રમતી માસુમ બાળકીની એકલતા નો લાભ ઉઠાવી ચોકલેટની લાલચ આપી હતી. પોતાના ઘરમાં લઈ ગયા બાદ માસુમ બાળકીનું મોઢું અને હાથ બાંધી પીસાચી કૃત્ય આચર્યું હતું. હેવાન ની વાસનાનો ભોગ બનેલી માસુમ બાળકી રડતા રડતા ઘરે જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જે બાદ ઇચ્છાપોર પોલીસ દ્વારા બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી મારા તમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે પોલીસ પકડથી બચવા બિહાર ભાગી છૂટેલા આરોપીને દબોચી પાડી વધુ તપાસ ઈચ્છાપાર પોલીસે હાથ ધરી છે. પોલીસે નરાધમનો જાહેરમાં વરઘોડો કાઢી કાયદાનું ભાન પણ કરાવ્યું છે.
નરાધમને બિહાર ખાતેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો
ડાયમંડ સિટી સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં ગત 27મી મેના રોજ માસુમ બાળકી જોડે દુષ્કર્મની ઘટના બની હતી. પાડોશમાં જ રહેતા નરાધમે પોતાની વાસનાને સંતોષવા માસુમ બાળકીને પીંખી નાખી હતી. જે બાદ નરાધમ આરોપી ભાગી છુટતા પોલીસે તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.જ્યાં અંતે પોલીસે આ નરાધમને બિહાર ખાતેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
ઈચ્છાપોર પોલીસના જણાવ્યા અનુસાર, 27 મે ના રોજ માસુમ બાળકી પોતાના ઘર નજીક રમી રહી હતી. માતા પિતા કામે ગયા હતા. જ્યારે કાકા નાઈટ ડ્યુટી કરી ઘરે આવ્યા હતા. જેથી કાકા ઘોર નિંદ્રા માં પોઢી રહ્યા હતા. આ સમયે ઘર નજીક રમતી માસુમ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી પાડોશમાં જ રહેતા નરાધમ જય મંગળ પાસવાને ચોકલેટની લાલચ આપી પોતાના ઘરે લઈ ગયો હતો.
-સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં માસુમ સાથે દુષ્કર્મ
-પડોશમાં જ રહેતા યુવકે બાળકી સાથે કર્યું દુષ્કર્મ
-દુષ્કર્મ આચરનારા નરાધમની બિહારથી કરી ધરપકડ
-બાળકીની એકલતાનો લાભ ચોકલેટની આપી લાલચ
-ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યુ દુષ્કર્મ
-પોલીસે આરોપીનું ઘટનાસ્થળે કર્યું રિ-કન્સ્ટ્રક્શન… pic.twitter.com/gF5a694TWe— Gujarat First (@GujaratFirst) June 3, 2025
માસુમ બાળકી જોડે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું
આરોપી જય મંગળ પાસવાન બાળકીને ઘરે લઈ ગયા બાદ તેણીનું મોઢું અને હાથ બાંધી દીધા હતા.જે બાદ નરાધમ દ્વારા પોતાની હવસને સંતોષવા માસુમ બાળકી જોડે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં પરંતુ આ બાબતે કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બાદ માસુમ બાળકી ઘરે ચાલી ગઈ હતી અને બાળકી રડતા માતા પિતાને શંકા ગઈ હતી. જે બાદ બાળકી એ સમગ્ર આપતી જણાવતા માતા પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
વિવિધ કલમો હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી
માસુમ બાળકીના માતા-પિતા બાળકીને લઈ ઇચ્છાપોર પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં સમગ્ર હકીકત જણાવતા પોલીસે તાત્કાલિક ધોરણે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી. પોલીસે બાળકીને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી નરાધમ આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યાં પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે નરાધમ આરોપી બાળકીના ઘર નજીક જ પાડોશમાં રહે છે. બાળકી ઘર પાસે એકલી રમી રહી હતી તે મેળાએ ચોકલેટની લાલચ આપી તેણીને પોતાના ઘરે લઈ ગયો હતો. જે બાદ હાથ પગ અને મોઢું બાંધી દુષ્કર્મ આચર્યુ હતું.
આરોપીની ધરપકડ કરી પોલીસ સુરત લઈ આવી
નરાધમ આરોપી ભાગી છુટતા પોલીસે આરોપીની ધરપકડ કરવા જુદી જુદી ટીમો બનાવી હતી. દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે નરાધમ આરોપી બિહાર ખાતે જઈ છુપાયો છે. જેથી પોલીસની એક ટીમ બિહાર જવા રવાના થઈ હતી. જ્યાં સતત વોચમાં રહી આરોપી જય મંગળ પાસવાનને બિહારના પટના રેલવે સ્ટેશન ખાતેથી જ ડબોચી પાડવામાં આવ્યો હતો. જે આરોપીની ધરપકડ કરી પોલીસ સુરત લઈ આવી હતી.
ચપ્પુ બતાવી માતા-પિતાને ધમકી આપી
આરોપીની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, બાળકી કોલોનીમાં એકલી રમી રહી હતી,તે વેળાએ ચોકલેટ આપવાની લાલચ આપી પોતાના ગોદમાં ઉઠાવી રૂમમાં લઈ ગયો હતો.જે બાદ બાળકી જોડે બદકામ કર્યું હતું. બાળકીએ બુમાબૂમ કરી મુકતા તે ગભરાઈ ગયો હતો. જેથી બાળકીને ચપ્પુ બતાવી આ બાબત માતા પિતાને કહેશે તો ચપ્પુ મારી દઈશ તેવી ધમકી આપી હતી.
આ પણ વાંચોઃ Gujarat Corona Update: રાજકોટમાં કોરોનાના 8 કેસ નોંધાયા, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4026
આરોપીની ધરપકડ કરી વધુ તપાસ ઈચ્છાપોર પોલીસે હાથ ધરી
ઈચ્છાપોર પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી ઘટના નું રિ - કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જે સ્થળ પરથી બાળકીને ઉઠાવી ઘરે લઈ ગયો હતો ત્યાં સુધીના તમામ સ્થળો પર આરોપીને લઈ જઈ ઘટનાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનો પાઠ પણ ભનાવવામાં આવ્યો હતો. ઘટના ના રી કન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી બે હાથ જોડી લોકો સમક્ષ માફી માંગતા જોવા મળ્યો હતો.જ્યાં હાલ તો આરોપીની ધરપકડ કરી વધુ તપાસ ઈચ્છાપોર પોલીસે હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad: IPLની ફાઈનલ મેચ પહેલા મોટી દુર્ઘટના ટળી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ગેસનો બાટલો ફાટ્યો