Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar: રીક્ષા ચાલક યુવકની જૂની અદાવતમાં હત્યા, પાંચ શખ્સોની અટકાયત

જામનગરમાં રીક્ષા ચાલક યુવકની હત્યામાં પોલીસે પાંચ આરોપીઓની પૂછપરછ હાથ ધરી હતી. આરોપીઓ દ્વારા જૂની અદાવતમાં યુવકની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
jamnagar  રીક્ષા ચાલક યુવકની જૂની અદાવતમાં હત્યા  પાંચ શખ્સોની અટકાયત
Advertisement
  • જામનગરમાં રીક્ષા ચાલક યુવકની હત્યામાં પાંચ સામે ફરિયાદ
  • રવિવાર બિનવારસી હાલતમાં યુવકનો મળ્યો હતો મૃતદેહ
  • મૃતકના પિતાએ પાંચ શખ્સો સામે શંકા વ્યક્ત કરી હતી
  • જૂની અદાવતમાં યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું

જામનગર ખાતે રહેતો અને રીક્ષા ચલાવી પોતાનાં પરિવારનું ગુજરાત ચલાવતા રીક્ષા ચાલક કાનજી ધનજી પરમારની રવિવાર રાત્રે કેટલાક યુવકો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. રવિવારે બિનવારસી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ભાવનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવકનાં પિતા દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે જૂના મન દુઃખનાં કારણે મારા દીકરાની હત્યા કરવામાં આવી છે. મૃતકની માતાએ પાંચ આરોપીઓ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં હિતેન મકવાણા, પ્રકાશ પરમાર, દિલીપ પરમાર, મનીયો મકવાણા અને આશિષ વારસાકિયાનો સમાવેશ થાય છે.

પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો

પોલીસ દ્વારા તમામ આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક કાનજી પરમારનો હીનાબેન મકવાણા તેમજ તેના પતિ સાથે છેલ્લા ઘણા સમયથી મન દુઃખ ચાલી રહ્યું હતું. જેને લઈ પાંચ આરોપીઓ દ્વારા કાનજીનું અપહરણ કરી તેને હીનાબેનનાં ઘરે લઈ ગયા હતા. જ્યાં તેની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. જે બાદ તેની લાશને સગેવગે કરી દેવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચોઃ Aravalli : ભિલોડામાં આદિવાસી ચિંતન શિબિરમાં UCC નો વિરોધ, અન્ય રાજ્યોનાં આદિવાસીઓ પણ શિબિરમાં ઉપસ્થિત રહ્યા

Advertisement

પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો

આ સમગ્ર મામલે તપાસ અધિકારી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, હથિયારો વડે મૂઢ માર મારી ઈજાઓ કરવામાં આવી હતી. તેમજ પગના ભાગે ઈજાઓ પહોંચાડી તેને અધમૂઓ કરી તેને પરત જગ્યાએ મૂકી આવ્યો હતો. ત્યારે મૃતકને મૂઢ માર મારવામાં આવતા મૃતકનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર મામલે સીટી ડીવીઝન પોલીસ મથકે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Sugarcane Price: દ.ગુજરાતની સુગર મિલોએ જાહેર કર્યા શેરડીના ટન દીઠ ભાવ

Tags :
Advertisement

.

×