Surat : પેસેન્જરના સ્વાંગમાં વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતી ગેંગના મુખ્ય આરોપી સહિત એક મહિલાની ધરપકડ
- સુરત શહેરમાં પેસેન્જરોને ટાર્ગેટ કરતી ગેંગ ઝડપાઈ
- પેસેન્જરના સ્વાંગમાં વૃદ્ધ મહિલાઓને કરતા ટાર્ગેટ
- પોલીસે ગેંગના મુખ્ય આરોપી સહિત મહિલાની કરી ધરપકડ
સુરત શહેર (Surat City)માં એકલી રહેતી વૃદ્ધ મહિલાઓ (elderly women)ને લક્ષ્ય બનાવી લૂંટ અને સ્નેચિંગ (Loot And Chain Sneching) જેવા ગંભીર ગુનાઓ આચરતી એક કુખ્યાત ગેંગનો પર્દાફાશ થયો છે. ખટોદરા પોલીસ (Khatodara Police) સ્ટાફે આ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત એક મહિલા આરોપીને ઝડપી પાડી, ₹2.33 લાખના સોનાના ઘરેણાં સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ગેંગ એકલવયી મહિલાઓને ટાર્ગેટ કરતી
આ ગેંગ ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરની એકલવયી મહિલાઓને ટાર્ગેટ કરતી હતી. આરોપીઓ જાહેર સ્થળોએ મહિલાઓને ઓટો રિક્ષામાં લિફ્ટ (Auto Riksha) આપવાના બહાને બેસાડતાં. રિક્ષામાં મહિલા આરોપી તેમની સાથે વિશ્વાસ મેળવનારી વાતચીત શરૂ કરીને થોડી વારમાં ડરાનો માહોલ ઉભો કરતી કે, “રિક્ષાની પાછળ ચોર કે ગુંડાઓ આવી રહ્યા છે, તમારું ઘરેણું બચાવજો!” આવી ધમકીથી મહિલાઓ ભયભીત બની જાતે જ પોતાનું ગળાનું સોનાનું ઘરેણું કાઢી નાખતી અને ત્યારબાદ આ ગેંગના સભ્યો સ્થળ પરથી ફરાર થઈ જતાં હતા.
આરોપી ચોરી, લૂંટ અને છેતરપિંડીના 23 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો
આ સમગ્ર ગેંગનું નેતૃત્વ મોહમ્મદ અસ્પાક ઉર્ફે ‘ગોલ્ડન મોહમ્મદ’ અબ્બાસ શેખ કરતો હતો.જેનું ગુનાહિત ઇતિહાસ તપાસતા સામે આવ્યું કે તે અગાઉ પણ ચોરી, લૂંટ અને છેતરપિંડી (Fraud)ના 23 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે. તેની સાથે ઝડપાયેલી મહિલા આરોપીનું નામ સના પરવીન ગુલામનબી શેખ છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ ચોરી અને છેતરપિંડીના (Fraud Case) ત્રણ જુદા જુદા ગુનાઓની કબૂલાત કરી છે. બંને સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
વિજયસિંહ ગુર્જર (ડીસીપી સુરત પોલીસ)
ખટોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો
ખટોદરા પોલીસે (Khatodara Police) આરસીડી પધ્ધતિ હેઠળ બંને આરોપીઓની ધરપકડ કરીને ₹2.33 લાખના સોનાના ઘરેણાં, મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી કબજે કરી છે.પોલીસે આરોપીઓ પાસેથી મળેલા સંકેતોના આધારે વધુ ગુનાઓના ભેદ ઉકેલવાની દિશામાં તલસ્પર્શી તપાસ શરૂ કરી છે.
સુરત સહિત સમગ્ર શહેરની વસ્તી માટે ચેતવણીરૂપ કિસ્સો
આ કિસ્સો સુરત સહિત સમગ્ર શહેરની વસ્તી માટે ચેતવણીરૂપ છે.જ્યાં એકલવયી વૃદ્ધાઓએ અજાણ્યા લોકોની સહાયતા કે લિફ્ટ ન લેવી અને આવા કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ જણાય તો તરત પોલીસને જાણ કરવાની સલાહ પોલીસ તજજ્ઞો આપી રહ્યા છે.ખટોદરા પોલીસની ઝડપી કામગીરીને લઇને નાગરિકોમાં સલામતીનો ભાવ પ્રબળ થયો છે.જો કે હાલ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં અન્ય ગુના ઉકેલાવાની શક્યતાના પગલે પોલીસે ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી છે.જે પૂછપરછમાં વધુ ગુનાઓ પરથી પડદો ઉંચકાય તો નવાઈ નહીં.
આ પણ વાંચોઃ Surat: સોનાની ચોરીનો ઉકેલાયો ભેદ, સોનાની ચળકાટ જોઈ બગડી કારીગરની દાનત