Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નોકરીમાં પોલ મારી વહીવટમાં વ્યસ્ત રહેતા અધિકારીઓને ફરજનું ભાન કરાવવા CP Ahmedabad નો કડક હુકમ

આખરે અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે (Ahmedabad CP G S Malik) એક કચેરી હુકમ કર્યો છે તેમને આવો હુકમ કેમ કરવો પડ્યો ? વાંચો આ અહેવાલ...
નોકરીમાં પોલ મારી વહીવટમાં વ્યસ્ત રહેતા અધિકારીઓને ફરજનું ભાન કરાવવા cp ahmedabad નો કડક હુકમ
Advertisement

Ahmedabad : અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે (G S Malik) જારી કરેલો એક હુકમ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. છેલ્લાં લાંબા સમયથી અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ (Law and Order Situation Ahmedabad) ને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનર એકશનમાં આવ્યા છે. આખરે અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે (Ahmedabad CP G S Malik) એક કચેરી હુકમ કર્યો છે તેમને આવો હુકમ કેમ કરવો પડ્યો ? વાંચો આ અહેવાલ...

CP Ahmedabad એ શું કર્યો છે કચેરી હુકમ ?

પોલીસની બાગડોર સંભાળતા પોલીસ કમિશનર અમદાવાદે (Police Commissioner Ahmedabad) જ્ઞાનેન્દ્રસિંઘ મલિક કરેલા કચેરી હુકમમાં IPS અધિકારીથી લઈને પોલીસ ઈન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓને ફરજનું ભાન કરાવવામાં આવ્યું છે. શહેરમાં ફરજ બજાવતા સંયુક્ત પોલીસ કમિશનરથી લઈને ACP સુધીના અધિકારીઓને બપોરે 12 વાગ્યાથી બે વાગ્યા સુધી એમ બે કલાક મુલાકાતીઓ/અરજદારોને ફાળવવાના રહેશે. અરજદારોની ફરિયાદ સાંભળવી તેમજ લેખિતમાં અરજી આપે તો તે સ્વીકારી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. શહેરના પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટરોને બપોરે 4 થી સાંજે 6 વાગ્યા સુધી એમ બે કલાક અરજદારોને સાંભળી તેમની રજૂઆત પર કાર્યવાહી કરવાની રહેશે. સાંજે 6 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા દરમિયાન પીઆઈએ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકિંગ તેમજ આરોપીઓને તપાસવાની કામગીરી કરવી પડશે. DCP દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરી પીઆઈની કામગીરી તપાસવાની રહેશે. અધિકારીઓને રાત્રિના 12 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા તેમજ તપાસ સહિતના અન્ય કામો કરવા પડશે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Deesa SDM : પ્રાંત અધિકારીની ગંભીર બેદરકારી ફટાકડા ફેક્ટરીમાં થયેલા નિર્દોષોના મોત માટે જવાબદાર

પોલીસ ઈન્સ્પેક્ટરો માટે G S Malik નો કડક આદેશ

અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનના તમામ પોલીસ ઈન્સ્પેક્ટરો રાત્રિના 12 વાગ્યા સુધી હાજર રહેવું પડશે. પોલીસ સ્ટેશનનો વિસ્તાર રાત્રિના 12 વાગ્યા પહેલાં કોઈપણ PI છોડી શકશે નહીં. આકસ્મિક કારણોસર પોલીસ સ્ટેશન વિસ્તાર છોડવાની જરૂરિયાત ઉભી થાય તો સંબંધિત DCP પાસેથી પૂર્વ મંજૂરી લેવાની રહેશે. નાઈટ રાઉન્ડ કર્યા બાદ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ બીજા દિવસે 12.30 કલાક સુધીમાં પોલીસ સ્ટેશન ખાતે ફરજ પર પહોંચવાનું રહેશે. પોલીસ ઈન્સ્પેક્ટરો માટે અપાયેલી આ સૂચના શહેર ક્રાઈમ બ્રાંચ, સાયબર ક્રાઈમ, મહિલા અને ટ્રાફિક પોલીસ સ્ટેશન સહિત તમામને લાગુ પડશે.

આ પણ  વાંચો -Deesa Blast : FIRમાં ગેરકાયદે ફેક્ટરીના માલિકોની પોલ ખુલી, શ્રમિકો MPના બ્લાસ્ટ બાદ રોજગાર માટે ગુજરાત આવ્યા

કેમ આવો હુકમ કરવો પડ્યો  CP Ahmedabad ને ?

છેલ્લાં કેટલાંક વર્ષોથી અમદાવાદ શહેર પોલીસનું તંત્ર ખાડે ગયું છે અને તેનું મુખ્ય કારણ મોટાભાગના અધિકારીઓની કચેરીમાં હાજર જોવા મળતા નથી. શહેરના અનેક પોલીસ સ્ટેશન અને બ્રાંચના પીઆઈઓ ફરજના સ્થળે ગેરહાજર અને વ્યક્તિગત આર્થિક ફાયદાના કામોના સ્થળે જોવા મળે છે. કેટલાંક પોલીસ સ્ટેશનના પીઆઈઓ તો તેમની હદ વિસ્તારથી પણ વાકેફ નથી. કારણ કે, આ અધિકારીઓએ ક્યારેય વિસ્તારમાં પેટ્રોલીંગ નથી કર્યું અને કરવું પડ્યું હોય તો તે સમયે મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહ્યાં હોય. અમદાવાદ શહેરની બોર્ડર પર આવેલા પોલીસ સ્ટેશનના પીઆઈઓ સૌથી વધુ જમીનના કેસોમાં રચ્યા પચ્યા જોવા મળે છે. મોટાભાગના પોલીસ સ્ટેશનમાં પીઆઈએ રોલકોલ લીધા હોવાની ઘટનાઓ જવલ્લે જ જોવા મળી છે. પોતાના વિસ્તારમાં કેટલાં ગુનેગારો રહે છે અને કેવા પ્રકારના ગુનાઓ વધુ થાય છે તેનું પણ કેટલાંક પીઆઈઓને ભાન નથી. નાઈટ પેટ્રોલિંગ (Night Patrol) કર્યા બાદ બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં સાંજે પીઆઈઓ નોકરીએ આવતા હતા અને રવિવારે તો રીતસરની અડધા દિવસની અથવા આખા દિવસની પોલ પણ મારે છે.

Tags :
Advertisement

.

×