અમદાવાદના છેવાડે યોજાયેલી Drink and Dance Party ની રેડ સફળ બનાવવા પોલીસે અગાઉ રેકી કરી
Drink and Dance Party : અમદાવાદ હોય કે અન્ય શહેર ખાવા-પીવાની પાર્ટીઓ મોટા ભાગે ફાર્મ હાઉસમાં જ યોજાય છે. ડ્રિંક એન્ડ ડાન્સ પાર્ટી માટે માત્ર ફાર્મ હાઉસ જ નહીં રિસોર્ટ પણ ભાડેથી મળે છે. ત્રણ મહિના અગાઉ અમદાવાદ ગ્રામ્ય પોલીસે સાણંદના ગ્લેડ વન રિસૉર્ટમાં ચાલતી દારૂ પાર્ટી (Glade One Resort Liquor Party) પકડી હતી. દિવાળીના તહેવારોમાં સાણંદ તાલુકાના શીલજ નજીક આવેલા એક ફાર્મ હાઉસમાં રેવ પાર્ટી યોજાવાની હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 13 આફ્રિકન નાગરિકો, વિદેશી દારૂ અને હુક્કા સપ્લાયર તેમજ ફાર્મ હાઉસ માલિક સહિત 20 શખસોની ધરપકડ કરી છે. પોલીસે દરોડાનો સફળ બનાવવા કેટલો ખર્ચ કર્યો અને કેમ રેકી કરી ? વાંચો આ અહેવાલ...
ત્રણ મહિનામાં Drink and Dance Party ના બે કેસ
અમદાવાદ ગ્રામ્ય પોલીસે છેલ્લાં ત્રણ મહિનામાં બે Drink and Dance Party ના કેસ નોંધ્યા છે. સાણંદ એસડીપીઓ કચેરીના પીએસઆઈ સી. કે. રાવ (PSI C K Rao) ને મળેલી માહિતીના આધારે ગત 22-23 જુલાઈની રાતે Ahmedabad Rural Police ની જુદીજુદી ટીમોએ ગ્લેડ વન રિસૉર્ટમાં રેડ કરી હતી. Glade One Resort Liquor Party માંથી પોલીસને વિદેશી દારૂની મોંઘી બૉટલો, હુક્કા અને 80થી વધુ યુવક-યુવતીઓ મળી આવતા Mehfil Case નોંધવામાં આવ્યો હતો. તારીખ 24-25 ઑકટોબરની રાતે શીલજ પાસે આવેલા ઝેફાયર ફાર્મ (Zephyr Stays Farmhouse) માં દરોડો પાડ્યો તો પોલીસ ટીમને સ્કૉચ વ્હીસ્કી, રમ, જીનની બૉટલો નંગ 29 અને બીયરના 22 ટીન મળી આવ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી કેન્યાના નાગરિક/આયોજક સહિત 13 આફ્રિકન યુવક/યુવતીઓ અને અન્ય સહિત 20 શખસોને ઝડપી લીધા હતા. સ્થળ પરથી પોલીસે મ્યુઝીક સિસ્ટમ, હુક્કા, તેમજ દારૂ સપ્લાય કરનારા 4 શખસો અને ફાર્મ હાઉસ ભાડે આપનાર મિલન આશિષભાઈ પટેલ (રહે. સવિતા એન્કલેવ, સત્યમાર્ગ, બોડકદેવ, અમદાવાદ) મળી આવતા ધરપકડ કરી છે.
ડ્રિંક એન્ડ ડાન્સ પાર્ટીમાં રેડ માટે કેટલો ખર્ચ થયો ?
ગત શુક્રવારે અમદાવાદ ગ્રામ્ય પોલીસને બાતમી મળી છે કે, તેમના વિસ્તારમાં એક રેવ પાર્ટી (Rave Party Ahmedabad) યોજાવાની છે. પાર્ટીમાં પ્રવેશ કરવા માટે 2,500 હજારથી લઈન 25 હજાર રૂપિયા સુધીના પાસ રાખવામાં આવ્યાં છે અને એક વૉટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટ (Om Prakash Jat) ને પોલીસ ઈન્સ્પેક્ટર આ વાતથી વાકેફ કરે છે અને પાર્ટીમાં પ્રવેશ માટે અઢી-અઢી હજારના 4 પાસ ખરીદવાનું નક્કી થાય છે. પોલીસ ટીમ 10 હજાર રૂપિયા ખર્ચીને 4 પાસ ખરીદી લે છે અને શુક્રવારે રાતે Drink and Dance Party માં પહોંચી જાય છે.
દરોડો સફળ બનાવવા પોલીસ રેકી કરે છે
10 હજારમાં Afro Dance Night ના ચાર પાસ મેળવી લીધા બાદ પોલીસ ટીમના સભ્યને વૉટ્સએપ ગ્રુપમાં શુક્રવારે સાંજે પાંચેક વાગે એક લૉકેશન મળે છે. આ લૉકેશન મળતાની સાથે જ અમદાવાદ ગ્રામ્ય પોલીસના એક પોલીસ ઈન્સ્પેક્ટર ખાનગી ગાડી લઈને સ્થળની રેકી કરવા પહોંચી જાય છે. Zephyr Stays Farmhouse ખાતે આવવા-જવાના તમામ રસ્તાઓ અને ફાર્મ હાઉસમાં ક્યાંથી પ્રવેશ થઈ શકે અને ક્યાંથી ભાગી શકાય ? તેનું નિરિક્ષણ કરે છે. Drink and Dance Party માં દરોડા દરમિયાન કોઈપણ નાસી છૂટવામાં સફળ ના રહે તે માટે પચાસેક પોલીસ કર્મચારીઓની જરૂર પડે તેમ હોવાથી LCB, SOG, મહિલા પોલીસ સ્ટેશન અને Bopal Police Station ના પીએસઆઈ સહિતના કર્મચારીઓની ટીમ બનાવવામાં આવે છે. રાતે સાડા બારેક વાગે ફાર્મ હાઉસમાંથી સંદેશો મળતાની સાથે જ પોલીસ ટીમ રેડ પાડી તમામને દબોચી લે છે.