Ahmedabad Rathyatra : 148મી રથયાત્રાને લઈ પોલીસની વિશેષ તૈયારીઓ, ભીડની સમસ્યાને લઈ AI ટેકનોલોજીનો ઉપયોગ કરાશે
- ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈ પોલીસ સજ્જ
- 148મી રથયાત્રાને લઈ પોલીસ પ્રશાસનની વિશેષ તૈયારીઓ
- તૈયારીઓને લઈ ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત પટેલનું નિવેદન
- ભીડની સમસ્યાને લઈ AI ટેકનોલોજીનો ઉપયોગ કરાશે: ACP
- IT ફિલ્ડના વિદ્યાર્થીઓની પણ મદદ લેવામાં આવશે: ACP
- ડ્રોન અને CCTVના દ્રશ્યોથી થર્મલ ઇમેજ મેળવી શકાશે: ACP
અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ પ્રશાસનન દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે તેમજ ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત પટેલે જણાવ્યું હતું. રથયાત્રામાં ભીડમાં કોઈ સમસ્યા ન થાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ થશે. આઈટી ફિલ્ટના વિદ્યાર્થીઓની પણ મદદ લેવાશે. તેમજ સીસીટીવી ના બાબતે કોઈ સ્થળ બાકી નહી રહે. તેમજ ડ્રોન અને સીસીટીવી ના વીડિયો સ્ક્રીન પર આવશે. થર્મલ ઈમેજથી કેટલાક શ્રદ્ધાળુઓ હાજર છે તે તપાસ થશે. કોઈ બનાવ બને તો ક્યાંથી બહાર ઉગારી શકાય તેવા પ્રયાસો અને વ્યવસ્થા ગોઠવાશે. સલામતીમાં વધારો કરવા બાબતોમાં ધ્યાન રખાશે. એક્ઝિટ રૂટ અને વ્યવસ્થાની કાળજી રાખશે.
ભીડવાળા સ્થળોએ કેટલા શ્રદ્ધાળુ હાજર છે તે જાણી શકાશે
ટેક્નોલોજી ની મદદ થી 500 માણસો હોય અને ખબર પડે કે 1500 માણસો આવી જાય તો વ્યવસ્થા કરવામાં આવશે. જરૂર જણાય ત્યાં કોર્ડન કરી જગ્યા ક્રાઉડ કેમેરા બ્લેક એન્ડ વ્હાઈટ ઇમેજથી પણ ટેક્નોલોજી કામ કરશે. તેમજ સોફ્ટવેરમાં ઉપયોગી બાબતોની ચકાસણી થશે. 148 મી 2025 ની રથયાત્રાની શાંતિપૂર્ણ માહોલમાં થાય તે ખાસ ઉદ્દેશ છે. સોફ્ટવેર હાલ ડેવલપ થઈ રહ્યું છે. લાઇવ કવરેજ અને તજજ્ઞો દ્વારા રથયાત્રામાં ભીડ ના થાય અને ખુલ્લી જગ્યા ના ઉપયોગ સાથે સંકલન કરવામાં આવશે. જર્જરીત મકાનોમાં AMC દ્વારા બોર્ડ લગાવામાં આવ્યા અને ત્યાં બંદોબસ્ત પણ રહશે. મુખ્ય કન્ટ્રોલ રૂમ પર સોફ્ટવેર અને ક્રાઈમ બ્રાન્ચ પર 2 કંટ્રોલ રૂમ થી આ સોફ્ટવેર કામ કરશે.
આ પણ વાંચોઃ Ahmedabad : સિવિલના ડોક્ટરોની માનવતા મરી પરવારી, હોસ્પિટલના તબીબ પર લાગ્યા ગંભીર આક્ષેપ
ફાયરની ટીમ દ્વારા એકશન પ્લાન તૈયાર કરાયો
અમદાવાદ સાબરમતી નદીમાં ફાયર વિભાગની મોકડ્રીલ યોજાઈ હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયરની ટીમ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો હતો. નદીમાં ડૂબવાથી લઈ રેસ્ક્યુ કેવી રીતે કરવું અને ત્યાર બાદ તાત્કાલિક હોસ્પિટલ કેવીબ્રીટ પહોંચવામાં આવ્યા હતા. આવતીકાલે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાશે. જળયાત્રા સાબરમતી નદીના પવિત્ર જળથી ભગવાનનો મહાભિષેક કરવામાં આવશે. જળયાત્રા યોજાય તે પહેલા ચકાસણીના ભાગરૂપે ફાયરની મોકડ્રીલ યોજાઈ હતી. ભક્તોનો જમાવડો અને રાજકીય નેતાઓ સાધુ સંતો દર વર્ષે જળયાત્રામાં જોડાય છે. જળયાત્રામાં કોઈ અણબનાવ બને તો ગભરાયા વગર કેવી રીતે બચાવ થાય તે માટે મોકડ્રીલ યોજાઈ હતી.
આ પણ વાંચોઃ Jagannath Rathyatra : જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તાને 19.59 કરોડના ખર્ચે હેરિટેજ લુક અપાશે