ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુરતમાં ગણેશોત્સવ પહેલાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત: શાંતિ સમિતિની બેઠકમાં એકતાની અપીલ

સૈયદપુરા ગણેશોત્સવ ઘટના બાદ સુરત પોલીસ એલર્ટ : CCTV, પેટ્રોલિંગ અને સાયબર નજર
11:02 PM Aug 27, 2025 IST | Mujahid Tunvar
સૈયદપુરા ગણેશોત્સવ ઘટના બાદ સુરત પોલીસ એલર્ટ : CCTV, પેટ્રોલિંગ અને સાયબર નજર

સુરત : ગત વર્ષે સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશોત્સવ દરમિયાન બનેલી પથ્થરમારાની ઘટનાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે આગામી તહેવારો માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. સૈયદપુરા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે નજર રાખવા માટે CCTV કેમેરા અને પેટ્રોલિંગને વધુ સુદૃઢ કર્યું છે. શાંતિ ભંગ કરનારા તત્ત્વો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. ફેક મેસેજ ફેલાવનારાઓ પર સાયબર ક્રાઈમ સેલ દ્વારા બાજ નજર રાખવામાં આવશે. આ સાથે સૈયદપુરા વિસ્તારમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) રાઘવ જૈનની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક મળી જેમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના અગ્રણીઓએ શાંતિપૂર્ણ અને કોમી એકતાથી તહેવારો ઉજવવાની અપીલ કરવામાં આવી હતી.

ગત વર્ષની ઘટનાઓને ધ્યાનમાં રાખતા પોલીસે કરી તૈયારી

ગત વર્ષે 8 સપ્ટેમ્બર 2024ના રોજ સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર થયેલી પથ્થરમારાની ઘટનાએ શહેરમાં તણાવ ફેલાવ્યો હતો. આ ઘટનામાં 12થી 13 વર્ષના છ નાબાલિકો દ્વારા ઓટોરિક્ષામાંથી ગણેશ પંડાલ પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા, જેના કારણે ગણેશ મૂર્તિને નુકસાન થયું હતું. આ ઘટના બાદ હજારો લોકો લાલગેટ પોલીસ સ્ટેશન પર એકઠા થયા હતા. બે સમુદાયો વચ્ચે પથ્થરમારો થયો હતો, જેમાં કેટલાક પોલીસકર્મીઓ સહિત લોકો ઘાયલ થયા હતા. પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. 28 વ્યક્તિઓની ધરપકડ ઉપરાંત છ નાબાલિકોને અટકાયતમાં લીધા હતા. આ ઘટનામાં ત્રણ અલગ-અલગ FIR નોંધાઈ હતી, જેમાં રમખાણ, અપમાનજનક ધાર્મિક કૃત્યો અને સંપત્તિના નુકસાનના આરોપો સામેલ હતા.

આ પણ વાંચો- જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીનો વિરોધ : GHCAAનું ડેલિગેશન CJIને મળશે, EGMમાં હડતાળ પર નિર્ણય

સૈયદપુરા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત

આ વર્ષે ગણેશોત્સવ અને અન્ય તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે સૈયદપુરા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. DCP રાઘવ જૈને જણાવ્યું, “ગત વર્ષની ઘટનાને ધ્યાનમાં રાખીને અમે આ વખતે કોઈપણ પ્રકારની અશાંતિ ન થાય તે માટે પૂર્વ તૈયારી કરી છે. CCTV કેમેરા અને પેટ્રોલિંગને વધુ સુદૃઢ કરવામાં આવ્યું છે, અને શાંતિ ભંગ કરનારા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”

શાંતિ સમિતિમાં હિન્દુ-મુસ્લિમ આગેવાનોની હાજરી

સૈયદપુરા વિસ્તારમાં DCP રાઘવ જૈનની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી જેમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ હાજર રહ્યા. આ બેઠકમાં આગામી તહેવારો જેમ કે ગણેશોત્સવ, નવરાત્રિ અને દિવાળી શાંતિપૂર્ણ અને કોમી એકતાથી ઉજવવા માટે અપીલ કરવામાં આવી હતી. બેઠકમાં સમુદાયના આગેવાનોએ એકબીજાના તહેવારોનું સન્માન કરવા અને કોઈપણ અફવાઓથી દૂર રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. DCP જૈને ખાતરી આપી કે પોલીસ તરફથી ચાંપતો બંદોબસ્ત રહેશે અને કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે તમામ પગલાં લેવામાં આવશે.

સુરત પોલીસે બાંધી પાણી પહેલા પાળ

સુરત પોલીસે ગણેશોત્સવ અને આગામી તહેવારો માટે વ્યાપક સુરક્ષા ગોઠવણી કરી છે. લગભગ 1,000 પોલીસકર્મીઓની તૈનાતી, CCTV દ્વારા નિરીક્ષણ, અને ડ્રોન તેમજ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવશે. સાયબર ક્રાઈમ સેલ દ્વારા સોશિયલ મીડિયા પર ભડકાઉ કન્ટેન્ટ ફેલાવનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. DCP રાઘવ જૈને ખાતરી આપી કે, “અમે શાંતિપૂર્ણ તહેવારો માટે પ્રતિબદ્ધ છીએ અને કોઈપણ અશાંતિના પ્રયાસને નિષ્ફળ કરવા તમામ પગલાં લેવામાં આવશે.”

આ પણ વાંચો-Ahmedabad : સેવન્થ ડે શાળાનાં પૂર્વ શિક્ષકે લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- સ્કૂલમાં પહેલાથી જ..!

Tags :
#Sayyadpura#ShantiSamitiCCTVCybercrimeGaneshotsavGujaratPolicepolicealertSurat
Next Article