Banaskantha : ડીસા ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલો નવો ખુલાસો, આરોપીની 2017 માં રાજકીય પક્ષે કરી હતી હકાલપટ્ટી
- ડીસા GIDC બ્લાસ્ટ મામલે નવો ખુલાસો
- આરોપી દિપસ સિંધીનું રાજકીય કનેક્શન નીકળ્યું
- 2017 માં આરોપી ભાજપ યુવા મોચરાનો મંત્રી હતી
- ભાજપે હકાલપટ્ટી કર્યા બાદ કોંગ્રેસમાં જોડાયો
બનાસકાંઠાના ડીસા GIDC માં આવેલ ગેરકાયદેસર ફટાકડાન ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે નવો ખુલાસો થવા પામ્યો છે. જેમાં આરોપી દિપક સિંધીનું રાજકીય કનેક્શન નીકળ્યું છે. 2017 માં દિપક સિંધી ડીસા શહેર ભાજપ યુવા મોરચાનો મંત્રી હતી. ડીસા શહેર યુવા ભાજપ મોરચાના મંત્રી તરીકે નિમણૂંક કરી હતી. દિપક સિંધીની કામગીરી જોતા દોઢ માસમાં જ તેને યુવા મોરચાના મંત્રી પદેથી કાઢી મુકવામાં આવ્યા છે. ભાજપમાંથી હકાલ પટ્ટી કર્યા બાદ દિપક સિંધી કોંગ્રેસમાં જોડાયો હતો. કોંગ્રેસનાં ધરણા કાર્યક્રમ દરમ્યાન કોંગ્રેસનાં રાજકીય નેતાઓ સાથે દિપક સિંધી જોવા મળી રહ્યો છે.
SIT સરકારને રિપોર્ટ મૂકશે
ડિસામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ મામલે સરકાર દ્વારા SIT ની રચના કરવામાં આવી છે. IAS ભાવિન પંડયા સહિત 4 અધિકારીઓની અધ્યક્ષતામાં SIT ટીમની રચના કરાઈ છે. SIT ટીમ 15 દિવસમાં સરકારને રિપોર્ટ સોંપશે. બીજી તરફ આ દુર્ઘટનામાં મૃતકનાં પરિવારજનોએ CM ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) અરજી લખી રજૂઆત કરી છે કે તેમની દીકરીનો મૃતદેહ તેમને સોંપવામાં આવે, જેથી ઓળખ કર્યા બાદ અંતિમક્રિયા કરી શકાય.
બનાસકાંઠાના ડીસામાં બ્લાસ્ટ કેસમાં મોટા સમાચાર
આરોપી દીપક સિંધીનું રાજકીય કનેક્શન આવ્યું સામે
દીપક સિંધી કોંગ્રેસ સાથે જોડાયેલો હોવાના સમાચાર
અગાઉ ડીસા શહેર ભાજપ યુવા મોરચાનો મંત્રી હતો આરોપી@SP_Banaskantha #Gujarat #Banaskantha #Deesa #FireAccident #Congress #Dipaksidhi… pic.twitter.com/jTZU1taLLM— Gujarat First (@GujaratFirst) April 3, 2025
SIT ટીમ 15 દિવસમાં સરકારને રિપોર્ટ સોંપશે
બનાસકાંઠા જિલ્લાનાં (Banaskantha) ડિસા GIDC માં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ (Deesa Blast) થતાં 21 લોકોનાં મૃત્યુ થયા છે. આ મામલે તપાસ માટે સરકાર દ્વારા હવે SIT ની રચના કરવામાં આવી છે. માહિતી અનુસાર, AS ભાવિન પંડયા સહિત 4 અધિકારીઓની અધ્યક્ષતામાં SIT ટીમની રચના કરાઈ છે. આ SIT ટીમ સમગ્ર મામલે તપાસ કરીને 15 દિવસમાં સરકારને રિપોર્ટ સોંપશે. માહિતી અનુસાર, આ ગોઝારી ઘટના મુદ્દે રાજ્ય સરકાર સિનિયર અધિકારીની આગેવાનીમાં ઉચ્ચ સ્તરીય કમિટી પણ બનાવશે. આ કમિટીમાં FSL નાં અધિકારીને પણ સામેલ કરાશે. કમિટી ઘટનાની તપાસ કરીને સરકારને રિપોર્ટ આપશે.
આ પણ વાંચોઃ Ahmedabad: વેસ્ટન રેલવે દ્વારા ઉનાળા વેકેશનને ધ્યાને રાખી ખાસ ટ્રેન શરૂ કરાઈ, જાણો સમયપત્ર...
CM ભૂપેન્દ્ર પટેલને મૃતકનાં પરિવારે કરી રજૂઆત
બીજી તરફ આ અગ્નિકાંડમાં મૃતદેહ ન આપતા મૃતકનાં પરિવારજનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) અરજી લખી રજૂઆત કરી છે. પરિવારજનોની માગ છે કે તેમને તાત્કાલિક ધોરણે તેમની દીકરીનો મૃતદેહ સોંપવામાં આવે, જેથી તેની ઓળખ કર્યા બાદ અંતિમક્રિયા કરી શકાય. માહિતી અનુસાર, સ્થાનિક તંત્ર દ્વારા પરિવારને મૃતદેહોની ઓળખાણ કર્યા વગર એમ્બ્યુલન્સમાં બેસી જવાનું કહેતા પરિવારે ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચોઃ PMJAY : યોજનાની ગવર્નિગ બોડીની બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ


