Gopal Italia : જામનગરની સભામાં ગોપાલભાઈ ઈટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના બાદ રાજકીય ગરમાવો!
- Gopal Italia પર હુમલાને લઈ રાજકીય ગરમાવો!
- ગોપાલભાઈ ઈટાલિયા, ચૈતરભાઈ વસાવા, શ્રદ્ધાબેન રાજપૂતની પ્રતિક્રિયા
- વિશાળ જનસમર્થન જોઈને પેટમાં તેલ રેડાયું : ગોપાલભાઈ ઈટાલિયા
- 'લોકોએ કહ્યું પોલીસની ગાડીમાં જ આ ભાઈ આવ્યો'
- અમારી સભા રોકવા આવા કૃત્યો થાય છે : ચૈતરભાઈ વસાવા
- સસ્તી લોકપ્રિયતા માટે આમ આદમી જાણીતી છે: શ્રદ્ધાબેન રાજપૂત
Jamnagar : જામનગરમાં આજે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અને MLA ગોપાલભાઈ ઈટાલિયા (Gopal Italia) જાહેર સભા સંબોધિ રહ્યા હતા. ત્યારે એક એવી ઘટના બની કે ચાલુ સભા અચાનક અટકાવાઈ હતી. ગોપાલભાઈ ઈટાલિયાનું સંબોધન અધવચ્ચે રોકાઈ ગયું હતું. તેનું કારણ એ છે કે સ્ટેજ પાસે બેઠેલા એક શખ્સ દ્વારા ગોપાલભાઈ પર જૂતું ફેંકી હુમલાનો પ્રયાસ કરાયો હતો. આ ઘટનાનાં વીડિયો પણ વાઇરલ થયા છે. જૂતું ફેંકનારા શખ્સની પોલીસે અટકાયત કરી છે. ત્યારે, હવે આ મામલે ગોપાલભાઈ ઈટાલિયા, ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા (Chaitarbhai Vasava) અને ભાજપ નેતા શ્રદ્ધાબેન રાજપૂતની (Shraddha Rajput) પ્રતિક્રિયા સામે આવી છે.
આ પણ વાંચો - Gopal Italia : MLA ગોપાલભાઈ ઈટાલિયા પર જૂતું ફેંકનાર શખ્સ કોણ ? Video આવ્યો સામે!
Gopal Italia નાં પોલીસ અને BJP પર ગંભીર આરોપ
જામનગરમાં સભા દરમિયાન બનેલી ઘટના અંગે ગોપાલભાઈ ઈટાલિયાએ (Gopal Italia) પ્રતિક્રિયા આપતા કહ્યું કે, વિશાળ જનસમર્થન જોઈને પેટમાં તેલ રેડાયું. તેમણે આરોપ લગાવી કહ્યું કે, 'ભાજપનાં ઈશારે આ હુમલો કરવામાં આવ્યો છે. લોકોએ કહ્યું પોલીસની ગાડીમાં જ આ ભાઈ આવ્યો હતો. મારા પર ચપ્પલ ફેંક્યું તરત પોલીસે તેને એસ્કોર્ટ કર્યો. તેની મરજીથી આવ્યો હોય તો પોલીસ એસ્કોર્ટ કઈ રીતે? પોલીસવાળા ભાજપના ઈશારે તેને લઈને આવ્યા હતા. મારા પર પૂર્વ પ્લાનિંગ સાથે હુમલો કરવામાં આવ્યો છે. હું જનતાની અદાલતમાં ફરિયાદ કરીશ. જનતાની અદાલતમાં ન્યાય થાય ત્યારે સજા અપાવીશ.'
આ પણ વાંચો - Gopal Italia: સ્ટેજ નજીક બેઠેલા અજાણ્યા શખ્સે પહેલા માવો ખાધો, પછી અચાનક ઊભા થઈ ફેંકાયું જૂતું! Video
ચૈતરભાઈ વસાવાના આક્ષેપ, શ્રદ્ધાબેન રાજપૂતનો વળતો જવાબ
જામનગર ખાતે ધારસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પર હુમલાના પ્રયાસની ઘટના મામલે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની (Chaitarbhai Vasava) પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે આ ઘટનાને વખોડી આરોપ લગાવી કહ્યું કે, 'AAP પાર્ટી લોકોનો અવાજ બની રહી છે, જે કેટલીક પાર્ટીનાં નેતાઓને પસંદ નથી. અમારી સભા રોકવા આવા કૃત્યો થાય છે. અમે આવા હુમલાઓ સહન નહીં કરીએ. લોકોને નશો કરાવીને મોકલવામાં આવે છે. અમે લોકોના પ્રશ્નો ઊઠાવતા જ રહીશું.'
બીજી તરફ આ ઘટના અંગે ભાજપ નેતા શ્રદ્ધાબેન રાજપૂતે (Shraddha Rajput) AAP પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, 'સસ્તી લોકપ્રિયતા માટે આમ આદમી જાણીતી છે. ગોપાલ ઇટાલિયાએ સસ્તી લોકપ્રિયતા માટે જૂતું ફેંકાવ્યું. અરવિંદ કેજરીવાલ પણ પોતાના પર સ્યાહી ફેંકાવી ચૂક્યા છે.' તેમણે કહ્યું કે, 'જૂતું ફેંકાવવાની ઘટનાને અમે વખોડીએ છીએ. સરકાર ઘટનાની તપાસ કરાવશે.' તેમણે કહ્યું કે, 'જે વાવ્યું હતું, એવું જ લણવા મળે. ગોપાલ ઇટાલિયાએ પણ તત્કાલીન ગૃહમંત્રી પર જૂતું ફેંક્યું હતું.'
આ પણ વાંચો - Rajkot: ચકચારી રાજકુમાર જાટ કેસમાં મોટા સમાચાર, ગણેશ જાડેજાનો થશે નાર્કો ટેસ્ટ