ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

RJD ઉમેદવારની ધરપકડથી રાજકીય તાપમાન વધ્યું, ઝારખંડ પોલીસની કાર્યવાહીથી ગઠબંધનમાં વધ્યા મતભેદ

બિહાર વિધાનસભા ચૂંટણીમાં વિવિધ ઘટનાઓને લઈને ઘમાસાણ મચ્યું છે, મહાગઠબંધનથી લઈને RJD અને JMM પાર્ટીઓની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. એક તરફ મહાગઠબંધનમાં જ સીટની વહેંચણીને લઈને વિવાદ ઉભા થયા છે તો બીજી તરફ આરએજડીના એક ઉમેદવારનું નામાંકન રદ્દ થઈ ગયું છે.
03:25 PM Oct 22, 2025 IST | Mujahid Tunvar
બિહાર વિધાનસભા ચૂંટણીમાં વિવિધ ઘટનાઓને લઈને ઘમાસાણ મચ્યું છે, મહાગઠબંધનથી લઈને RJD અને JMM પાર્ટીઓની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. એક તરફ મહાગઠબંધનમાં જ સીટની વહેંચણીને લઈને વિવાદ ઉભા થયા છે તો બીજી તરફ આરએજડીના એક ઉમેદવારનું નામાંકન રદ્દ થઈ ગયું છે.

રાંચી : બિહાર વિધાનસભા ચૂંટણી વચ્ચે સાસારામથી રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ઉમેદવાર સત્યેન્દ્ર સાહની ધરપકડથી રાજકીય વર્તુળોમાં તણાવ ફેલાઈ ગયો છે. ઝારખંડ પોલીસે 20 વર્ષ જૂના એક કેસમાં સાહને ધરપકડ કરી છે. આ મામલાને આરજેડીએ રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે. આથી ગઠબંધનમાં પહેલેથી જ અસ્તિત્વ ધરાવતી ખટ્ટાસને વધારે ઉડી કરી છે.

આરજેડીએ આ પર પ્રશ્નો ઉભા કરીને નારાજગી વ્યક્ત કરી છે. 20 ઓક્ટોબરે સત્યેન્દ્ર સાહ સાસારામ વિધાનસભા વિસ્તારમાંથી નામાંકન પત્ર દાખલ કર્યા પછી તરત જ ધરપકડ કરવામાં આવી હતી. નામાંકન પ્રક્રિયા પૂર્ણ થતાં જ ઝારખંડ પોલીસની ટીમે ગેરજામીન વોરંટ સાથે ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ રેકોર્ડ અનુસાર સાહ વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં લૂંટ, ડકૈતી અને આર્મ્સ એક્ટના ઉલ્લંઘન સાથે જોડાયેલા અનેક કેસ નોંધાયા છે. આ ઘટનાને ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM) અને આરજેડી વચ્ચે વધતી ખટ્ટાસ સાથે જોડવામાં આવી રહી છે. બિહાર ચૂંટણીઓમાં સીટ વહેંચણી પર સહમતિ ન બની શકવાને કારણે JMM 20 ઓક્ટોબરે મહાગઠબંધનથી એક્ઝિટ કરી દીધું છે.

JMM ના વરિષ્ઠ નેતા સુદિવ્ય કુમારનો આરોપ

JMM ના વરિષ્ઠ નેતા સુદિવ્ય કુમારે આરજેડી અને કોંગ્રેસ પર રાજકીય ષડયંત્રનો આરોપ લગાવીને કહ્યું કે અમારા સાથે છેતરપિંડી કરવામાં આવી છે. છ સીટો પર અમારો દાવો હતો, પરંતુ અમને નજરઅંદાજ કરવામાં આવ્યા છે. અમે ઝારખંડમાં ગઠબંધનની સમીક્ષા કરીશું.

JMMએ ચકઈ સહિત ધમદાહા, કટોરિયા, મનિહારી, જમુઈ અને પીરપૈંતી જેવી સીટો પર પોતાના ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી હતી. આ ઘટનાક્રમનું પરિણામ એ થયું કે સીટ વહેંચણીમાં JMMને નજરઅંદાજ કરવામાં આવ્યું હોય તેવી લાગ્યું છે. તેથી ગઠબંધન અને JMMના સંબંધોમાં ખટ્ટાસ આવી ગઈ છે.

ચૂંટણી પરિણામ પછી નવી સમીક્ષા

ઘાટશિલા વિધાનસભા ઉપચૂંટણી પછી JMMમાં ગઠબંધનની સમીક્ષા અંગે દબાણ વધી ગયું છે. પાર્ટીએ પણ કહ્યું છે કે ઝારખંડમાં ચાલી રહેલા ગઠબંધનની સમીક્ષા કરવામાં આવશે. જોકે, આ પર આરજેડીએ સંતુલિત પ્રતિક્રિયા આપીને JMM અધ્યક્ષ હેમંત સોરનની પ્રશંસા કરી છે, જ્યારે કોંગ્રેસ ખેમામાં ચૂપ્પી છે. કોંગ્રેસ નેતાઓ કહે છે કે આવા નિર્ણયો આલાકમાનના સ્તરે થાય છે. પ્રદેશ સ્તરે આ પર પ્રતિક્રિયા આપવી યોગ્ય નથી.

આ ઘટના 20 ઓક્ટોબર 2025ના રોજ બની, જ્યારે સાહને 2004ના બેંક લૂંટ કેસમાં ધરપકડ કરવામાં આવી, જેમાં 2018માં ગેરજામીનાતી વોરંટ જારી થયો હતો. તેમના વિરુદ્ધ 20થી વધુ કેસો પેન્ડિંગ છે. આથી આરજેડીએ NDAને ભ્રષ્ટાચાર અને દમનના આક્ષેપો કર્યા છે. JMM ના નિર્ણયથી મહાગઠબંધનમાં વિભાજન વધ્યું છે, જે બિહાર-ઝારખંડ સરહદી વિસ્તારોમાં આદિવાસી મતબેંકને અસર કરી શકે છે. ચૂંટણી 6 અને 11 નવેમ્બરે બે તબક્કામાં થશે અને 14 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

આ પણ વાંચો- બિહાર ચૂંટણીમાં મહાગઠબંધનને મોટા ઝાટકો, RJD ઉમેદવારનું નામાંકન રદ્દ

Tags :
#HemantSoran#JharkhandPolice#JMMMahaGaathbandhan#RJDBihar#SasaramSeat#SatyendraSahadharArrest#SeatDividendBiharElection2025LaluYadav
Next Article