Allu Arjun ની ધરપકડ પર રાજકારણ, કેન્દ્રીય મંત્રીએ કહ્યું કોંગ્રેસ હંમેશા અભિનેતાઓ સાથે કરે છે અન્યાય
- રેવંત રેડ્ડીએ કહ્યું કાયદો તમામ માટે એક સમાન છે
- ભાજપે કહ્યું કલાકારો સાથે અન્યાય કોંગ્રેસનો ઇતિહાસ
- કોંગ્રેસે પોતાની જવાબદારીમાંથી છટકવા અલ્લુ અર્જુનને ફસાવ્યો
Ashwini vaishnaw allu arjun : પુષ્પા 2 ફેમ સ્ટાર અભિનેતા અલ્લૂ અર્જુનને શુક્રવારે ધપકડ કરવામાં આવી. જો કે તેમને તેલંગાણા હાઇકોર્ટે વચગાળાના જામીન આપી દીધી છે.જો કે તેમને તેલંગાણા હાઇકોર્ટે વચગાળાના જામીન આપ્યા. તેની પહેલા લોઅર કોર્ટે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા. હાઇકોર્ટની તરફથી રાહત આપ્યા બાદ અલ્લુ અર્જુન ન્યાયિક કસ્ટડીમાં નહીં મોકલવામાં આવે. અલ્લુની ધરપકડ બાદ અનેક સવાલ પેદા થઇ રહ્યા છે. અનેક લોકો તેલંગાણા સરકાર પર પણ આરોપ લગાવી રહ્યા છે. બીજી તરફ આ મામલે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન સામે આવ્યું છે.
ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીનું સન્માન નથી કરતી કોંગ્રેસ
તેમણે એક્સ પર લખ્યું કે, કોંગ્રેસ ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીનું સન્માન નથી કરતી. અલ્લુ અર્જુનની ધરપકડે તેને ફરીથી સાબિત કરી દીધું છે. અશ્વિની વૈષ્ણવે આગળ લખ્યું કે, સંધ્યા થિયેટરમાં થયેલી દુર્ઘટના રાજ્ય સરકાર અે સ્થાનીક તંત્રની ખરાબ વ્યવસ્થાનું મામલો હતો. હવે તે દોષને હટાવવા માટે તેઓ આ પ્રકારના સ્ટંટ કરી રહ્યા છે.
લોકોની મદદ કરવી જોઇએ
કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યું કે, તેલંગાણા સરકારને સતત ફિલ્મી હસ્તિઓ પર હુમલો કરવાના બદલે પ્રભાવિત લોકોની મદદ કરવી જોઇએ. આ સાથે જ તે દિવસે વ્યવસ્થા સંભાળનારા લોકોને દંડીત કરવી જોઇએ. તે જોવું પણ દુખદ છે કે, કોંગ્રેસના સત્તામાં આવ્યાના એક વર્ષ બાદ આ વાત સામાન્ય થઇ ચુકી છે.
રેવંત રેડ્ડીએ શું કહ્યું
અલ્લુ અર્જુનની ધરપકડ અંગે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે, કાયદો તમામ લોકો માટે એક છે. અલ્લુ અર્જુન માહિતી આપ્યા વગર સંધ્યા થિયેટર પહોંચ્યા જેના કારણે ભાગદોડ અને અવ્યવસ્થા સર્જાઇ. પોલીસે કાર્યવાહી કરતા થિયેટરના મેનેજમેન્ટને પકડ્યા છે. અલ્લુ અર્જૂનને પણ 10 દિવસ બાદ ધરપકડ કરવામાં આવી. અમારી સરકાર માટે જવાબદાર વ્યક્તિની ઓળખ કરવી જરૂરી છે. પછી તે મોટો અભિનેતા કેમ ન હોય. જો તેવું નહીં કરીએ તો કહેવાશે કે સામાન્ય માણસ માટે અલગ કાયદો છે અને સેલિબ્રિટી માટે અલગ.
પોલીસે બહાર પાડ્યું નિવેદન
બીજી તરફ અલ્લુ અર્જુનની ધરપકડ અંગે પોલીસનું નિવેદન પણ સામે આવ્યું. જેમાં તેમણે અભિનેતા સાથે મિસબિહેવિયરને ફગાવી દીધું. પોલીસે કહ્યું કે, 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં થયેલા પ્રીમિયરના માટે કોઇ ખાસ સુરક્ષા વ્યવસ્થાની માંગ કરવામાં આવી નહોતી. માત્ર એક સામાન્ય પત્ર લખીને સુરક્ષા આપવાની માંગ કરવામાં આવી.