Porbandar: કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા અંગે મોટા સમાચાર, ગઈકાલે ધરપકડ, આજે જામીન!
પોરબંદર (Porbandar) પોલીસે ગઈકાલે કુખ્યાત ગેંગનાં લીડર Bhima Dula સહિત 4 આરોપીઓની ધરપકડ કરી હતી. જો કે, હવે એવી માહિતી સામે આવી છે કે હથિયાર અને મારમારીનાં કેસમાં ઝડપાયેલા ભીમા દુલા ઓડેદરાને (Bhima Dula) જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. હથિયારોનાં લાઇસન્સની શરતનો ભંગ કરવા બાબતે ભીમા દુલા ઓડેદરાનાં પુત્ર લખમણ ઓડેદરા અને પુત્રવધુ સંતોકબેન ઓડેદરા સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં (Ranawav Police) ગુનો નોંધાયો હતો.
ગઈકાલે જ પોલીસે ધરપકડ કરી હતી
આ પણ વાંચો - Porbandar: કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલાના પુત્ર અને પુત્રવધુ સામે દાખલ થયો ગુનો, જાણો કારણ
Porbandar : Bhima Dula Odedara અંગે સૌથી મોટા સમાચાર | Gujarat First#Porbandar #BheemaDulaUnderSiege #FamilyTroubleForBheemaDula #LicenseViolation #RanavavPolice #LakhmanOdedraFIR #SantokOdedraFIR #PorbandarCrime #BJPLeaderInTrouble #IllegalAmmunition #Gfcard #Gujaratfirst pic.twitter.com/4obuky8S0F
— Gujarat First (@GujaratFirst) October 19, 2024
પોરબંદર (Porbandar) પોલીસે ગઈકાલે મોટી કાર્યવાહી કરીને ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા (Bhima Dula Odedara) સહિત 4 લોકોની ધરપકડ કરી હતી. હથિયારોનાં લાઇસન્સની શરતનો ભંગ કરવા બાબતે રાણાવાવ પોલીસે ભીમા દુલા ઓડેદરાના પુત્ર લખમણ ઓડેદરા (Lakhman Odedara) અને પુત્રવધુ સંતોકબેન ઓડેદરા સામે ગનો નોંધ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, નિયમ મુજબથી વધારે કારતૂસ રાખ્યાં હતા. આ બાબતે FIR થઈ હોવાનું સામે આવ્યું હતું. જો કે, આજે એડવોકેટ ભરત લાખાણીની દલીલોને ધ્યાને રાખી કોર્ટે ભીમા દુલા ઓડેદરા જામીન આપ્યા હોવાની માહિતી સામે આવી છે.
આ પણ વાંચો - FIR નહિ નોંધવા તાગડધિન્ના કરતી ગુજરાત પોલીસને સુધરી જવા DOP ની ચેતવણી
પોરબંદરના માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે લખમણ દુલા ઓડેદરા
મહત્ત્વની વાત એ છે કે, ગઈકાલે ભીમા દુલાના સામે ગુનો નોંધાયો હતો અને ધરપકડ કરાઈ હતી. જ્યારે તેમના પુત્ર લખમણ અને પુત્રવધુ સામે પણ FIR નોંધવામાં આવી હતી. ભીમા દુલાનો પુત્ર લખમણ દુલા ઓડેદરા પોરબંદરના (Porbandar) માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે કામગીરી કરે છે. તેની પાસે નિયમ કરતા વધારે કારતૂસ હોવાની ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો - Dwarka : માનસિક રીતે અસ્થિર યુવતીને સાવકા ભત્રીજાએ બીભત્સ ફોટા બતાવ્યા અને પછી..!