ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Porbandar Breaking : પોરબંદરના દરિયાકાંઠા નજીક IMBL પાસેથી 7 ભારતીય માછીમારોનું પાકિસ્તાને કર્યું અપહરણ

Porbandar Breaking : ગુજરાતના પોરબંદર કાંઠા નજીક ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદ્રીય સરહદ (IMBL) પાસે પાકિસ્તાન મેરીન સિક્યુરિટી એજન્સી (PMSA) દ્વારા ભારતીય માછીમારોના એક બોટ પર કબજો કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત થાય છે. સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, આ બોટમાં આશરે 7 ભારતીય ખલાસીઓ સવાર હતા, જેમને PMSAએ 'બળજબરીપૂર્વક' પકડીને પોતાની કસ્ટડીમાં લઈ લીધા છે. આ ઘટના ભારત-પાકિસ્તાન વચ્ચેના સમુદ્રીય તણાવને વધુ વધારી શકે છે, જ્યારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
05:24 PM Nov 07, 2025 IST | Mujahid Tunvar
Porbandar Breaking : ગુજરાતના પોરબંદર કાંઠા નજીક ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદ્રીય સરહદ (IMBL) પાસે પાકિસ્તાન મેરીન સિક્યુરિટી એજન્સી (PMSA) દ્વારા ભારતીય માછીમારોના એક બોટ પર કબજો કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત થાય છે. સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, આ બોટમાં આશરે 7 ભારતીય ખલાસીઓ સવાર હતા, જેમને PMSAએ 'બળજબરીપૂર્વક' પકડીને પોતાની કસ્ટડીમાં લઈ લીધા છે. આ ઘટના ભારત-પાકિસ્તાન વચ્ચેના સમુદ્રીય તણાવને વધુ વધારી શકે છે, જ્યારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Porbandar Breaking : ગુજરાતના પોરબંદર કાંઠાનજીક ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદ્રીય સરહદ (IMBL) પાસે પાકિસ્તાન મેરીન સિક્યુરિટી એજન્સી (PMSA) દ્વારા ભારતીય માછીમારોના એક બોટ પર કબજો કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, આ બોટમાં આશરે 7 ભારતીય ખલાસીઓ સવાર હતા, જેમને PMSAએ 'બળજબરીપૂર્વક' પકડીને પોતાની કસ્ટડીમાં લઈ લીધા છે. આ ઘટના ભારત-પાકિસ્તાન વચ્ચેના સમુદ્રીય તણાવને વધુ વધારી શકે છે. જોકે, ભારતીય માછીમારોના અપહરણ અંગે હજું સુધી રાજ્ય સરકાર કે ભારતીય એજન્સીઓ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

7 ખલાસીઓને પાકિસ્તાને લીધા કસ્ટડીમાં

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પોરબંદરથી નીકળેલી આ ભારતીય બોટ IMBL નજીક માછીમારી કરતી હતી, જ્યારે PMSAની ટીમે તેના પર કબજો કર્યો. સુત્રોના કહેવા પ્રમાણે, આ કાર્યવાહી દરમિયાન પાકિસ્તાની એજન્સીએ ભારતીય બોટ પર ફાયરિંગ પણ કરી હોવાની કથિત માહિતી સામે આવી છે. જેનાથી માછીમારોને જોખમમાં મુકવામાં આવ્યા હતા. આ 7 ખલાસીઓ હાલ પાકિસ્તાની કસ્ટડીમાં હોવાનું માનવામાં આવે છે. તેમના પરિવારોમાં ચિંતાનો માહોલ છવાઇ ગયો છે. આવી ઘટનાઓ ગુજરાતના માછીમાર સમુદાયમાં અનેક વખત જોવા મળે છે, જેમાં IMBLના ઉલ્લંઘનના આરોપો લગાવવામાં આવે છે.

ભારતીય એજન્સીઓ લાગી તપાસમાં

ભારતીય એજન્સીઓ જેમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને અન્ય સુરક્ષા વિભાગોનો સમાવેશ થાય છે, તેણે આ મામલે તુરંત તપાસ શરૂ કરી દીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટનાની પુષ્ટિ માટે ભારતીય અધિકારીઓ સાથે સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. જો આપત્તિ સાચી સાબિત થાય તો ડિપ્લોમેટિક સ્તરે વાતચીત થઈ શકે છે. ગુજરાતના માછીમારો અગાઉ પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. આવા કિસ્સાઓમાં માછીમારોને વારંવાર પકડવામાં આવે છે, જેનાથી તેમના પરિવારોને આર્થિક અને માનસિક તકલીફ પહોંચે છે.

પાકિસ્તાન કરી રહ્યું છે સમુદ્રીય કાયદાઓનું ઉલ્લંઘન

આ ઘટના ભારત-પાકિસ્તાન વચ્ચેના સમુદ્રીય વિવાદને વધુ ઘેરો બનાવશે, જ્યાં IMBLના કારણે વારંવાર આવી અપહરણ અને ધરપકડની ઘટનાઓ બને છે. માછીમાર સમુદાયના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, "આવા કિસ્સાઓથી માછીમારીનું જીવનધોરણ જોખમમાં મુકાય છે. સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ." હાલમાં આ મામલે વધુ વિગતોની રાહ છે, અને જો સત્તાવાર પુષ્ટિ થાય તો આ બાબતે કેન્દ્રીય સ્તરે ચર્ચા થશે. ગુજરાત સરકારે પણ માછીમારોને IMBLના કડક પાલન અંગે સાવચેતીના નિર્દેશ આપેલા છે.

આ પણ વાંચો- Dwarka : ખંભાળીયા GIDCમાં કોલસા ભેળસેળનું મોટું કૌભાંડ, ક્રાઇમ બ્રાન્ચે 67 લાખનો મુદામાલ કર્યો કબ્જે

Tags :
Fishermen KidnappingIMBLIndia-PakistanPMSAPorbandar Breaking
Next Article